Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ર બુદ્ધિપ્રભા તથા એવાં બીજા લોકોપયોગી કામમાં, પોતાની સઘળી શક્તિઓને ફારવી. નિયમિત ઉંઘના વખત બાદ કરતાં ખીજે બધે વખત સરકારી તુમારા વાંચી મનન કરવામાં અને અમલદારોને ખુલાસા પૂછવામાં તે નામદાર શેકતા. અને ક્રમે ક્રમે સુધારા વધારા દાખલ કરી રાજ્યને એવી તે અનુકરણીય ઉચ્ચ પક્તિમાં લાવી મુક્યુ છે કે આ સૃષ્ટિ ઉપરના સુધરેલા દેશો પણ તેથી આશ્ચર્યકિર્તી થાય છે. જુદા જુદા દેશોનાં વજતંત્ર કેવી રીતે ચાલે છે તથા ત્યાંની પ્રજા વધારે સુખી કેમ દેખાય છે, વગેરે ખાખતા શોધી કાઢવામાં પરદેશની મુસાફરીમાં શ્રીમતનું લક્ષ રોકાતું હતું. અને ત્યાંના દેશોના રાજ્યત ́ત્રમાં જે સારૂ ધેારણુ દેખાય તે વ્રતુણુ કરી પોતાના રાજ્યમાં તે દાખલ કરી વ્યાપાર, ઉદ્યોગ, વિદ્યા અને હુન્નરની ખીલવણી કરી રાજ્યને ઉચ્ચ પક્તિમાં લાવી મુક્યુ છે. શ્રીમતે કરેલાં લોચેગી કામમાં મુખ્યત્વે કલાભવનની સ્થાપના, મ્યુઝીઅમ એટલે 'ગ્રહસ્થાન, શ્રી સયાજીસરેવર, પબ્લીકપાર્ક ( કમાટી બાગ ), આર્ટસ અને પીક્ચર ગલેરી, ખરોડા બૅન્ક, મૅડલફાર્મ, વોટરવર્કસ, વીજળીક રોશની, રેલવે, કાલેજ, હાઈસ્કુલ, ન્યાયમંદિર, દવાખાનાં, ગાંડાઓને માટે આશ્રય, સેનેટોરિયમ, જ્યુબિલીબાગ, ખાડાસેન્ટ્રલ લાયબ્રેરી સંસ્થા, ટ્રામ, સાહિત્યપ્રવૃત્તિ તથા અનેક સાર્વજનિક મકાનો તથા સંસ્થાઓ અને કામેા વગેરે છે. તથા લોકોપયોગી સુધારા વધારામાં મુખ્યત્વે સૅનીટેશન ખાતાની સ્થાપના, અધિકારાની વેહું'ચણી કરનારૂ કમીશન, કેળવણી કમીશન, ધારાસભાની સ્થાપના ( લેજીસ્લેટિવ કાઉન્સીલ ), કારોબારી સભાની સ્થાપના (એક્ઝિક્યુટિવ કાઉન્સીલ), ‘ સ્વરાજ્ય ’ કે પંચાયતોની સ્થાપના, પ્રાથમિક ફરજીયાત તથા મત કેળવણી, મુલકી તથા ન્યાયખાતાઓને જુદાં પાડવા, જુના બોજારૂપ વેરાએ નાજીદ કર્યા તે, અત્યજ સ્કૂલોની સ્થાપના તથા એલ્ડિંગો, જકાતની માફી વગેરે છે તથા સાંસારિક સુધારાને માટે ઘડેલા કાયદાઓમાં મુખ્યત્વે હિંદુ વિધવાવિવાહ નિખ ́ધ, પ્રાથમિક કેળવણીનો નિબંધ, બાળલગ્ન પ્રતિમધક નિબંધ, બાળ સંરક્ષક નિમંધ, હિન્દુ પુરાહિત સબંધી નિષધ વગેરે અનેક કાયદાએ છે. એ પ્રમાણે સક્ષિપ્તમાં આદર્શ નૃપતિ શ્રીમંત મહારાજાશ્રીની યશસ્વી કારકીર્દીની કિચિત્ રૂપરેખા દશૉવી છે જે અન્ય રાજ્યકર્તાઓને આદર્શરૂપ થઇ પરો. આવા પરોપકારી, પ્રજાપાલક રાજ્યપિતા દીર્ઘાયુષ્ય પામે! ! રા. ત્રિભાવનદાસ દલપતભાઈ શાહ, બી. એ. એલ એલ. બી. ---- (વડોદરા સેન્ટ્રલ લાયલેરી--એક માદરા પુસ્તકાલય એ વિષપર વખાણ વિવેચહ્ન હવે પછી પ્રસિદ્ધ થરો, તાં.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39