Book Title: Buddhiprabha 1917 07 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
અભિનન્દન–અત્રેના સુપ્રસિદ્ધ, અનુભવી, બાહોશ, વિદ્વાન યુવાન જૈન વૈધરાજ (પેથાપુર નિવાસી) શ્રીમાન ચંદુલાલ મગનલાલ એઓ શ્રીમંત ગાયકવાડ સરકાર એમના વડોદરા રાજ્ય તરફથી લેવાતી સંસ્કૃત વૈદકશાસ્ત્રની અતિકઠિન ત્રણે પરીક્ષામાં ઉંચે નંબરે ઉત્તિર્ણ (પાસ) હોઈ તેમને શ્રીમંત સરકાર તરફથી પારિતોષિક (નામ) પણ આપવામાં આવ્યું છે. તમે તમારા આ યુવાન વૈદ્યરાજને અંતઃકરણપૂર્વક અભિનન્દન આપીએ છીએ, અને તેમની ઝળકતી કાર્યદ ઇચ્છવા સાથે તમારી જૈન કોમમાં એવા અનેક પદવીધરે પાકો એવું ઈચ્છીએ છીએ. ઉક્ત જેન બંધુનું જીવન ચરિત્ર તેમના ફોટા સાથે આવતા અંકમાં વિસ્તારથી આપવામાં આવશે.
- તંત્રી,
હુમારું જીવન ઉચ્ચ, રસીક, પ્રેમી અને ભક્તિવાન કરવું છે?
તો આજેજ મંગાવ-ને જરૂર વાંચે !
શું?
નવયુગના નવ યુવાનોના જીવનનાં પિષણરૂપ
સર્વોત્તમ સાહિત્ય નવજીવન.
(નિબંધ સંગ્રહ) વડોદરાના સાહિત્ય રસીક દિવાન સાહેબ મે. મનુભાઈ નંદશંકર મહેતા એમ. એ. એલ એલ. બી. એમને સમર્પિત તથા વિદૂષિ શ્રીમતી અ. સ. બહેન શારદા મહેતા બી.એ. એમના વિદ્વતાભર્યા ઉઘાત સાથે બહાર પડેલ આ પુસ્તકની પ્રથભાવૃત્તિ માત્ર બેજ માસમાં ખલાસ થવાથી બીજી આવૃત્તિ હમણાં જ પ્રકટ કરવી પડી છે.
કલકત્તાનું સુપ્રસિદ્ધ મેડન રીવ્યુ, સાહિત્ય, ચંદ્રપ્રકાશ, ગુજરાતી પંચ, જૈન, બુદ્ધિપ્રકાશ, સયાજી વિજય આદિ માસિક તથા અઠવાડીકેના ઉત્તમ અભિપ્રાય ધરાવતું આ પુસ્તક વડોદરા રાજ્યનાં તમામ પુસ્તકાલ માટે મંજુર થયેલું છે.
(૧) પ્રેમમિમાંસા. (૨) સૂફીતત્વજ્ઞાન. (૩) મહાકવિ ડેન્ટનું જીવન. (૪) કાલિદાસને ભવભૂતિની તૂલના. (૫) કાવ્યદેવીને દરબાર. (૬) મહાકવિ ફિરદૌસી. (૭) તથા ભરતખંડ કે આર્યાવર્ત આ સાત નિબંધરથી વિભૂષિત નવજીવન એકવાર અવશ્ય વાંચો.
લાયબ્રેરીનો શણગાર ! સ્ત્રી તથા પુરૂષનું આભૂષણ કીંમત-કાચુ ૫ રૂ. ૦-૧૨-૦, પાક પુડું રૂ. ૧-૦-૦.
લખે – મણિલાલ મે. પાદરાકર. તંત્રી–ખેતી અને સહકાર્ય ત્રિમાસિક, વડોદરા રાષ..
વડોદરા-કેઠીપળ,

Page Navigation
1 ... 34 35 36 37 38 39