Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૨૪૦ બુદ્ધિપ્રભા. બેસ્ટ એ કહ્યું છે કે “મનુષ્ય યા પશુ પક્ષીની જાતને મોટામાં મોટું સુખ બાલ્યાવસ્થાથી જ આપનાર પિોતાનાં માતા અને પિતા છે” માંટે હમેશાં શુભેચ્છા રાખવી કે ““માને વધ: પિતા મત્ત માતાજૂ હે ઈશ ! અમારાં માતાપિતાને તું મારીશ નહિ.” કારણ કે "मातृहीनानां न कि चित्सुखस्ति" બધુએ ! આપણું પૂજય માબાપે એ સ્થિતિ દાતા, જન્મદાતા, અન્નદાતા, આરેગ્યદાતા, અને મોક્ષદાતા હોવાથી તેઓ બીન સર્વની અનંતગણ ભક્તિને લાયક છે, કેમકે તેઓને પ્રેમ આપણે પર અવર્ણનિય છે. દુનિયામાં સર્વ વંદન કરતાં પ્રથમ વંદન પણ સર્વ તેનેજ કરે છે. ત્યારથી જ વંદનની શરૂઆત થાય છે, એમ કહીએ તે વાસ્તવિક છે. દુનિયામાં આપણી હાજરી હેવી તે એ બંને પવિત્ર મૂર્તિઓનેજ પ્રતાપ છે. સઘળી સૃષ્ટિની ઉત્પત્તિજ માબાપથી છે. ઋષભદેવથી તે મહાવીર પર્યંત તીર્થકરે, ભરત જેવા ચક્રવર્તીઓ, વિક્રમ, ગેજ, શાલિવાહન વિગેરે પરદુઃખભંજન રાજાએ માધ, કાલિદાસ વ્યાસ વિગેરે કવિરાજે, રામ, પરશુરામ વિગેરે દેવાંશી પુરૂ, ધનંતરી, વાગભટ્ટ, ચરક વિગેરે વૈધે, ન્યૂટન, ભાસ્કરાચાર્ય વિગેરે ગણિતશાસ્ત્રીઓ, વસિટ, કપિલ અને ગત્તમ વિગેરે મહાભાઓ યા ધર્માત્માઓ તથા જગતમાં આજે મહાન પદે ગણાતા ધર્મસ્થાપકે, વિજેતાઓ અને શેકેની હયાતી એ નિર્મલ નામે (માતા-પિતા ) ને જ આભારી છે, જગતમાંની બધી વિધા, શોધે, કારીગરી, કળા, તો, સાધન, કાયદાઓ વિગેરેમાં માબાપજ પ્રથમ દરજજે છે. એ બન્નેજ આખા જગત માટે કહીએ તે જગત જનની છે, માબાપોએ સંતાન સુખવાળા થવું, એ પણ એમનાજ અનેક સતનું ફળ છે, એ ફળને માટે તેઓએ આ ભવ અને પરભવમાં અનેક સત્કર્મો કર્યા હશે. અનેક મુશ્કેલીઓ ઉઠાવી હશે, આ જન્મે કે પૂરવ જન્મ ધણાં વૃત, દાન, દયા, સતિષ વિગેરેમાં મસ્ત રહ્યાં હશે, એ સર્વના ફળ તરીકે સંસાર મુખમાં સંતાન એ એક સુખપ્રાપ્તિરૂપ ગણાય છે. આથી તે પણ આપણે તેમના જ આભારી છીએ; જો કે સંતાનની ઉત્પત્તિ સુખદાયક છે કે, દુઃખદાયક છે, તેનો નિશ્ચય નથી. ઘણાખરાઓ સંતાનથી સુખને બદલે અત્યંત દુઃખને પ્રાપ્ત થાય છે. તે માબાપ જાણે છે, છતાં પણ તે નિઃસ્વાર્થ માતાપિતાએ પિતાની ફરજ, સંતતિની ખાતરે અત્યંત દુઃખ વેઠીને બજાવે છે, અને પ્રજા પ્રાપ્તિને માટે પોતાનાં અહોભાગ્ય સમજે છે તે સંતાન પ્રાપ્તિની ફરજ માબાપને બીજી બધી ફરજ કરતાં ઘણી જ કિષ્ટ, જોખમ ભરેલી અને ગ્લાનિયથી ભરપૂર છે, માટે તે ફરજ બજાવનાર બને પ્રેમી મૂર્તિઓ સદા સર્વદા વંદનિય, અર્ચનિય અને પૂજનિય છે. यं मातापितरौ केशं सहेते संभवे नृणां ।। न तस्य निष्कृतिः शक्या कर्तुं वर्षशतैरपि ॥ १ ॥ બાળકના જન્મ સમયે માતાપિતા જે કલેશ સહન કરે છે તેને બદલે પુત્રથા સે વર્ષે પણ વાળી શકાય તેમ નથી. માટે मातरं पितरं चैव साक्षात् प्रत्यक्षदेवताम् ॥ मत्वा गृही निषेवेत सदा सर्वप्रयत्नतः ॥ २ ॥ ગૃહસ્થ મનુષ્ય પિતા અને માતાને સાક્ષાત પ્રતક્ષ્ય દેવતા સ્વરૂપ માનીને સર્વ પ્રયત્નથી સર્વદા તેમની સેવા કરવી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32