________________
૨૫૬
બુદ્ધિપ્રભા.
સાથે સાથે કતવ્યપરાયણતાનો રણકાર તેની ભવિષ્યની પ્રજાને માટે હજાર વરસે સુધીના વખતને ગજાવી મુકે એ નિઃસંશય છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમનો રણકાર પણ સર્વ માનનિય છે. જેના વડે જન્મોજન્મનાં અભેદ બંધને સહેજમાં તૂટે છે તે જ પ્રેમના નાવમાં બેઠેલા મહાવીરે ભવસાગર તરી ઉતરવાને સમર્થ છે. જેના હૃદયમાં એક દિવ્ય શક્તિ સમાઈ છે તે તેવી હજારો પ્રતિભાઓને ખેંચી લાવવાને શક્તિમાન છે. તે જ પ્રભુપદ પાત્ર છે, તે જ વંદનિય અને સર્વ જગતને પૂજયનીય છે. તેને મારા પૂનઃ પુનઃ નમસ્કાર છે.
जाहेर खबरनु धींग.
(લખનાર –વકીલ વેલચંદ ઉમેદચંદ. અમદાવાદ) કલ્યાણમલ શેઠ નવાનવા શહેર જેવા અમદાવાદમાં પિતાના વતન જોધપુરથી આવેલા છે. તેઓ અમદાવાદ શહેરનાં વખાણ કરવા લાગ્યા “ અમદાવાદ શહેર કેવું ભેજનું છે ! લો શું માયાળુ ! હું તે માણેકચોકમાં ગયે કે “શેઠ, પધારો! આપને શું છે એ છે? રેશમી ધોતી જોઈએ છે? ખેસ જોઈએ છે? રેશમી કાપડ જોઈએ છે? કીનખાપ
એ છે? આપને જે જોઈએ તે ચાલે આપને સાથે આવી અપાતું” એવું કહેતા કેટલાક લોક વગર બોલાવે મારી પાસે આવવા લાગ્યા. કેવા પરગજુ ! હું તદન અજાણયે; છતાં પરદેશી માણસ બીચારે ફાંફાં મારશે તેમ ધારી વિણ ભાગ્યે પોતાની મેળે, મદદ આપવા તૈયાર થઈ ગયા. કેવા પરમાર્થ ? ” આમ તેઓ કહે છે તેટલામાં ટપાલવાળા પેપર કંકી ગયે. ને બોલ્યું. તેમાં મુખ્ય ભાગે મોટા અક્ષરે “ જાતિ ભાઇઓને અલૌકિક બક્ષીશ ” તેવા મથાળા હેઠળ લેખ માલુમ પડયે. શેઠનું ધ્યાન ખેંચાયું, અને મને તે વાંચવા વિનંતી કરી. મેં તે નીચે પ્રમાણે વચ્ચે--
વીસમી સદીમાં માનસિક વધારે બેજાને લીધે, બેસી રહેવાની ટેવને લીધે, કેટલાક લકોનાં શરીર નબળાં પડી જાય છે. ધાતુ ક્ષિણ થાય છે, યાદશક્તિ ઘટે છે. કામ કરવા ઉપર નિરસ્કાર પેદા થાય છે, ઝાડાની કબજીત થાય છે. કમરમાં દુખાવો થાય છે. આમાં પાણી નીતરે છે–આમ થાય છે, ત્યારે દરદીઓ દાકતરે પાસે જાય છે. અને દારૂથી મીશ્રીત બાટલાનાં પાણી પી શરીરને ખરાબ કરે છે, અથવા લેભાગુ વૈદો પાસે જઈ પારા કે હડતાલની બન્મ લઈ શારીરને બીલકુલ નિરમાલ કરી નાખે છે. આથી ઉદેપુર, વિકાનેર, ઇંદોર, જેપુર વગેરેના પ્રખ્યાત રાજ્યવૈદ પ્રશ્નકુમાર મીશ્ર આવા દરદની અકસીર દવાની શોધમાં ફરતા હતા. આબુગિરિરાજ વનસ્પતિ માટે પ્રખ્યાત હોવાથી પોતે ત્યાં પધાર્યા અને ત્યાં સંશોધન કરતા હતા, તેવામાં ત્યાં ફરતાં ફરતાં દૂર જંગલમાં નીકળી ગયા. આગળ ચાલતાં એક ગુફા આવી. તેમાં પોતે દાખલ થયા અને જુએ છે તે મહાન યોગીરાજ સમાધિમાં બેઠેલા છે. વૈદરાજ પણ ત્યાં બેઠા. ઘેડે સમય વ્યતિત થયા બાદ સમાધિ પૂર્ણ થતાં યોગીરાજ જાગૃત થયા. વૈદરાજે સાષ્ટાંગ નમસ્કાર કર્યો અને યોગીરાજની સેવા કરી તેમને સંતુષ્ટ કર્યા. અને આવવાનું પ્રોજન પુછતાં વૈદરાજે પોતાની હકીક્ત નિવેદન કરી.
ગીરાજ તેમના ઉપર પ્રસન્ન થઈ ચમત્કારિક ચંદ્રિકા નામની વનસ્પતિ તેમને બતાવીને કહ્યું કે આ ચીજ તેવા દર૪ માંટે અમુલ્ય છે. વૈદરાજે તે વનસ્પતિ ઓળખી લીધી.