Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ રણકારે. ૨૫૫ रणकारो. (લેખક:-રતનલાલ નાગરદાસ વક્તા. બોરસદ. ) રણકારો નહી એકને, ભક્તિ, જ્ઞાન, ગણાય; સત્ય પ્રેમ ને ટેકથી, વિવિધ પ્રકાર મનાય. વતા. એક વખત આચાર્યસૂરી બુદ્ધિસાગરજીએ કહ્યું હતું કે-રણકારે એવો બજાવતાં શીખો કે જેનો અવાજ યુગના યુગ પાછળની પ્રજાને દ્રષ્ટાંતરૂપ થવાને વારસામાં મલે. આત્મબંધુઓ ! એમ ન સમજશે કે આ રણુકારે તે થાળીને ખડખડાટ, એમ ના ધારશે કે આ રણકારે તે તપેલા કે તાંબાકુડીનો અવાજ, પણ આ રણકારે તો કોઈ જુદે જ છે, તેની મજાને બહાર તો કોઈ ઓર જ છે અને તેની ખુબીને ખ્યાલ તેથી અલકીક છે. રણકારો એક પ્રકારનો હતાજ નથી; તેના વિવિધ પ્રકાર મનાય છે. જેમાં જેની પ્રવીણતા કે સંપુર્ણતા અને તેમાં જ તેને અજબ ખુબીની લહેજત પડે છે. જેમાં જે કુશળ હોય છે તેનું દીવ્ય અને ચળકતું ઝળકતું તેજ હજારે વરસો પાછળની પ્રજાને દાખલા કે દ્રષ્ટાંતરૂપ થવા વારસામાં આવતું જાય છે. સાચે રણકારે તો સત્યને કે એક ઉત્તમ રાજવંશી છતાં વનવગડાનાં અસહ્ય દુઃખો ભોગવતાં અને પોતાની સતી સાધ્વી દમયંતીથી વિયોગ પામતાં પણ સત્યવાદી હરીશ્ચંદ્ર તેને છેડયું નહોતું. ખરો રણકારે તે જ્ઞાનને કે જેને લીધે મહારાજ હેમચંદ્ર આચાર્ય કુમારપાળ જેવા રાજાને પ્રતિબોધી જૈન સાહિત્ય અને સંસ્કૃત વ્યાકરણમાં વધારે કરી અમરત્વ પામી ગયા. રણકારે તે તેનું નામ કે જે દરેકના જીવનમાં નવીન જુસ્સો રેડે અને તેવાજ ટકના રણુકારાને માટે ટેકીલા ને પ્રતાપી પ્રતાપનાં ગીતે આજે પણ ગુર્જર પ્રજામાં ઘેર ઘેર ગવાય છે. જ્ઞાનમંદિરમાં ભક્તિરસના ઘંટને રણકારે નરસિંહ મહેતા અને મીરાંબાઈને પ્રભુપદ પાત્ર બનાવી ગયો છે. ખંત અને આત્મશક્તિના રણકારાથી નેપોલીયન અને શીવાજી મહાનપુરૂના ઇતીહાસમાં છપાઈ ગયા. એ દિવ્ય રણકારો બજાવતાં શી રીતે શેખાય, તે તરફ આ૫નું લક્ષ કયારે દોરાય, આપણને તેમાં સંપૂર્ણ રસ કયારે જામે? તે પ્રથમ તે એટલુજ બસ છે કે બાળપણમાં માતાપિતાની સુસંસ્કારીક કેળવણીની ખાસ જરૂર છે. અમુક વખતે અને અમુક સ્થિતીમાં તેના વિચારો સદઢ બનવા જોઈએ. એટલું યાદ રાખવું જોઈએ કે મહાન થવાને રણકારો બનાવવાને સારુ વિચાર પણ મહાન અને મક્કમ કરવાની ખાસ જરૂર છે. અને તેવાજ વીચારે પરિપકવ થયા પછી આપણને ગમે તે દીશામાં દેડવાને અને અડગ રણકારો બનાવાને સાહ્યરૂપ થઈ પડે છે. રરૂકારાના એ હૃદયમાં કોઈ જુદા રૂપે ફણગા ફુટે છે. માત સેવા અને સ્વદેશ પીતીને ફણગો પણ ઓછા પ્રશંસનીય નથી. તેને બરાબર પપવામાં આવે તો આપણે માથે આવેલી જવાબદારીઓમાંની એક મહાન જવાબદારીમાંથી મુકત થતાં વાર લાગે નહિ.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32