________________ - બુદ્ધિપભા. - -- -- - -- - - -- -- - - - - - - - - - બે કંઈ નબળા તેમજ વગર વિચારતા હતા નથી. કોઈ પણ વાત સહેલાઈથી સમજી જાય એ સ્વભાવ ધણું કરીને હસમુખ, વાર વધારનાર, આશાવંત અને ભરૂસાને પાત્ર હોય છે. સ્પામ અબ્રામાં પણ નીતિની રોશનીને શોધી કાઢે છે તે ડાહ્યા તેમજ લાંબી નજરવાળે મનુષ્ય કહેવાય છે; વળી તે સ્વભાવવાળો મનુષ્ય ચાલુ દુ:ખમાં આવતા દુઃખને જુવે છે તેમજ સુખમાં સુખને જીવે છે. મહાન જંજાલોમાં પણ પોતાનું સુધરવાનું જુવે છે. શોક અને વિપત્તિમાં, હિમ્મત અને જ્ઞાનથી સાથી શ્રેષ્ઠ પવહારીક ડહાપણ મેળવે છે. સ્વભાવે આનંદી રહેવું એ જન્મથીજ મળેલી ટેવ હોય છે અને તે પણ બીજા ગુણોની માફક કેળવીને ખીલાવી શકાય છે. જીવન શ્રેષ્ટ કરવું અથવા ખરાબ કરવું એ સ્વહસ્તામાં છે તે તેમાંથી ખુશાલી કે કંગાલીયાતપણે મેળવવું એ પણ આપણી સ્વજાત ઉપર આધાર છે. જીવન સર્વદા બન્ને બાજુએ દોરાયેલું રહે છે. સારૂ અને નરસું આ બને બાજુએ ( sides) સ્વઈચ્છાથી એકને ઉપયોગ થાય છે. તેને પસંદ કરતાં આપણે આપણી સમજશક્તિ આજનાવીએ છીએ. તેમાં સારી બાજુએ દોરાતાં સુખ મળે છે, અને ખરાબ બાજુએ રડતાં દુઃખના ભેદા થઈ પડીએ છીએ. ત્યારે આ ઉપરથી ચેપ્યું વિદિત થશે કે આપણે આપણી મેળે ખુશાલી અથવા કંગાલીયાતપણું મેળવીએ છીએ. ખરાબ બાજુએ દોર્યા કરતાં સારી વલણ તરફ દોરીયે તે મનને ખુશાલીમાં મસ થવાની ટેવ પાડી શકીયે છીએ. વાદળાંઓને જોઈને તેની પછવાડે છુપાઈ રહેલો સૂર્ય પ્રકાશ જેમ આપણે ભૂલો જોઇતો નથી તેમ દુ:ખ જોઇને દિલગીર નહિ થતાં તેની પાછળ રહેલા સુખને વિચાર કરે. તે પડતા દુઃખમાં કંઈ પણ ડહાપણવાળો અર્થ સમાયેલો હશે એમ ધારી આનંદી સ્વભાવે રહેવું–વર્તવું જોઈએ. આનંદી સ્વભાવ આપણું જીવન પસાર કરવાનું એક મોટું મૂલ છે તેમજ આપણી ચાલચલગત રૂપી દિવાલને એક બચાવીરૂપી કોટ છે. ઉદાર વૃત્તિ, ભલાઈ અને સદગુણે ખીલવવાને પણ તે સરસ છે. સખાવતનો સાથી છે. ધીરજને ધરનાર છે. દયાનો સાગર છે. નીતિથી મનને કાવત આપનાર દવા છે. દાક્તર મારલે કહ્યું છે કે;-“ સાથી સરસ. આનન્દી સ્વભાવ એજ કોરડીઅલ (દારૂ) દવા છે.” તેમજ સોલોમન પણ કહે છે કે “ખુશાલી ભરેલું દિલ દવાના જેવો ગુણ કરે છે.” આવા હસમુખા સ્વભાવના કેટલાક દાખલા લઈશું. મહાન પુરૂષોનાં જીવન ચરિત્ર ઉપરથી પણ આપણને જણાય છે કે જેથી વિશેષ બુદ્ધિવાળા મનુષ્યો હસમુખા અને સતાધી હોય છે. નામ, લક્ષ્મી કે સત્તાને તેઓ લોભ કરતા નથી. મહાન કવિ “કસપીયરે ? તેમજ અન્ય કવિઓના પુસ્તકોમાં પણ નિર્મલ હસમુખાપણાની હામ ઠામ ગવાઇ આપણને ભાસ થાય છે. મીલ્ટન' પણ એક પાશ્ચાત્ય કવિઓમાં શ્રેષ્ઠ પદ ભોગવે છે. દુનિયાની ઘણી જંજાલ અને વેદનાઓમાંથી તેને પસાર થવું પડેલ છે. અંધાપે તેની ઉપર અચાનક આવી પડેલ હતું. તેના મિત્રો તેને ત્યજી ગયા હતા. તેના દિવસે ધણ ખરાબ આવ્યા હતા; છતાં પણ તેણે પોતાના દિલને તેડી નહિ નાંખતાં પિતાને હસમુખો સ્વભાવ ન છોડતાં પિતાના કામમાં આનંદીપણે રહી આગળ સંચરતો હતો. “સર વિશે કેટ’ને સ્વભાવ એવો માયાળુ અને આનંદી હતો કે તેને સર્વજણ ચહાતા હતા. “સરઆઇસેકસ્યુટનનો એક વધુ દાખલે બેધ લેવા લાયક છે. અપૂર્ણ.)