________________
૨૫૪
બુદ્ધિપ્રભા
તિને આદરવાથી સંયમ ગુણની વૃદ્ધિ થાય છે. તેમજ ત્રણ ગુણિને પાળવાથી મોક્ષ મેળવી શકાય છે. તથા પ્રથમ મનોગુપ્તિ તે સારંભ ૧ સમારંભ ૨ આરંભ થકી મનને ગોપવી રાખવું. ગુણથકી નીર્જરા ગુણને અર્થે તેમજ વચન ગુપ્તિ તથા કાર્ય ગુપ્તિ પણ સમજવી. એમ અષ્ટ પ્રવચન માતાને જાણીને તેમજ પાળીને અનંત પ્રાણી સંસાર સાગરને પાર પામ્યા છે. સંખ્યાતા પાર પામે છે. અને અનંતા પાર પામશે. એમ જાણું આ અષ્ટ પ્રવચન માતા ધારશે, પાળશે, તે જીવાત્માઓ પિતપતાના આત્માનું તથા અન્ય જીવાત્મા એનું ભલું કરવા ભાગ્યશાળી બનશે. ઇતિ.
समाचार.
કાઠિયાવાડમાં જૈનશાળાની સ્થાપના. રાજકોટવાળા બારવ્રતધારી છે. જેચંદભાઈ ગોપાળજીના પ્રયાસથી ઉમરાળાવાળા શા. સોમચંદ ગીલાભાઈએ અગીયાર શહેરમાં જૈનશાળા સ્થાપી છે. તે પૈકીના “અસ” ગામે તારીખ ૨૩-૬-૧૪ ના રોજ સ્થાપેલી જૈનશાળાની ત્રમાસિક પરીક્ષાને મેલાવ તા. ૨૩–૯–૧૪ ના રોજ એકત્ર કરવામાં આવ્યો હતો. તેમાં ડુંક મુદતમાં ઘણે સારે અભ્યાસ વધેલો જોઈ મજકુર ગામના આગેવાનોએ મોટી ઉમરના પુરૂષોને અભ્યાસ કરવાને એક ધાર્મીક મીત્રમંડળ સ્થાપ્યું છે. અને મજકુર “ ખસ’ ગામની શ્રાવકાઓએ રૂા. ૨૦) મુંબઈના સ્વધર્મએ રૂા. ૧૦) ને બોટાદના ગાંધી ચત્રભુજ રતનજીએ રૂા. ૧૦) આ જૈનશાળાને મદદ મોકલેલ છે. તેમજ આ જૈનશાળાના પ્રમુખ શા. મોહનલાલ મોતીચંદ અને મેરે શા. જગજીવન ઘેલા, શેઠ મુળચંદ ઝવેરચંદ, શા. શીવલાલ નાનચંદ તથા વસાણું પુરૂષોત્તમ નાનચંદ વગેરેએ આગેવાની ભર્યો ભાગ લીધાથી ઘણું ઉત્તેજન મળ્યું છે. તેથી તેએ ધન્યવાદને પાત્ર છે.
ઉક્ત બારવ્રત ધારી જેચંદભાઇએ મહુવામાં પણ તા. ૧૦-૬-૧૪ ના રોજ જૈનશાળા સ્થાપી છે. તેની પરીક્ષાને મેળાવડો તા. ૧૪-૧૦-૧૪ ના રોજ એકત્ર થયો હતો. તેનું પ્રમુખસ્થાન મહુવા મ્યુનીસીપાલ ખાતાના સેક્રેટરી લાલજી હીરજીને આપવામાં આવ્યું હતું. પરીક્ષાનું કાર્ય શરૂ થતાં ટુંક મુદતમાં ઘણે સારો અભ્યાસ વધે તથા ધર્મનો ઉદય થયેલ જોઇ આગેવાન શ્રાવકોને ઘણેજ હર્ષ થતાં એખરડે કરી દઈ આ શાળાને મદદ કરી હતી. ત્યારબાદ અત્રેના મોદી વછરાજ ધારશી તરફથી જરમન સીલવરના વાસણો તથા આ જૈનશાળાના સેક્રેટરી ઓધવજી રામજી તરફથી પુસ્તકો અને ઉરણવાળા ચત્રભુજ ગલા તરફથી શા છગન કકલ મારફતે આવેલા રૂ. ૧૦) નાં પુસ્તકોના ઈનામ તથા રૂા, ૫ ના પતાસાં પ્રમુખના સ્વહસ્તે વહેંચવામાં આવ્યાં હતાં. મોસુફ સેક્રેટરી ઓધવજી રામજીની ખંત ને આગેવાની તથા માસ્તર ઉજમસી નાનચંદની લાગણવાળી મેહનતનું આવું ઉત્તમ પરીણામ જોવામાં આવ્યાથી સંતોષ જાહેર કરી મોસુક જેચંદભાઇ તથા સમચંદભાઈ આવા ધર્મનાં ઉઘાત અર્થે નિઃસ્વાર્થ સત્કાર્યો કરવા દીર્ધાયુષ અને નિરોગી જીંદગી ભોગવે એમઈછી પ્રમુખને ઉપકાર માની મેલાવડે વીસરજન થયો હતો. આવી રીતે દરેક સ્વધર્મી બધુએ મદદ કરી પિતાથી બનતું કરશે તે જ ધર્મનો ઉદય થશે.