Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ જાહેર ખબરનું ધતીંગ. ૨૫૭ - - - - - - - - - - - - અને અમને જણાવ્યું કે સદરહુ ચીજ ગીરાજ પાસેથી પ્રસાદ તરીકે અમને મળેલી હોવાથી મનુષ્ય જાતિના કલ્યાણાર્થે મફત આપવા ધારીએ છીએ. આ પ્રમાણે આ વનસ્પતિ અમને મળી છે. અને તેની સાથે બીજી દવાઓ મશ્રિત કર્યાથી દવા અપૂર્વ થાય છે તેવી અમોએ ખાત્રી કરી છે. અને રાજા, મહારાજ, જડજો, વકીલ, દાક્તરો વિગેરેનાં પ્રમાણ પત્રકે અમને મળેલાં છે. અમે એ પણ સદરહુ દવા મનુષ્ય ભાખાઓના કલ્યાણાર્થે મફત આપવા યોજેલું છે. અને એક માણસ માટે એક તોલો બસ થાય છે, માટે જેમને જરૂર હોય તેમણે પિતાનું ઠેકાણું સારા હરફે અમને લખી જશુવવું. ભરતક્ષેત્ર મહાન એવધાલય, કાલબાદેવી રાડની ૫૦૦૩૬૮ મુંબઈ કલ્યાણમલ આ સાંભળી છકજ થઈ ગયા. જાતના વાયા અને તે પણ મારવાડી એટલે મફત મળે છે તેમ જ તેમનું મન લલચાયું. આવી બાબતોમાં ઘણું લેકોનું બને છે તેમ તેઓ પણ્ કહેવા લાગ્યા કે મને પણ કમતાકાત માલુમ પડે છે, કોઈ કોઈ વખત ચકરી આવે છે, અને ભૂખ બરાબર લાગતી નથી ( જમ્યા પછી રેલવેની ઝડપથી ભોજનને ઈન્સાફ મળે છે. તેથી આ દવા મેકલવા મારા માટે તમે લખો. મારા અતિથિ એટલે મારાથી ના કહેવાઈ નહીં. તેથી તે દવા મેકલવા મેં તરતજ કાર્ડ લખ્યું. ત્રીજે દીવસે પાકીટ મળ્યું; ખોલતાં, કેટલાંક કાપેલાં સર્ટીફીકેટ, દવાની યાદી અને એક કાગળ મળે. કાગળ નીચે પ્રમાણે હ. સાહબ - આપને પત્ર મળે. તે મુજબ દવાની યાદી આ સાથે મોકલી છે. તે પ્રમાણે દવા બજારમાંથી લાવજે. તેમાં ચમત્કારિક ચંદ્રિકા મીશ્ર કરવાની છે. તેને જો અમને મળે હતો ને તેની માગણી ઉપરા ઉપરી આવવાથી ખુટી ગયો છે. તેની અસરથી સમગ્ર પ્રજ એકી અવાજે વખાણ કરે છે. કમનસીબે તેને જુજ જો અમારી પાસે રહ્યા છે અને માગણુએ ધણજ આવે છે, તેથી અમોએ એમ ધાયું છે કે જે માણસ રૂ. ૫) ખર્ચ શકે તેને તેને લાભ આપવો. સાથેનાં સટશકેટેથી માલુમ પડશે કે તે દવા અલૌકિક છે” આ પત્ર વાંચી અમારા મારવાડી ભાઈબંધ જરા નિરાશ તા થયા, પણ સર્ટીફીકેટ, તથા જાહેરખબર તથા પત્રમાં તેનાં વખાણ વાંચી તેઓ તેના ઉપર એટલા ફીદા થઈ ગયા હતા કે પાંચ રૂપીઆ ખર્ચવા તેઓ તૈયાર થઈ ગયા. પણ હું તો બધું ધતીંગ સમજતું હતું એટલે તેમને ભાળ્યા અને કહ્યું હું કાગળ લખું છું તેનો જવાબ આવવા દો. પછી મેં નીચે પ્રમાણે કાગળ લખ્યો. દ્વારા સાહેબ, આપનો પત્ર આવ્યો, દવાની યાદી આવી અને જે કે માગણું નહતી છતાં સટ્ટફિ પણ આવ્યાં. આપે જણાવેલ પ્રખ્યાત પાકુમાર વૈદ અમારા જાણવામાં નથી. મારે જોધપુરતા માત્ર મારે ત્યાં હાલ છે. તેમના જાણવામાં પણ તે નથી. પણ તેમાં કંઈ નહીં. અમારા જાણવામાં ન પણ આવે. કારણ વિધાન માણસોથી ઘણું લે માહીતગાર હોતા નથી તેવું ઘણી વખત બને છે. અને અમારા જોધપુરના માત્ર તેમને ન ઓળખતા હોય તેમાં પણ આશ્ચર્ય કંઈ નથી કારણ વિધાનની કી મત પોતાના દેશમાં થતી નથી એટલે મારા માત્ર તેમને ન ઓળખે તેમ બનવા જોગ છે. આબુરાજ ઉપર ઘણી જ આશ્ચર્યકારક વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે; એટલે આવી દવા ત્યાં થાય તેમાં પણ નવાઈ નથી.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32