Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ અષ્ટ પ્રવચન માતા. નહિ. બાવથકી યત્નાતે શબ્દ. ૧ રૂ૫, ૨ રસ, ૩ ગંધ, ૪ સ્પર્શ. ૫ વાણું, ૬ પુછણું, ૭ પરિપટણા, ૮ અણુપડા, ૯ ધર્મકથા, ૧૦ એ દશ બેલનું સેવન કરતાં થકાં ગમના ગમન કરવું. ઉપરા પ્રમાણે પ્રથમ ઈર્ષા સમિતિને જે ભાખ્યાભાઓ પરિપૂર્ણ ચારથી, આદરે છે તે જીવાત્માએ સંસાર સમુદ્રની પારપામી પરમ પદના અધિકારી બને છે. એમ શાસનપતિ દેવ શ્રી વર્ધમાન સ્વામીનું ફરમાન છે. તેમજ પુનઃ શ્રી દશવૈકાલીક સૂત્રમાં શયંભવ સૂરી મહારાજ કથન કરે છે કે જયંત્ર ગાયંત્ર, કાનજણg, કર્યાનું , બંધ૪ ૨ યત્ના પૂર્વક ગામના ગમન કરતાં થકાં તથા બેસતાં ઉઠતાં અને સૂતાં થયાં તેમજ યત્ના સહિત ખાતાં પીતાં અને બોલતાં થકાં પાપ કર્મ બંધ થતો નથી. માટે સર્વે સુખાર્થી જનોએ સદા સમિતિનો આદર કરવો. યના સંયુક્ત કાર્ય કરતાં કદાપિ જીવનધાત થાય તો પણ તેને શાસ્ત્રાકાર આરાધક કહે છે, અને ચના રહિતપણે વર્તતાં કમિત્રપિ સમયે જીવઘાત ન થાય તો પણ તે વિરોધકજ છે. એમ ખાસ ભાર દઇને જ્ઞાનીજનોએ કથન કર્યું છે. ઉદાહરણુઃ જેમકે પરમ પવિત્ર મુનિ મહારાજ સચિત્ત જળથી ભરેલી નદી ઉતરે છે ત્યારે શું અપાયેણી વિરાઘના નહિ થતી હોય ? થાય છે જ; છતાં પણ આરાધક છે એમ કહેવાનું પ્રોજન શું ? તે એજ કે યત્ના સંયુક્ત. અને યત્ના રહિત એવા અંગારમર્દકા ચાર્ય પિતાના પગતળે અંગારા કર્યા છતાં પણ તેવણને વિરોધક કહ્યા છે. માટે વીર પ્રભુના વીર બાળકોએ પ્રાન્ત કષ્ટ પણ ઈર્ષા સમિતને ત્યાગ કરે નહિ. હવે આગળ ચાલતા દિતિય ભાષા સમિતિ અને તેના ચાર ભેદનું આખ્યાન શાસ્ત્રકારે આ પ્રમાણે કહ્યું છે. દ્રવ્યથકી ભાષા સમિતિ ૧ ક્ષેત્રથકી ભાષા સમિતિ, ૨ કાલથી ભાષાસમિતિ, ૩ અને ભાવથકી ભાષા સમિતિ, એવ ચતુર્ધા. પુનઃ દ્રવ્યથકી ભાષા સમિતિમાં અષ્ટ પ્રકારની ભાષા સર્વથા બોલવી નહિ, તાથા. કઠોરકારી, ૧ કરકસદકારી, ૨ છેદકારી, ૩ ભેદકારી, ૪ મર્મકારી, ૫ મો સાકારી, ૬ સાવઘકારી, ૭ નિશ્ચયકારી, ૮ ઈતિ. હવે ભાષા સમિતિનો ધારક જીવાત્મા ભાવ બોલે તે કેવી રીતે બોલે તેનું સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે જે અષ્ટપ્રકારની ભાષાનો ત્યાગ કરીને બોલે તધથા. ક્રોધકારી માનેકારી, ૨ માયાકરી. ૩ લાભકારી. ૪ રાગકારી, ૫ દેકારી, ૬ હાસ્યકારી, અને ભયકારી, ૮ એવું સર્વેમળી કુલ સોળે પ્રકારની સાવઘભાષાને ત્યાગ કરી, નિર્વધ અને શNભાષા નિરંતર જે જીવાત્મા બોલે છે તેને ભાષાસમિતિને આરાધક કહ્યા છે. ક્ષેત્રથકી ભાષાસમિતિને ધારણ કરનાર જીવાત્મા રસ્તે ચાલતાં ચાલતાં કાંઈ પણ બોલે નહિ. કાલથકી ભાષા સમિતિમાં પ્રવર્તનાર ભવ્યાત્મા એક પહેરરાત્રી ગયા પશ્ચાત મેટા અવાજથી બેલે નહિ. ભાવ થકી ભાષા સમિતિને સેવનાર પ્રાણી સોદિત ઉપયોગ પૂર્વક નિરવધ ભાષા પરિપૂર્ણ વિચાર કરીને બેલે. ઉપરોક્ત રીત્યા જે જીવાત્મા પોતાની ભાષાને સદુપયોગ કરે છે તે ચતુર્ગતિરૂપ સંસારને અંત કરવા ભાગ્યશાળી બને છે. અને વળી શાસ્ત્રકાર કથન કરે છે કે ભાષા સમિતિ સહિત ભાષણ કરનાર અહર્નિશ લે તો પણ મુનીશ્વર છે અને ભાષા સમિતિ વિના નિરંતર મૌનપણું ધારી રહે તો પણ તે મુનિ–ગુણરહીત છે. માટે અપૂર્વ મનુધ્યાવતાર પ્રાપ્ત થયે તે પિતે પિતાની ભાષાને દુરૂપયોગ ન કરતાં સદા સર્વદા સત્ય અને નિવેધ તે પણ જેમ બને તેમ સ્વ૫ બેલાય તેમ વર્તવું. પરંતુ પ્રાણઃ કષ્ટ પણ અસત્ય

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32