Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ ૨૩૭ ળના અનુભવોનું વિસ્મરણ કરાવી નવીન સત્પથમાં તેને સ્થીર કરી શકાય છે, અને તે પ્રકારનો મહાવરે પડતાં સંકલ્પ સંકેત વિના પણ તે શુભ પથમાં સ્વયં ક્રિયાવિશાલ થઈ રહ્યું છે. ગીતામાં પણ કહ્યું છે કે – चंचलं हिमनः कृष्ण प्रमाथी बलवद् दृढम् अभ्यासेन तुकौंतेय. સગાના ફેરફાર સાથે તેની ક્રિયામાં ફેરફાર થાય છે. જે પ્રકારના મહાવો પડે તે પ્રમાણે તે ગતિમાં રહે છે. સન્માર્ગમાં ચિત્તિને દેરી તેના શુભ સંસ્કારો પાડવાથી મન સંસ્કારી થાય છે; અને જેમ સદિચારોની છાપ દઢ થાય છે તેમ તેનામાં સારાં લક્ષણોનું વલણ બંધાય છે. આથી જ દુષ્કૃત્ય કે દુર્વિચારોનું સ્મરણ માત્ર પણ ત્યજી દેઈ સત્ય અને સદિચારોને મહાવરો પાડવાની જરૂર છે. કહ્યું છે કે, शुभा शुभाभ्यां मार्गाभ्यां वहन्ति वासना सरित् पौरुषेण प्रयत्नेन नियोजनीया शुभपथि ॥ શુભ વા અશુભ માર્ગમાં વહેતી વાસનારૂપી નદીને યત્ન વડે શુભ પંથ તરફ વાળવી જોઈએ. ( યોગવાસિષ્ટ) એથી ઉલટું કૃત્ય કે દુર્વિચારોની ગંધ પણ જવું ન જોઈએ. ઘણે પ્રસંગે અન્યના દુષ્ક વા દુર્વિચાર પતિ તીરસ્કાર દર્શાવવાના હેતુથી જાણે અજાણ્યે મનુષ્ય પોતાના મનમાં સંકલ્પ આવવા દે છે. શરૂઆતમાં તેને આશય શુદ્ધ અને ઉચ્ચ હોય છે. સત્ય પ્રત્યે પ્રેમ અને અસત્ય પ્રત્યે તીરકાર વા ઠેષ બને સહદયતાના ગુણે હેય એમ કપવામાં આવે છે. પરંતુ અધિકાર વિના વા સપથમાં ચિત્તિ સ્થીર થયા વિના વા શુભ સંસ્કારનું બળ વાસના સામે ટક્કર ઝીલવા જેવું પુરતું બળવાન થયા વિનાનું તેનું હૃદય ધીમે ધીમે દુર્વાસનાને પરિચિત થતું જાય છે. કમશઃ સહૃદયતાનું બળ ઘટે છે, તેની અંતર પેરણું નબળી પડે છે અને જેમ જેમ તેને પરિચય વધતો જાય છે તેમ તેમ તે દુર્વાસનારૂપી સરિતાના પ્રવાહમાં ધસડાય છે. એક વિદ્વાન લખે છે કે Vice is a monster of so fright ful mien, As to be bated needs to be seed; But seen too oft familiar with her face, Wo first endure, then pity, thon embrace.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36