Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ २४२ . આ વખત ધંધો બંધ કરી જીવણલાલ ઝવેરી બે ઘડાની ફેટનમાં બેશી ચોપાટી ઉપરના પિતાના બંગલા તરફ જવા નીકળ્યા. તેઓ જૈન હતા. પૈસે ટકે સુખી, ધર્મ અને અંગ્રેજી કેળવણીના સંસ્કારવાળા, ધર્મચુસ્ત પણ ધમધપણુથી મુક્ત, નવા જમાનાને અનુસરી જરૂરીયાતને અનુમોદન આ પનાર, ઔદાર્ય, ઉચ્ચ દ્રષ્ટિવાળા અને નિતિવાન પુરૂષ હતા. ઘોડાગાડી બંગલાના ચગાનમાં ઉભી રહી, પોતે નીચે ઉતર્યા. આર્ય હાઈસ્કુલના વિદ્યાર્થી સરીતચંદે સીલ કરેલી પિટી શેઠ આગળ ધરી. શેઠે સ્મિત ચહેરે પૂછયું “ અલ્યા સરતચંદ આજે છે ઢગ લાગે છે વળી ! ” “ સાહેબ બીજી કેમ કેળવણી માટે ભગીરથ પ્રયત્ન કરે છે, તેથી આયં લોકેએ પણ ઉંધ માંથી જાગ્રત થઈ જમાનાને જવાબ આપ જોઈએ, તેથી દેશ હિત જ ણનાર વિદ્યુત સાગર, નર રત્ન, જૈન સમાજના આચાર્ય મતિચંદ વગેરે મળી ભારત નિવાથી સમસ્ત જૈન લેકે માટે એક મોટા પાયા ઉપર સ્થાયી કેળવણી ફંડ કાઢવાની યોજના કરી છે. તેમાં મહેટા પુરૂષો ફંડ ઉઘરાવવા ફરશે. પરંતુ પિટી એ લઈ ફંડની મદદ માટે અમે વિઘાથીઓને પણ માસ્તરે મોકલ્યા છે. તે પ્રમાણે મને પણ પિટી આપી છે. હું ફંડ ઉઘરાવવા ફરવાની શરૂઆત કરૂં તે પહેલાં આપના મુબારક હાથે શુકન થાય તેવી મા રી નમ્ર વિનંતી છે. ગજવામાંથી સો રૂપીઆનું નેટ કાઢી પેટીમાં કા| મારફતે નાંખી મશ્કરીમાં કહ્યું “અલ્યા છોકરા, ફંડ અને બંડ હું તે કહું છું તું જ પૈસા ભેગા કરી હઈયાં કરી જા. કેશુ પૂછે છે ?” સરીતચંદ્ર કંઈ જવાબ આપ્યા વગર સલામ કરી ચાલતો થયો. જીવણ શેઠ વાળ કરી છેકે પીવા બેઠા. છોકરાની વાત યાદ આવી. “ મશ્કરીમાં પણ મેં છોકરાને ખેટું કહ્યું ” તેમ કહી બહુ પસ્તાવા લાગ્યા. તે વિચારે આખી રાત તેમના મનને પીડા આવી. * આ વાતને દશ વરસ થઈ ગયાં છે. જીવણલાલની પ્રતિષ્ઠાદિન પ્રતિદિન વધતી ગઈ. સરકાર દરબારમાં પણ તેમનું માન વધ્યું. જો કે તેઓ માન અકરામના આકાંક્ષી નહેતા, છતાં તેમની લાયકાતની કદર જાણે તેમને સરકારે જે. પી. અને એનરરી માઇટ્રેટની પદવી આપી. તેને ચાર મહીના થયા હશે તેઓ બીજા માજીસ્ટ્રેટ સાથે બેસતા હતા. તે પ્રમાણે આ જે તેઓ બેઠા. સીરસ્તેદારે તહેમતદાર સરીતચંદ્રને બોલાવવા પોલીસને હુકમ આપે. નામ સાંભળી જીવણલાલ ભડક્યા. તમતદાર પાંજરામાં આવ્યો.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36