________________
૨૫૨
ઉપર કહી ગયો છું તેમજ જેવું વર્તન તેવું જ આપણું ધ્યાન થઈ રહે છે અને આગળ વધતાં આપણે અટકી જઈએ છીએ માટેજ શુભ આચરણ દરેક મનુષ્યને અગત્યનું છે. મનુષ્ય ગૃહસ્થને લાયક તેના ઉત્તમ ખવાસ થી એટલે કે વર્તનથી જ થઈ શકે છે નહી કે પૈસાથી, બુદ્ધિમાને પૈસાદાર વર્ગને ગૃહસ્થ કરી તેમની મશ્કરી કરે છે, જે ખરેખર તે મનુષ્યમાં ઉત્તમ લક્ષણ હેતાં નથી એટલે કે આજકાલના જે કેટલાક મુખ શેઠીયાઓ સદ્વર્તન, મહેનત અને ઉદ્યોગની અગત્યતા ધારતા નથી અને એશ આરામ ભગવે છે તેઓ તે વડીલોપાત દ્રવ્ય વડે આનંદ મેળવવામાં સમજે છે. પણ આજની કેળવાયેલી ન્યાત તેવા મનુષ્યોને શેઠ તરીકે નથી સ્વીકારતી પણ મુર્ખના સરદાર તરીખે સ્વીકારશે. જાત મહેનત કરી, ઉત્તમ વર્તન રાખીનેજ ગૃહસ્થ લાયક થવાની જરૂર છે નહી કે બાપના પૈસાથી એશારામ ભેગવવો.
બીજું લક્ષણ દરેક મનુષ્ય પ્રમાણીક થવાની જરૂર છે. કારણ કે જે તે મનુષ્ય પ્રમાણીક નથી હોતો તે તેનો ઉદ્યોગ સારી રીતે ચાલી શકતો નથી કારણ કે તેની આબરૂ સારી બંધાતી જ નથી. દાખલા તરીકે આજ મીલ ઉદ્યોગનો જે ધંધો વધી પડે છે તેમાં અમુક મીલ સારું કમાય છે
અને અમુક મીલ પેદા કરતી નથી ને ગુમાવે છે. આના કારણને માટે ન દીધું દષ્ટિથી વિચાર કરીશું તે તરત જ સમજાશે કે જે માલ સારું કમાય છે તેને એજંટ પ્રમાણુક હોય છે અને જે મલ દેવાનું કહે છે તેને એજંટ અને પ્રમાણીક હોય છે. ગ્રહસ્થાશ્રમ ખીલવનારે પ્રમાણિક થવાની ખાસ જરૂર છે.
હવે ત્રીજું લક્ષણ એ છે કે દરેક મનુબે સ્વત્વ સ્થાપન કરવું જોઈએ. સ્વત્વ એટલે પિતાનામાં પોતાપણું એટલે કે પિતાની વૃત્તિઓને અનુસરીને વર્તવાનું સામર્થ્ય, પિતાના વાચાર પ્રમાણે વર્તન અને પિતાની ઈચ્છા પ્રમાણે જીવન નિર્વાહ વિગેરે કરે. આ ગુણથીજ પૂર્વે એટલે પચાસ વર્ષ પહેલાં આપણે જે જાપાનને ઓળખને નહાતા તે અત્યારે કેટલી ઉચ્ચાઈએ જઈ શકયું છે.
પૂર્વે આપણો ભારત વર્ષે જે ઉચ્ચ સ્થાતિ ભોગવતે હો તે આ ગુણને લઈને જ. જેટલે જેટલે અંશે આ ગુણ આપણામાંથી ઓછા થતા ગયો તેટલે તેટલે અંશે આપણી પડતી આવતી ગઈ અને પાયમાલ થતા ગયા. આજે વીલાતની પ્રજા તે ગુણનું કેટલું પાલન કરે છે તે નીચેના દષ્ટાંતથી સહજ સ્પષ્ટ થશે.