Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૨૫૧ આ ત્રણ લીટીઓમાં સમાસ અર્થ બહાળે છે અને તે ઘણુઓ ભણે ગયા છે, જાણે છે છતાં સમય આવે ભુલી જાય છે તેજ ખેદ છે. એ ખેદ દુર થાઓ એમ દરેકે પ્રયત્ન કરવા જરૂરી છે. गृहस्थाश्रम शाथी उत्तम शोभी शके (લેખક શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ મુ. પડવણજ.) મનુષ્યોમાને મોટો ભાગ આ વિષયનો અભ્યાસ કરતે હેતે નથી અને આની અગત્યતાની સમજ દરેકની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. દરેક બુદ્ધિવાન ગણાતા પુરૂષો આ વિષયની અગત્યતા સ્વીકારશે. આ પ્રસ્તુત વિષય ઉપર લખવાને અંતર ઉમ ઉછાળા મારવાથી આ સંબંધ લેખ લખવાનું શરૂ કરૂં છું, વળી વિષય પણ ઘણેજ અગત્યનું છે. દરેકને ગૃહસ્થાશ્રમ જે સદા સુખમાં નિર્ગમન થતું હોય તે તે મનુષ્યો બીજા પણું અત્યંત ઉપયોગી કામ કરી શકે માટે તે ઉત્તમ કરવાના ઉપાયો દરેક મનુષ્યને પ્રથમ અગત્યતા ધરાવનારા છે. ગૃહસ્થાશ્રમને ઉત્તમ કરવામાં પ્રથમ દરેક મનુષ્ય એટલે કે સ્ત્રી વા પુરૂષને સગુણી થવાની અગત્યતા છે. ચારિત્ર મનુષ્યની મોટામાં મોટી શક્તિ છે. ગમે તે મનુષ્ય વેપારી હોય, લેખક હય, ધનાઢય છે, અથવા તે વિદ્યાર્થી હોય પણ જે તેનું વર્તન સારું ન હોય તે તે મનુષ્ય આ સંસાર ઉપર નકામે આથડે છે, એમ કહીએ તેમાં કાંઈ અતિશયોક્તિ નથી અને તેથી જ તેવા વિચારો આપણને સૂઝે છે. જો તમને દેવી સંપત્તિની વા દેવી સુખની અભિલાષા હોય તે તમારે તમારું વર્તન શ્રેજીમાં શ્રેષ્ઠ બનાવવું જોઈએ. વર્તન ઉપર બેલતા અંગ્રેજ કવી બર્ક લખે છે કે – Burke has truly said that “ The human system which rests far its bases on the heroic virtuos is suro to have a superstructure weakness of prof. ligacy.” વળી આગળ ચાલતાં આપણે જેટલે ઉંચે ચઢવું હોય તેટલે ઊંચે ચઢી શકીએ છીએ. તેના સાધનો માટે પણ ચારિત્ર ઉંચામાં ઉંચું હોવું જોઈએ. આંતરીક વર્તન સાથે બાહ્ય વર્તન પણ સારું જોઈએ કારણ કે i

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36