________________
૨૪૯
જ્ઞાશા વાલાઓને તે આખે લેખ વાંચવા ભલામણ કરી, નીચેની થોડીક લીટીઓ ઉપર વાંચકેનું ખાસ ધ્યાન ખેંચું છું કેમકે આ સ્થાને આ લેખને ઉદેશ, તે લીટીઓમાં રહેલો સંપ ગુણ અને અરસપરસ સહયક ગુણને આપણામાં પ્રગટ કરવાના છે કે જેની ખામીના લીધે આપણી જૈન સમાજ છિન્ન ભિન્ન દશા અનુભવે છે અને દુનીઆમાં બીજી પ્રજા કરતાં આગળ વધે તેવા ધર્મ તો અને ત્યાગી વૈરાગી સાધુઓ છતાં વિ. ચાર બળની ખામીને લઈ, ગુણાનુરાગ અને મધ્યસ્થતાને દેશવટે દેવાયાથી પાલને પાછળ રહેતી જણાય છે. શું આપણે ચાલુ દશામાંથી ઉંચે નહી આવીએ ? અલબત પ્રયત્નથી આવીશું, પણ જેટલી આળશ તેટલી વધુવાર લાગશે માટે બંધુઓ, જાગ્રત થાઓ ! જાગ્રત થાઓ ! અને શક્તિ અને
સ્વાધિકાર તપાસી તેને યોગ્ય સદુપયોગ કરો. જંતુની જાતમાં પણ આમ બળ કેટલું છે તે તપાસો. કીડીનો એક ચટકા મનુષ્ય ખમી શકતા નથી સંપે પિતાના કુટુંબો અને આખી " કીડી સમાજ” નું પોષણ થાય છે તેનું વર્ણન વાંચે, અને તેમાંનું સારૂ લાગે તે ગ્રહણ કરે. - મિથ્યા અભિમાની માનવિ ! તારા પગ નિચે તું જે અલ્પ પ્રાણીને ઘણું વાર ચગદી નાંખે છે અને ઘણુવાર તેની ચીડને ચટકે પણ અનુભવે છે તે તરફ બારીકીથી
-કાંઈ શીખવાનું મળે છે? ને તેને વેગ, જે તેની ચંચળતા, અટકાવીશ નહીતેના વેગ સાથે તારી નજર દોડાવ; જે સામેથી બીજી કીડી આવી-બેને પરસ્પર સમાગમ ધ્યાનમાં રાખ. અકેકના મહા નજીક લાવી તેમના માથા પર વાળરૂપે બે સાંધાવાળો ઝીણાં અવચ (antennae or feelers) છે તે અકેકને અડકાડી હુલાવે છે. એ શું સૂચવે છે ? પરસ્પર કાંઈ વાત-કીડીઓ એવી રીતે વાત કરે છે યા તે કઈ સંજ્ઞાથી અકેકને સમજાવે છે. એક કીડી કેાઈ સ્થળે કાંઈ ખાવાની વસ્તુ જોઈ આવી પિતાને સ્થાને સાથે વસતી બીજી કીડીઓને ખબર આપવા હર્ષભેર દોડી આવતી હતી. એટલામાં એક સાથી મળતાં તેને તે વસ્તુ અને જગ્યાની ખબર આપી અન્યને ખબર પહોંચાડવા પોતાના દર તરફ જવા માંડયું. દર આગળ આવી, અંદર પણ પ્રવેશી. જે કીડીને માર્ગમાં ખબર મળી છે તેની પુઠે જઇશું. તે જયાં ખાવાની વસ્તુ પડી છે ત્યાં જઈ તેને ખેંચવાનો મિથ્યા પ્રયાસ કરતી જણાય છે, કારણ કે તે વસ્તુ તેના શરીર કરતો કઈ પચાસ સાઠ ગણી મોટી છે. કોઈ મુખેલું અન્ય જતુ છે. એટલામાં તો અસંખ્ય કીડીની હાર દર આગળથી તે વસ્તુ સુધી લાગી ગઈ, ખેંચવાનો પ્રયાસ એકસંપ જારી થયો. વસ્તુ મેટી છતાં, આમ તેમ ગબડાવતી, ઘડીકમાં તેની ઉપર થતી નિચે જતી, સપાટાબંધ દરને નાકે ખેંચી લાવી, આમ તેમ ફેરવી, આખરે અંદર ધસડી ગઈ. વાહ શુદ્ધપ્રાણી ! પેટને ખાતર તારા જેવું એ મન અને સંપ મનુષ્યમાં ભાગ્યે જ જોવામાં આવે છે. મનુષ્ય પોતાને લાભ થતો હશે તો ગુપચુપ સમાળી બેસી રહેશે; પિતાનામાંથી