Book Title: Buddhiprabha 1911 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ ૨૩૯ જાળ વિશાળ-વિસ્તારથી પ્રસરાયેલી છે. “હુજ સારો અને મહારંજ ખરું અને મને જ માન એ માનદશા પણ માયાથી જ થયેલી છે. માયા એ દુર્ગતિની છાયાજ કહે ને ! હવે આ જે દેખાય છે તે સ્થિતિ-પદગલિક પદાર્થોમાં રત રિથતિ. વાળો હું નહિ અને જે આ બધું ક્ષણિક દેખાય છે તે મહારૂં નહિ, હું આ બધાથી ત્યારેજ છું. હું માં હુંજ છું. શુદ્ધ આમદ્રવ્ય તેજ હું–અનંત સુખમય હું-શુદ્ધ જ્ઞાનાદિ ગુણ એજ મારા પદાર્થો-એજ મારું ધન.” આ શુદ્ધ સમજ મેહનું નિકંદન કરવા સમર્થ છે અર્થાત પેલા મંત્ર બીજ નું જોર હઠાવવાને “આ હું નહિ ને આ નહિ માહરૂ ” એ મંત્ર સબળા છે. ઉપજાતિ, મારું નહિ કેઈ ન કેઈનો હું, જુદો એક અતિરવરછ હું છું; માયાવડે હા ! અવરાયલ છું, તેથી જ દુઃખી સ્થિતિ જોગવું છું. જો એક માયાને તજી દઉં તે હું તરતજ સુખી છું. માયામય આ સંસારથી ન્યારો રહું તે હું તરતજ સુખી છું. સુખ મહારામાં જ છે. સુખમયજ હું છું. કસ્તુરી મૃગ કસ્તુરી શોધે એ કેવી મૂર્ખાઈ છે ? તેમજ હું મૂર્ખાઈને વશ થવાથી સુખને બહાર શોધું છું. લવણુ સાગર વાદળી પાસેથી પાણીની આશા રાખે તે કેવું હાસ્યાસ્પદ ગણાય ? તારાથી ખીચેખીચ ભરપુર આકાશ-સરોવરમાં તારાના પ્રતિબિંબની પ્રભાનો સમૂહ દેખી તેમાંથી એકાદ પ્રતિબિંબને, તારે માની લેવાની ઈચ્છા રાખે તો તે કેવું ગણાય ? ખરેખર ! આ માયાવશે અભાગી જીવ બહારના ક્ષણિક સુખને દેખી, તે જાણે નિત્ય ન હોય તેવી રીતે, ઝાંઝવાના જળ માટે હરણીઉં જેમ દેડે છે તેમ તે સુખની પછવાડે અથડાય છે–પણ બિયારે જાણતા નથી કે સુખ પિતામાં જ છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવું એજ તેનું શુદ્ધ દર્શન છે અને તેથી જ માયાથી બચાય છે, આત્માનું સ્વસ સ્થાન જેમણે મેળવ્યું છે તે શ્રી વિતરાગ-શ્રી સર્વ પ્રભુના અનુભવ-વાનું ગ્રંથન શાસ્ત્રનો અભ્યાસ રૂપી દીપક તેજ આ માયાના અંધકારને દૂર કરનાર છે અને તે જ્ઞાન તેજ આત્મજ્ઞાન, આત્મદર્શનાદિ આપનાર છે માટે પ્રથમ તે પગથીઉં આદરવા ચોગ્ય છે. અને તે જ્ઞાન મેળવવાના પ્રયાસમાં કદી પણ પાછા ન પડીએ માટે આપણને દ્રઢ બનાવી રાખનાર, તે પ્રભુના પગલે ચાલનારા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36