Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ જોઈએ. વળી તમેં કહેશે કે આ દુનિયાને ઈશ્વરે પેદા કરી તે ૧૫ પક્ષથી પણ ખરી કરતી નથી—તે નીચે પ્રમાણે -- ૧. આ દુનિયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે ? ૨. દુનિયા ઉત્પન્ન કરનાર રૂપી છે કે અરૂપી છે ? ૩. નિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનન્ય છે ? ૪. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ ? છે. દુનિયા ઉત્પન્ન કરનાર શ્વર પ્રત્યક્ષ દેખાતો નથી તેનું શું કારણ? ૬. દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર કયે ઢંકાણે રહે છે ? છે. આ દુનિયાને ઈશ્વરે દિવસે અનાવી કે રાત્રે ? ૮. આ દુનિયા ઉત્પન્ન થયા પહેલાં જીવો કયે ઠેકાણે હતા ? ૯. આ દુનિયામાં છવો કઈ પશુરૂપ, પંખીરૂપે, મનુષ્ય રૂપે, સૂરી રૂપે, કે જળચર રૂપે એમ જુદા જુદા આકારવાળા દેખાય છે પણ એક સરખા દેખાતા નથી તેનું શું કારણ ? ૧૦. આ દુનિયાને ઈશ્વરે એકકાલાવચ્છેદન ઉત્પન્ન કરી કે કેમ ? ૧૧. દુનિયા બનાવનાર ઈશ્વર ધ્યાળુ છે કે કેમ ? પક્ષપહેલે (દુનીયા ઉત્પન્ન કરવાનું કારણ શું છે તેના જવાબમાં તમે કહેશે કે- ધરે સર્વ જીવોને સુખી કરવા દુનીયા ઉત્પન્ન કરી તે પણ તમારાથી કહેવાશે નહિ કારણકે પહેલાં ત્યારે શું જીવો ભી હતા ? જ્યારે દુ:ખી હતા ત્યારે તે દુઃખ તેમને ક્યાંથી વળગ્યું ? અને તે દુઃખ વળગવાનું શું કારણ તે કહેવું દાએ તો તે કર્મ વિના બીજું કંઈ કહેવાશે નહિં; અને જ્યારે કર્મ માનશો ત્યારે કર્મ પણ જીવની સાથે દુનિયા ઉત્પ. ન્ન કર્યા પહેલાંનું કર્યું તેથી કમ ની સંગત છે એમ નકી કહ્યું અને દુનિયા પહેલાં જીવ અને કર્મ બે વસ્તુઓ સિદ્ધ કરી ત્યારે બીજું શું ઈશ્વરે બનાવ્યું તે દેખાતું નથી વળી જ્યારે જીવની સાથે કર્મ છે ત્યારે તેમાં પહેલું કર્મ કે જીવે તેવો પ્રશ્ન ઉપન્ન થશે ત્યારે પહેલે જીવ યા કર્મ એમાંનું કદ પણ કરી શકાશે નહિ. અલબત બન્ને સાથે છે એમજ કહી શકાશે. જેમ સૂર્ય અને સૂર્ય પ્રકાશ, જેમ કુકડી અને કડીનું બચ્ચું, જેમ રાત્રિ અને દિવસ, જેમ બીજ અને વૃક્ષ, તેમાં પહેલું કોણ છે તે જેમ કહી શકાતું નથી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34