Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ પ્રાપ્ત કરી શકે, વિગેરે સુગુણ પ્રાપ્ત કરાવવા તે વડિલા સુધરેલા હોય તે જ કરી શકે. કેટલાક બાળકે નાનપણથી જ ક્રોધી, દુર્ગુણ, કવ્યાખોર, રીસાળ ગંદા, આળસુ થાય છે અને માતા પિતાદિકના સામા થાય છે. વિનયને નહીં જાણતાં વડીલોનાં અપમાન કરે છે અને પૂર્ણ દુઃખ દે છે તે તમામ દેવ તેમના વડીલેનાજ જાણવા. જેટલા ગુણે માતાપિતાના હશે તેટલા ગુણે તેમનામાં પ્રાપ્ત થશે. જેવું માતાપિતા બાલશે તેવું બાળક શીખશે. જેવી તેમની વર્તણુંક હશે તેવી તે બાળકના હૃદયમાં છાપ પડશે. આવી અશુદ્ધ વૃત્તિના ઉછરેલા બાળકે ધર્મશુદ્ધિને લાયક તો બને જ કયાંથી. માટે પ્રથમ વડીલોએ પિતે વ્યવહાર શુદ્ધિ મેળવવાની ખાસ જરૂર છે. હવે આપણે ધર્મશુદ્ધિ ઉપર આવીએ. ઉપર બતાવેલા લોથી રહિન વ્યવહારિક શુદ્ધિના ગુણોએ કરી વ્યવહારિક શુદ્ધિને પ્રાપ્ત થાય છે. તેઓ માંહેથી કેટલાક જો અપૂર્વ ધર્મશુદ્ધિને મેળવી શકે છે કારણ કે વ્યવહાર શુદ્ધિને પ્રાપ્ત થએલા છો દેવ, ગુરૂ, ધર્મની ઓળખાણ કરવાને આતુર થાય છે અને તે વાજ સમયમાં સમુરૂસમાગમ થતાં થોડાજ વખતમાં ધર્મોપદેશ શ્રવણ કરતાં આત્મશુદ્ધ વૃત્તિઓ જાગૃત થઈ આભદશા તરફ નજર કરતાં પિતાને શુદ્ધાત્મા જે કેવળજ્ઞાન, કેવળ દર્શનનો સત્તાધારક તેને અનેક કર્મ વગણએ વળગેલી વિવેકપૂર્વક જ્ઞાનદ્રષ્ટિથી તેને જુવે છે અને સદગુરૂસમાગમથી ઉત્કૃષ્ટ વૈરાગ્યવડે અનેક જન્માથી નિબિડ થએલી જે અનંતાનુબંધ આદિક કવાયની ચોકડીને દુર કરી શકે છે અને તે કડીના અભાવે પૂર્વે કદી નહીં પામેલું એવું જે સફદર્શન તેને પ્રાપ્ત કરે છે અને તે જીવને અનંતકાળની રહેલી બ્રાન્તીઓ આપોઆપ નાશ પામે છે પછી તે જીવોને શુદ્ધિ અશુદ્ધિ વ્યવહાર નિશ્ચયનું નિશ્ચયજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાનવર દુનિયા વિરૂદ્ધ અશુદ્ધ કર્તવ્ય નિયમપૂર્વક સર્વથા વજે છે. જેમકે શ્રેણીક મહારાજા, કુણવાસુદેવ તે ચોથે ગુણસ્થાને અવિરતિ સમ્યગદ્રષ્ટિ હતા તેઓના ચરિત્ર તરફ આપણે નજર કરીશું તો આપણને તુરત તેઓની વ્યવહારિક શુદ્ધિ અને આમિકશુદ્ધિ દેખાઈ આવશે. જેમ ભરતેશ્વર ચક્રવૃત્તિના તેલના કંટવાનું કણાન્ત. ભરતેશ્વર મહારાજા ચાથે ગુણસ્થાને અતિ સમદ્રષ્ટિપણે હતા અને છ ખંડના રાજ્યની સાર સંભાળ લેતા હતા છતાં પણ નવિન કાર્યોથી વિરક્ત ભાવે રહેતા. તે માહારાજા એક દિવસ ઘેડા ઉપર સ્વાર થઈ પિતાના ઉદ્યાન તરફ જતા હતા, એવામાં એક વણકને એવી શંકા થઈ કે આ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34