Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ કરે પરંતુ કેવળ ધર્માનુકાન ઉપર નિરંતર મન રાખવું વળી વણું ધાર્દિકે કરીને પ્રધાન એવાં તાજું પુષ્પ, ફળ, વસ્ત્ર પ્રમુખ વસ્તુઓ પ્રથમ માતાપિતાને અર્પણ કરવી અને તેઓ તેને ઉપભોગ કરે સતે તેનો ઉપભોગ કરો. જે કદાપિ માતાપિતાને કોઈ પણ વૃતાદિ વિશેષ કારણને લીધે અનુચિતપણું હોય તે તેઓ ઉપભોગ ન કરે તે પોતે કરે. હાલ પંચમકાળને લીધે આ પ્રવૃતિને પ્રાયે લેપ થઈ ગયેલો જણાય છે. ઈગ્રેજી કેળવણી પામેલા યુવાનીઆઓ માતાપિતાનું ઉચિત સાચવવાને બીલકુલ સમજતા નથી. જેમને ત્રણ વખત વંદન કરવાનું જે શાસ્ત્રકાર કહે છે તે તો આવું રહ્યું પણ તેથી ઉલટું કેટલાક તેમને ગાળ દે છે અને મારમારવાને પણ તયાર થઇ જાય છે વળી જ્યારે તેઓ કાંઈક સહેજ કમાતા થાય છે ત્યારે તેઓની નિબંછના કરી તેઓથી જુદા રહે છે. પુત્રની ફર્જ છે કે વૃદ્ધ માતાપિતાદિકની યોગ્ય રીત ચાકરી કરવી પરંતુ આ ફરજ કુપુત્રા ભુલી જાય છે. તેના મનમાં એટલું પણ નથી આવતું કે જ્યારે તે નાનો હતો ત્યારે તેને ઉછેરી માટે કરવામાં તેના માતાપિતાએ કેટલા શ્રમ ઉઠાવ્યો હશે. દાખલા તરિક જુઓ કે શ્રેણક મહારાજના દિકરા કાણુક નાહાની ઉમરમાં અંગુઠાની વેદનાથી પી. ડાતા હતા તે પીડાની વ્યાધિ દુર કરવાને માટે શ્રેણક માહારાજા જેવા મોટા રાજાએ પણ કણકના અંગુઠા છ મહિના સુધી પોતાના મુખમાં રાખે હતું. આ બધું શાને માટે ? પિતાના દિકરાનું દુઃખ નિવારણ કરવાને માટે. જુઓ કે દિકરાએ આ ઉપકારનો બદલો કેવી રીતે વાલ્યો. બાપને લોઢાના પાંજરામાં પુર્યા અને પિતાથી બને તેવા દુઃખા કર્યા. સુપુત્રનું આવું લક્ષણ હોઈ શકે નહીં માતપિતા તે એકતીર્થ સમાન છે. માટે તેમનું જે કાંઈ ઉચિત સાચવીએ તે ઓછું છે. ઉપર કહી ગયા કે માતપિતા નવીન આવેલા ફળ ફુલ ઈત્યાદિ ભગવે તે પોતે ભોગવવાં પણ હાલ કાળમાં તે પ્રવૃત્તિ પણ દેખાતી નથી. હેટેલા, કલબો, ઇવનિંગ પારીઓ અને બીજી અનેક સંસ્થાઓએ અને ઘરમાં પેહલા કુરીવાજોએ તે પ્રવૃત્તિને મુળમાંથી ઉખેડી કાઢી છે. હોટેલમાં ગયેલો એક યુવાન અગર કલબમાં બેશી સારી સારી વાત કરી સારા સારા ભાજન લેતા અને પિતાના માથી વીટાએલો યુવાન પોતાના માતાપિતાનું તથા પુત્ર પુત્રિએ વીગેરેનું શી રીતે સ્મરણ કરી શકે? આ શું જણાવે છે ? ચંખી રીતે તે જણાવી આપે છે કે તેના માતા પિતા પુત્ર પુત્રાદિક ઉપર તેને પુરતો પ્રેમ નથી. જો તેમ ન હોય તો તેને આવી રીતે નીય હાટે અને કલમો વિગેરેમાં પિનાના રવજનોને

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34