Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ખાત્રી માત્ર મહારામાં વિશ્વાસ એજ. એમ છતય જે જરા પણ સંદિગ્ધતા રહેતી હોય તો પૂછે નલિકા દાસીને?” વરૂપાએ ખાત્રી આપી, “ હશે હું જોઉં છું કે દેવકુમાર તેના કાર્યમાં કેવો ફાવે છે ?” પ્રભાતસિંહ ક્રોધાવિત થઈ બાયો. “ જુઓ તો ખરા જે પિતાએ પુત્ર પ્રત્યે પૂર્ણ વાત્સલ્ય દશવી તથા આધાર આપી તેના જીવનને ઉત્તમ બનાવું, તેજ પિતા પ્રત્યે આવી અને ગ્ય વર્તણક!” સ્વરૂપાદેવીએ ચાવી ફેરવવા માંડી. (સ્વગત ) મેં આવું નવું જાણ્યું કે દેવકુમાર આવી અમર્યાદ વતણુક ચલાવી આવું ખેદકારક પરિણામ લાવશે. અરેરે ! તેને આ શું કાર્ય સુઝયું. તેનું હૃદય તે બહુ વિશુદ્ધ લાગે છે. શું દેવી કહે છે તે ખરૂં હશે ? (પ્રકાશ) હજી પણ મને દેવકુમારના કાર્યો સંબંધે પૂરી ખાત્રી થતી નથી.” પ્રભાતસિંહ બી. “આપને મહારા વચનમાં કયારે વિશ્વાસ આવે છે ? જે દેહને મેં મારું સર્વસ્વ અર્પણ કર્યું તેની આગળ હું સ્વપને પણ કેમ અસત્ય શું ? આપના દુ:ખમાં હું ભાણું છું.” સ્વરૂપમાં સ્ત્રી ચરિત્ર સંખ્યું. ( એટલામાં નવલિકા આવી ) “ખમ્મા બાપુને.” એમ કદી નલિકાએ પ્રભુનસિંહનાં ઓવારણાં લીધાં. “ નલિકા! આજ દ્વારા ચહેરા પર ઉદાસીનતા કેમ દીસે છે ? ” સ્વરૂપાદેવીએ પૂછયું. “ બાથી ! એ તો રહે જ.” “ ને ના, મહારા સમ પણ કહે તો ખરી, ” સ્વરૂપાએ આગ્રહ કર્યો. “ શું કહું બાશ્રી ! જીભ ઉપડતી નથી. ” એટલું બધું શું છે કે જે કહેતાં આટલી બધી ખેંચતાણ. ” પ્રભાતસિંહ બા. “ લે જે, હવે સ્વામીનાથન પણ આ છે અટલે કહ્યા વગર નહિં જ ચાલે. ” દેવીએ કહ્યું. પણ કહેવામાં કંઈ ફાયદો નથી ” દાસીએ કહ્યું. હશે ફાયદો હોય કે ગેરકાયદે પણ કહ્યા વગર તો નહિ જ ચાલે.” સ્વરૂપાદેવીએ આગ્રહપૂર્વક ભલામણ કરી. “ અરેરે ! શું કહું બા સાહેબ' એમ કહેવામાં નલિકા સંકે હુસકે રવા લાગી.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34