Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ ભરતેશ્વર મહારાજાને માથે છ ખંડના રાજ્યની ક્રિયાઓ અહોનીશ ચાલી આવે છે તો એ જીવનું ક્યારે કલ્યાણ થશે ? એવી શંકા થવાથી માંહોમાંહે પૂછવા લાગ્યા, એટલામાં તે વાતની ખબર તરત મહારાજાને પડી કે તુરત તેના મનનું સમાધાન કરવા સભા સન્મુખ તેને બોલાવી તેના હાથમાં પૂર્ણ તેલથી ભરેલો એક વાટકો આપી તેની સાથે ઉધાડી તરવારે સીપાઈઓ રાખીને સીપાઈઓને હુકમ કર્યો કે આ વણીકને આપણી નગરીમાં બાવન બજાર, રાશી ચકલા, તેમાં થતાં તમામ નાટક વિગેરે તમામ રચનાઓ બતાવશે પરંતુ ત્યાં જતા અગર જોતાં આ વાટકામાંથી તેલનું એક પણ ટીંપુ તેના હાથમાંથી નીચે પડે કે તરત તેનું મસ્તક કાપી નાંખને આ હુકમ આપી વણીક તથા સીપાઈને વીદાય કર્યો. તે વણી કે તમામ ચા, બજાર, નાટક વગેરે જોયા પણ તે તમામ દિવ્ય વ્યવસ્કારવૃત્તિથી જોયા પણ નિશ્ચય આમિક વૃત્તિ તે તેલના વાટકામાંજ રહેલી હતી, તે પ્રમાણે વાટક સહીસલામત ભરતેશ્વર મહારાજ પાસે લાવી મુકો. પછી તેને કેટલાક બોધ કરતાં આમશુદ્ધિ વૃત્તિ જાગૃત થઈ. વ્યવહારવૃત્તિનું પણ જ્ઞાન થયું. કૃત્ય, અકૃત્ય, ભલ અભક્ષનું ભાન આવ્યું એવીજ રીતે થે ગુણસ્થાને છ અશુદ્ધ લોકવિરૂદ્ધ કર્તવ્યો છડી શુભ વ્યવહારવૃત્તિ અંગીકાર કરે છે. જેવાં કે પુન્ય, દાન, વિવેક, નમ્રતા વિગેરે પણ શુક્ર વૃતિએ તો તે કર્ત ને પણ શુદ્ધ વૃત્તિથી છાંડવા જોગ બંધનતુદા માને છે. માત્ર એક આમિક દશામાં રમણના કરવી તેનેજ બંધનથી મુક્ત થવાને હેતુ સમજે છે, આમ અનુક્રમે વધતાં પાંચમે ગુરુસ્થાને અપ્રત્યાખ્યાની ચોકડીનો ટોપસમ થવાથી કમવાર ઉંચી પાયરીએ ચઢતાં વિશેષ આત્મશુદ્ધિને પામી, અને શ્વર ભગવાનને કહેલા નિયમે, પ્રજ્ઞાઓ જાણી, પ્રત્યાખ્યાન, પ્રજ્ઞાઓ યથાશકિત આમ ઉપયોગ અંગીકાર કરી બંને વૃનિએ શુભ, શુદ્ધ વર્તે છે. આ જીવો ચારિત્રને વેગ્ય કહેવાય છે. તેવા જીવો ચારિત્ર અંગીકાર કરી સિદ્ધાન્તને અનુસરી લેકવિરૂદ્ધના વર્જિ વિચારે છે કેમકે નીતિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-- यद्यपि शुद्धं लोकविरूद्धं, नाकरणीय, नाचरणीयम् । એ વચનને અનુસરીને વર્તે છે તેમજ આપણે જેને સિધાન્તોમાં પણ કવિરૂદ્ધતા વર્જવી કહેલી છે જેમકે સાધુઓએ તલાવ નદીના કાંઠે બેસી આહાર કરવો નહિં. અચેત પાર્ગ પીવું નહિં, નિદ્રા અલ્પ, વિગેરે લોક

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34