________________
વેપારને માટે મશહુર અને ધનાઢય તેમજ રાજ્યભક્ત તરીકે ગણાતી જેન કામની હાલ સ્થિતિ તે જુઓ ?
આપ જુઓ તો ખરા કે આપણી કામમાં કેટલા સીવીલીઅન છે. કેટલા બેરીસ્ટર છે – કેટલા કેળવણીની બાબતમાં અગ્રગણ્યપદ ભોગવે છે, કેટલાક રાજ્યદ્વારમાં મળે છે ? યા તે રાજ્ય પ્રકરણમાં ઉચ્ચ પદવી ભોગવે છે. કેટલા કામના ભલાને માટે કમર કસી બહાર પડ્યા છે. કદાચ કઈ હશે તો તે પણ “ સમુદ્રમાં બિંદુમાત્ર ” આનું મુખ્ય કારણું આપ તપાસશે તો તે કેળવણીની ખામીજ છે. ઈસંડ પણ કેળવણીના પ્રતાપે ચઢયું–-જાપાન પણ કેળવણથી જ આગળ વધ્યું. માટે અમુક કામ કે દે કે રાજ્ય કેળવણી હશે તેજ આગળ વધવાનાં. બાકી તે વિના ઉદયની આશા રાખવી તે હવામાં કિલ્લા બાંધવા સમાન છે. માટે બંધુઓ ! હવે તેવાં ખાતાંઓને સતેજ કરે. સખાવતના પ્રવાહની નિક હવે થોડી થેડી તે આ તરફ વાળો. આપ સઘળાને ખબર તો હશે કે વલોણું કરતી વખતે જે જે હાથની એટલે ડાબા કે જમણ જેની જે બાજુએ જરૂર હોય તે વખતે તે હાથ લંબાવીએ છીએ. આ શું બતાવી આપે છે તેનો જરા ખ્યાલ કરે. વિરભગવાનની આજ્ઞા મુજબ આપણે સાતે ક્ષેત્રમાં પૈસા ખરચવાના છે. પરંતુ જે જે વખતે જે જે ખાનાંને જરૂર હોય તે તે વખતે તે ખાતાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી પૈસાનો સદુપયોગ કરવા. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પ્રમાણે દરેક સમયે, દરેક પ્રસંગે દરેક સ્થિતિઓમાં વર્તવું એ જૈન ધર્મને મુંદ્રા લેખ છે માટે સર્વે બંધુઓને વિજ્ઞપ્તિ કે આપ આ બાબત ઉપર લક્ષ આપશે ને મેં જે આપના આગળ દલીલ ગુજારી છે તે ઉપર આપનું હમેશાં લક્ષ ખેંચશે.
- પૂજ્ય મુનિવરો ! તમે અમારી કામના સ્તંભ છ–નાયક છે–શિરછત્ર છે—માટે આ બાબતને લોકોને બોધ આપશે. આપ વર્તમાનપત્રો વાંચતા હશે તેથી આપણને ખબરજ હશે કે હાલમાં જેનોમ વેપારમાં વસ્તી માં. અને પસે કેટલી ઘસાતી જાય છે. અમારી સધળી ઉદયની આશા તમારા આધારે લટકેલી છે. માટે આપ પૂ આવાં ખાતાને મદદ કરાવશે. આ સદ્ધર્મ ભક્તિનું તેમજ સંઘની સામાજીક સુધારણાનું કામ છે માટે તે પ્રત્યે હમેશાં ઉદાર દીલ રાંખશે. સામીવાત્સલ્ય એટલે સ્વામી ભાઈઓનું ખરેખરૂં હિત શાથી થાય તે તેમને ખરા રૂપમાં સમજાવશે. એવી અંતિમ આવ્યા છે.
લી. શેવક. વ્યવસ્થાપક,