Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ ન.... વાહ વાહ. ત્યારે દુનિયા બનાવવાનું શું પ્રયોજ રશ્વરને છે ? દુનિયા ઉત્પન્ન થાઆ વા ન થાઓ તેની અશ્વને શી દરકાર છે તે બતાવો. કવાદી–મહેરબાન. જરા વિચારો તો ખરા. મારે કહેવું કંઈ મારા ઘરનું નથી પણ શાસ્ત્રનું છે. જેને જે સ્વભાવ છે તેમ તે કયાં કરે. ઈશ્વરમાં દુનિયા ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે તેથી કરે છે. તેમાં તમને કેમ સમજણ પડતી નથી, મારા મિત્ર તમારું કહેવું તમારા ઘરના શાસ્ત્રનું હેવ કે પરમેધરના ઘરના શાસ્ત્રનું હાવ પણ જેમાં યુક્તિસર કથન હાથ અને અનુભવમાં વાત આવતી હોય તો તે વાત પ્રમાણ છે. તમે એ કહ્યું કે દરને દુનિયા રચવાને સ્વભાવ છે તેથી દુનિયા બનાવ્યા કરે છે. તેના પ્રત્યુત્તરમાં અમે કહીએ છીએ કે ઇશ્વરનો સ્વભાવ નિત્ય છે કે અનિત્ય છે. જે ઇશ્વરનો સ્વભાવ નિત્ય હોય તે સદાકાલ નવી નવી હજરો દુનિયા બનાવવાનો અને કદાપિ કાળે તે થકી નિવૃત્તિ પામશે નહિ અને ઈશ્વરને સ્વભાવ છે અનિત્ય માનશો તે તે થકી ઉત્પન્ન થયેલી દુનિયાને પણ નાશ થવાનો અને અનિત્ય સ્વભાવ કાય રૂપ થયો તે તે સ્વભાવનો બનાવનાર પણ બીજો કોઈ અર્થે ત્યારે ઈશ્વરના સ્વભાવથી આ દુનિયા ઉત્પન્ન થાય છે, આ વચન પંકજડાવત છેટું કર્યું. વળી અમો તમને પૂએ છીએ કે ઈશ્વરને સ્વભાવ જ્ઞાનમય છે કે અજ્ઞાનમય છે. જે ઇશ્વર નો સ્વભાવ જ્ઞાનમય હોય તો તે થકી બનેલી દુનિયા જ્ઞાનમય હેવી જોઈએ પણ તેમ દેખાતું નથી. વળી ઈશ્વરને સ્વભાવ અજ્ઞાનમય છે એમ તે તમારાથી કહી શકાશે નહિ માટે ઇધરનામાં દુનિયા બનાવવાનો સ્વભાવ છે એમ કહેવું તે અસિદ્ધ કર્યું. વળી અમો પૂછીએ છીએ કે ઈશ્વરનો સ્વભાવ દર થકી ભિન્ન છે કે અભિન્ન છે, જડ છે કે ચંતન છે, તેમાંનું તમારાથી કાંઈ પણ કહેવાશે નહિ, કહેશે તે પૂર્વોક્ત રીતિ મુજબ પણ આવી ખડાં થશે. વળી ઇશ્વરને રવભાવ દુનિયા બનાવવાનો નથી એમ કેમ નહીં કહેવાય ? માં ઈશ્વર દુનિયા ને બનાવ નથી એ વાત સિદ્ધ છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34