Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ ૨૬૩ થયો નથી. બાલ્યાવસ્થામાંથી દરેકને જૈનધર્મનું જ્ઞાન આપવાની ખાસ આવશ્યક્તા છે, રણક્ષેત્રમાં મરણીયા થઈ છે તે જય લકમી વેરે છે તેની પિ પૂવાચા પ્રયત્ન કરતા હતા. તેવી રીતે હાલ પણ પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રાવક કરતાં સાધુ અનંતગણું આમહિન કરી શકે છે. ભગવતીસૂત્રમાં કહેલું છે કે, શ્રીજૈનશાસન, શ્રી સાધુઓથી રહેવાનું છે, સાધુઓજ જગતના ઉદ્ધારક છે. ગૃહસ્થવર્ગ તો સદાકાળ ભક્તજ રહે છે, કેટલાક ધર્મમાં ગૃહસ્થ ગુરૂ હોય છે પણ જૈનધર્મમાં તે સાધુઓજ ગુરૂ હોઈ શકે છે. શ્રી વીરપ્રભુના સૂત્રોના અનુસાર જેને કહેવાય છે શ્રી વીરપ્રભુનાં સાથી જેની શ્રદ્ધા વિરૂદ્ધ હોય એવાથી જેનોન્નતિ થઈ શકતી નથી, જેનો ! ! ! જો તમે તમારા ધર્મની જાડેજલાલી કરવા ધારતા છે તે અવશ્ય જેનતત્વની કેળવણી લેશે. જેનોની ઉન્નતિના નીચે પ્રમાણે ઉપાયો મારી બુદ્ધિમાં ભાસે છે તેને અન્યને બોધ થવા માટે અત્રે જણાવવામાં આવે છે. ૧ જૈનધર્મના પ્રાચીન ગ્રંથો લખાવીને તથા છપાવીને ઉદ્ધાર કરવો જોઈએ. ૨ કાશીની જનસંસ્કૃત પાડશાલાની પ માટી ચાર જૈનસંસ્કૃત પાઠશાલાઓ થવી જોઈએ. તેમજ અમદાવાદની જેન બોડીંગ જેવી બોડીંગે ધર્મની કેળવણી શુભ અપાય તેવી થવી જોઈએ. ૩ આખા હિંદુસ્તાનમાં વસતા જેનેને વ્યવહારિક કેળવણીની સાથે એકદમથી એકભાષામાં જૈન તત્વજ્ઞાન મળવું જોઈએ. અને તે માટે પુસ્તકો તથા જૈન શિક્ષકો તૈયાર કરવા જોઈએ. ૪ પ્રાચીન જૈનશિલાલેખે અને પ્રાચીન જૈનધર્મને સાબીત કરનારા અનેક પુરાવાને સંગ્રહ કરી એનું પુસ્તક રચવું જોઈએ. ૫ આચાર્યો ઉપાધ્યાઓ, સાધુઓ સાવીઓની ઉન્નતિ માટે તેમની વિયાવચ્ચે થવી જોઈએ. તેમને ભણાવવામાં ધનનો વ્યય કરવો જોઈએ. ૬ જમાનાના અનુસારે જૈનપુસ્તકે કેટલાંક નવાં રચાવાં જોઈએ. છ જૈનધર્મને ફેલાવો કેવી રીતે કરવો તેના વિચાર માટે એક સાધુઓનું મંડળ ભરાવું જોઈએ અને તેમની આજ્ઞા અનુસારે થાવાએ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૮ જેના સંબંધી અન્ય ધમાં આ આક્ષેપ કરે તે માટે વાદિ મંડલ સ્થાપવું જોઈએ કે તે પ્રસંગે પ્રસંગે આપના જવાબ આપતું રહે. ૯ જૈન યોગજ્ઞાન, મંત્રજ્ઞાન, વગેરેના અભ્યાસ સાધુઓ થઈ શકે એવા ઉપાયે ઘવા જોઇએ.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36