Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ २८२ ઉંચા પ્રકારની કેળવણી લેઈ વિશેષ બુદ્ધિબળ સાથે તે ગમે તે ઉદ્યોગમાં જોડાઈ શકે ? છતાં એટલું તો નિર્વિવાદ છે કે જેમ મનુષ્ય વિશેષ બુદ્ધિબળ સહિત અમુક ધંધામાં પ્રવૃત્ત થાય તેમ તે સરળતાથી સ્વ–અર્થ સાધી શકે છે. માનસિક શક્તિઓના અને મુખ્યત્વે બુદ્ધિના વિકાસના આ હેતુને લક્ષમાં લેનેજ કેળવણીનાં મૂળતત્વો નિર્ણિત થયેલાં છે. તેમાં અમુક ધંધાની હતું જ પ્રતિલા આપવામાં આવેલું નથી, સારાંશ કે અમુક ધંધાના અનુભવ પ્રાપ્ત થાય તેવા હેતુનો તેમાં સમાવેશ કરવામાં આવેલા નથી. આનું વાસ્તવ કારણું બુદ્ધિ વિષયક માનસિક વિકાસને પુરતો અવકાશ આપવાનું હોય એમ જણાય છે. બુદ્ધિને વિકાસ થયે ધંધાના અભ્યાસ અને ઉપયોગ દ્વારા સ્વતા અને ભવ પ્રાપ્ત થઈ શકે છે. આ હેતુથી જેનોએ પણ પોતાનાં બાલંકાને કોઈ પણ ધંધામાં જોતાં પહેલાં બુદ્ધિને વિકાસ કરનાર ઉંચા વિષયોનું સંગીન જ્ઞાન આપવું જોઇએ, કે જેથી વ્યવહારમાં તેમનાં બાળકો ઈનર કેળવાયેલી પ્રજાનાં બાળકોની માફક સુશિક્ષિત, વિવેકી અને દા થઈ શકે ! પારસી વગેરે અન્ય કામોની જાગૃતિ પ્રતિદષ્ટિ કરતાં એ સ્પષ્ટ સમજાય તેમ છે કે જૈનેનું દષ્ટિ બિંદુ પણ ધંધાને ઉપયોગી ઉપરોટીયું મ્યુલ જ્ઞાન-બુદ્ધિ અને અનુભવ મેળવવામાં જ પરિસમાપ્ત થવું ન જોઈએ. પૂર્વોક્ત રીતે કેળવણીને ઉદ્દેશ મનુષ્યને તેની વ્યાવહારિક સ્થિતિ, દર અને તે પ્રમાણેનું તેનું કર્તવ્ય શોધી કાઢવાને દેરવાનો છે. આ ઉદેશની સિદ્ધિ અર્થે જૈન બાળકોને જમાનાની હાજતેને અનુસરીને કેળવણી આપવાની આવશ્યકતા છે. જૈન બાળકને સામાજીક રીતરીવાજ આદિની વ્યાવહારિક હાજતે પ્રમાણેજ ફક્ત નહિ પરંતુ ઇતર પ્રજાની હરિફાદમાં તેને દરóને ઉત્તમ રહી શકે તેને વિચાર કરી તે ધરણે કેળવણી આપવાની આવશ્યકતા છે. પૂર્વે જીવન નિર્વાહ ચલાવવાની લાયકાતના હેતુને અર્થાત સુખી જીવનના હેતુને આપણે બાદ કરીએ તો કેળવણીનો મુખ્ય ઉદ્દેશ માનસિક વિકાસને રહે છે. તે મનોબળ વધારે છે. સમ વિષમ ગમે તેવા સંજોગોમાં સુશિક્ષિત મનુષ્ય પોતાની મનની સ્વસ્થતા જાળવી શકે છે. જે ગાયન અને ફટ વિષનો તેને સહનશિળતાથી અભ્યાસ કરવો પડે છે તેમાં તેની અકાપ્રતા કેળવાય છે. એકંદરે નૈતિક અને રસાનાની-સહૃદયતાની કેળવણી બુહિની કેળવણીથી જુદી પડી શકતી નથી. જૂનાધિક અંશે તે શક્તિઓને વિકાસ પણ બુદ્ધિની કેળવણીમાં સમાયેલે હોય છે. સહૃદયતાની શક્તિ અનુ. બંને સત્વગ્રાહી બનાવે છે. વસ્તુની કેવા પ્રકારની રચના કુદરતને અનુકૂળ થઈ શકે ! અમુક વ

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36