Book Title: Buddhiprabha 1909 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૨૮ એ સ્વતઃ સિદ્ધ છે. હવે જો કે બાળકને આમનિગ્રહને મહાવરો પાડવાની જરૂર છે, છતાં તેમાં દીર્ધદષ્ટિની આવશ્યકતા છે તે મહાવરો એવી રીતે પાહવે જોઈએ કે બાળકની સ્વમાનની, ન્યાયની અને સ્વતંત્રતાની કુદરતી છે ક્તિઓ નિર્મળ ન થાય ! કારણ કે કેટલાક એવા મનુ દૃષ્ટિએ પડે છે કે જેઓ અતિ લાડમાં પોતાનાં બાળકોને સ્વછંદી બનાવે છે ત્યારે કેટલાએક તેમને વારેવારે સતાવીને અને નિરંતર ટપકા આપીને ભાર, બીકણ, પરતંત્ર અને પરાધીન બનાવે છે. આવાં બાળકો ભવિષ્યમાં કાંઈપણું મહત્વનું કાર્ય કરી શકતાં નથી. તેમાં સ્વમાનની લાગણી હાની નથી. તેમાં ન્યાય માટે ઉચ માન હેતું નથી, તેઓમાં નિતિક હિમ્મત અને દટતાના ગુખાને આવિભૉવ થત નથી ભય, ઉપાલંભ કે શિક્ષાના ત્રાસથી તેઓ અમુક કાર્યથી દૂર રહે છે પરંતુ જ્યારે સંયોગો દૂર થાય છે ત્યારે વિચાર શક્તિના કે દાતાના અભાવે તેઓ પુન: તે કાર્ય માં ઉઘુક્ત થાય છે. આ હેતુથી કાંઈ પણ કાર્ય અકાયો ની શિક્ષા બાળકને સદધ સાથે તેના પરિણામો સમજાવીને થવાની જરૂર છે, કે જેથી બાળકના કુદરતી આનંદનો નાશ ન થતાં તેની સ્વતંત્રના યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે. સ્વલ્પમાં બાળકને ઉંચા પ્રકારનું બુદ્ધિ બળ આપવું જેટલું આવશ્યક છે તેટલું જ બદ્ધ તેથી પણ વિશેષ તેના હૃદયમાં ઉચ્ચ સંસ્કાર પાડવાની જરૂર છે. બાળક સંયમી, ઉદાર, સહનશિલ આનંદી અને પ્રમાણિક થાય, સુજનતા, વિનય, દયા અને પરોપકાર આદિન સ ગુણોને તેના હૃદયમાં સંચાર થાય છે તે નિષ્કપટી. દઢ અને હિમ્મતવાન અને પરાક્રમી થાય એવા સંયોગેનો જ તેને મહાવરો પાડવાની જરૂર છે. શિક પુરૂના ચરિત્રના શ્રવણ અને મનનથી તેમનું અનુકરણ કરવાનો મહાવરે પડતાં તે ઉચ્ચગ્રાહી અને ઉન્નત થઈ શકે ! આમજ કેળવણનો અંતિમ ઉદ્દેશ સમાયેલું છે. અને મહારાજા સયાજીરાવે તે નામદારના ભાષણમાં જેમ કહ્યું છે તેમ કેળવણીનો ઍક અને ઉચ્ચત્તમ હેતુ જ્ઞાનસંપાદન કરવામાં જ નહિ પણ ચારિત્ર્યના બંધારણમાં સમાયેલું છે. દુનિઆના ઈતિહાસ અને સાહિત્યનું જ્ઞાન જીવનમાં જે સત્ય અને પ્રમાણિક છે, અથવા જે ઉચ્ચ અને ઉમદા છે, તેના ઉત્સાહથી જે મનુષ્યને પ્રોત્સાહિત ન કરે તે મિયા છે. આથી નિતિક કેળવણીના હેતુની અગત્ય સિદ્ધ થાય છે. નૈતિક કેળવણીને પ્રારંભ બુદ્ધિની કેળવણી સાથે બાલવીજ થી જોઈએ- કદાચ બુદ્ધિની કેળવણી અમુક વયે

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36