Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ પુસ્તકમાં સ્થળસંકોચને લીધે અમે તે વર્ણવી શકતા નથી. ઘણીવાર પશુએએ-મુખ્યત્વે કરીને કુતરાઓએ–પિતાના મિત્ર માલિક અથવા કોઈ ભુલા પડેલા મુસાફરના પ્રાણ બચાવવાને અથવા આવતા ભયની ચેતવણી આપવાને પિતાની જાતને ભયમાં નાખેલી છે. મેં થોડા દિવસ ઉપરજ એક દેનિક ૫ત્રમાં આ પ્રમાણે સમાચાર જોયા હતા કે રીઝલંડના એક પર્વત પર બેરી નામના કુતરાનું સમારક ચિન્હ બનાવવાનું છે. જે કુતરાએ પોતાની જિંદગીમાં ચાલીશ માણસના જીવ બચાવ્યા હતા તે પ્રસિદ્ધ સેંટબર્નાને ફતરો હતો. - પશુઓની ભક્તિ અને પિતાને પ્રાણ ત્યાગ કરીને પણ કરેલી સેવા નિમિત્તે રસ્થાપન કરવામાં આવેલા બીન મારકથંભ રોપવામાં આવેલા છે, તેની મને ખબર છે. કેટલાક મનુષ્પોની જીવનયાત્રામાં પશુઓએ પિતાના પ્રાણ આપીને એવા પ્રકારની સેવા બજાવી છે કે તે મનુષ્ય જન્મપત તે પ્રાણીને ઉપકાર માને છે, અને તેનું વારંવાર ઉમરણ કરે છે; અને પરોપકારને વાતે પિતાના પ્રાણુને ભેગ આપનાર પશુને વાસ્તે આંખ માંથી આંસુ પાડે છે. એ આંસુ તે પશુઓની ઉદારતાના શું ઉચ્ચ સ્મારક નથી ? અને જ્યારે આપણે તે પશુઓ ઉપર નજર કરીએ છીએ, અને જ્યારે તે પશુઓના ભાવ તેમની આંખેદાર પ્રકાશિત થાય છે, જ્યારે આ પણે તેમનામાં પ્રેમ, ભય, વિશ્વાસ, મરી, વગેરે ગુણે જોઈએ છીએ, અથવા જયારે તેની સાલ પુછની આંખ તરફ નિહાળીએ છીએ, ત્યારે પશે અને માણુઓની વચ્ચે મોટું અંતર છે, એમ માનનારાઓથી આપણે તદન જુદા પડીએ છીએ, કારણ કે કેટલીક વાર તે આપણું કરતાં પણ વધારે ઉચ્ચ પ્રકારનું અને પ્રમાણિક જીવન બતાવે છે. તેમની અને આપણી વચ્ચે ભારે અંતર છે, એમ માનવામાં આપણે મટી ભુલ કરીએ છીએ. મનુષ્ય અને પગ વચ્ચે રહેલું અંતર આપણે મિત્રતા અને પ્રેમના બળ વડે તોડી નાખવું જોઈએ. એથી તેઓ મનુષ્યપણાને લાયક થતા જશે અને આપણે વધારે ઉચ્ચ સ્થિતિને યોગ્ય થતા જઈશું. મારે અંગત અભિપ્રાય એવો છે કે પિતાના સ્વભાવને અનુકુળ વતવાને દરેક પ્રાણ પ્રયાસ કરી રહ્યું છે. અને પોતાની હાલની સ્થિતિ કરતાં વધારે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા પણ મળે છે. માણસ પણ એવા પ્રકારને પ્રયત્ન કરે છે, અને જેમ માણસ કેટલીકવાર પોતાના પ્રયાસમાં સફળ નીવડે છે, તેમ પરા પણ નીવડે એ સંભવિત છે. તે પણ આપણી માફક પોતાની ઉન્નતિ કર

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36