Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૧ ૧૪ જીવનવ્યવહાર જેવી ઉત્તમ રીતે ચલાવો જોઈએ, તેવી રીતે આપણે ચલવી શક્તા નથી. આપણે સીધી યા આડકતરી રીતે અનેક પુરાના સંબંધમાં પ્રાતઃકાળથી તે રાત્રિ સુધીમાં આવીએ છીએ, પણ તેમની સ્થિતિને ખ્યાલ બાંધવા, તેમનું ભલું કરવા, તેમને જ્ઞાન આપવા, અથવા તેમની પાસેથી નાન મેળવવા આપણે સમર્થ થતા નથી. આનું કારણ શોધવાને આપણે દર જવું પડે તેમ નથી. તેનું કારણ આપણી સંકુચિત દૃષ્ટિ છે. આપણુમાંના ઘણાખરા પુરી આપણી જાતને તમાં જુદી જ ગણીએ છીએ. દરેક બનાવ આપણને વ્યક્તિ તરીકે શી અસર કરશે, એ તરફ આપા વિશેષ લક્ષ દરવાય છે; આ એક પ્રકારની સ્વાર્થતા છે. મનુષ્ય જાતિની એક મોટી સાંકળ છે; તે સાંકળના એકેડાર ૫ હું છું, (અથવા રા. . નરસિંહરાવના શબદ પ્રમાણે જનસમુદાયર૫ વિશાળ સિંધુને હું બુદ્દભુદ છું) એમ આપણે આપણી જાતને ગણતા નથી, પણ આપણે જ સમગ્ર સાંકળરૂપ આપણી જાતને માનીએ છીએ. જો કે વસ્તુત: દરેક આંકડા સંપૂર્ણ છે, પણ જે બીજા એકેડાની તે સાંકડી બનેલી છે, તેમના સિવાય એક પટેલે અંડે નિરર્થક છે, અને જનસમાજને નિરોગી છે. માટે જે આપણે પિતાને એક માટી સાંકળરૂપ ગણીશું, એક મહાન સમાજના અંગભૂત ગણીશું તે આપણને આપણી ખરી રિથતિને ખ્યાલ આવશે. જે આવી વિશાળ દૃષ્ટિ રાખી આપણે જગત ભણી નજર કરીશું તો જગત આપણને કાંઈ જ પ્રકારનું શાસશે. પ્રથમ તો ઘણું પુરૂવાના ધ્યાનમાં નહિ આવલી એક બાબત આપણ નજરે પડશે, અને તે બાબત બીજા મનુષ્યોને અસર કરવાની આપણામાં શક્તિ છે, એવું આપણને જ્ઞાન થશે. આ એક મોટી અને અદ્ભુત શક્તિ છે. કેટલેક અંશે આપણે આ શક્તિનો ઉપગ કરીએ છીએ. તેની અસર આજ મારાં પરિણામવાળી છે, અને તેનું ફળ ઘણીવાર ચિરસ્થાયી અને બહુજ અગત્યનું હોય છે. જાણતાં અથવા અજાણતાં આપણે આપણા માનવબંધુઓને અસર કરીએ છીએ, અને તેઓ આપણને અસર કરે છે. જુવાન પુરૂવાને સારા સિબતીએ ધી કરવાની જરૂર ઘણીવાર જણાવવામાં આવે છે, કારણ કે સમાગમની-સારા પુરૂષોની રસોબતની એવી તો સજડ છાપ પડે છે કે તે યુવકનું વર્તનચારિત્ર ઘણું ઉંચ પ્રકારનું થઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36