Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ ચેટી ચાંદ આખા સિંધમાં હાહાકાર વ્યાપી ગયો. ઝનૂની આરબોએ ઈ. સ. ૭૧૨માં સિંધ દેશ કબજે કર્યો. એમના તલવારના જોર આગળ કુસંપમાં ડૂબેલી પ્રજા તરત હારી ગઈ. આરબોએ મંદિરોનો નાશ કર્યો, દેવ-પ્રતિમાઓ ખંડિત કરી. સિંહાસને બેસીને આરબ બાદશાહ મિરખે હુકમ કર્યો, “જે બાદશાહનો ધર્મ, એ જ રૈયતનો ધર્મ. જે રૈયત ઇસ્લામનું શરણું લેશે, એના પર બાદશાહની મહેર ઊતરશે.” સિંધની પ્રજામાં હિંદુ હતા અને મુસલમાન પણ હતા. એમાંથી કેટલાક ડાહ્યા લોકો બાદશાહ મિરખને સમજાવવા ગયા અને કહ્યું, “ધર્મ એ તલવારની કે બળજબરીની બાબત નથી. એ તો મનની વાત છે. તલવારને જોરે આમાં કામ લેશો, તો પરિણામ સારું નહિ આવે.” બાદશાહે કહ્યું, “હું મનની વાતમાં માનતો નથી. મારો તો એક જ હુકમ છે. જે ધર્મ બાદશાહનો, એ જ ધર્મ તૈયતનો ! જે મારા હુકમનો અનાદર કરશે એના માટે તલવાર તૈયાર છે.' બાદશાહે તો હિંદુઓ પર જુલમ વરસાવવા માંડ્યો. તેમને બળજબરીથી મુસલમાન કરવા માંડ્યા. બાદશાહ મિરખને શિખવાડવામાં છે આવ્યું હતું કે આ તો ભારે પુણ્યનું કામ છે ! આનાથી બહિર્ત (સ્વર્ગ) પ્રાપ્ત થાય. ચેટી ચાંદ ળ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25