Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ સમજ ક્યાં હોય ? વિદ્યાર્થીજીએ કહ્યું, “મને ઘસડો નહીં, હું નાસી જવાનો નથી. મારું મોત તમારા વેરની પ્યાસ બુઝાવતું હોય તો હું તૈયાર છું.” ટોળું બેફામ હતું. હિંદુ સ્વયંસેવકોએ કમ્મર કરી. એક સ્વયંસેવકે વિદ્યાર્થીજીને આડે પોતાના દેહની દીવાલ ધરી. એક ક્ષણમાં એ કતલ થયો. વિદ્યાર્થીજીનું પણ એ કોમી વેદી પર બલિદાન અપાઈ ગયું. ઈ. સ. ૧૯૩૧ની ૨૪મી માર્ચનો એ ગોઝારો દિવસ. એ દિવસે ભાગ્યે જ કોઈ એવી આંખો હશે કે જેણે આંસુ સાર્યા નહીં હોય. કોમી એકતા ખાતર પોતાના દેહનું એ જ રીતે બલિદાન આપનારા મહાત્મા ગાંધીજીએ ગણેશશંકર વિદ્યાર્થીજીની શહાદતને એ સમયે અંજલિ આપતાં કહ્યું, ‘ગણેશ શંકરનું મૃત્યુ એવું થયું છે કે એ ઈર્ષાનો વિષય બન્યું છે. એમનું બલિદાન બંને કોમોને જોડવા માટે સિમેંટનું કામ કરશે. એમણે વીરતાનું કામ કર્યું છે.' મરજીવો પે ૨

Loading...

Page Navigation
1 ... 22 23 24 25