________________ જરા જોઈ આવો. મુક્કો ઉગામનાર સામે લંબાવેલો મિત્રતાનો હાથ સદા પાછો પડે છે. હવે તો કોઈ પરધર્મીને જીવતો જવા દેવો નથી.’ વસંતરાવે કહ્યું, ‘ભાઈઓ, આ અંદરની આગ બંનેને ભરખી જશે. આવી હિંસા બંને કોમની ખરાબી કરશે.” વસંતરાવ પાસે ઊભા રહેલા રજબઅલી આગળ આવ્યા. અહિંસાના તે આશક હતા. હિંસા સામે અહિંસાનું શસ્ત્ર અપનાવતાં એમણે કહ્યું, ‘બિરાદરો ! હું મુસલમાન છું. મને મારી નાખો. તમારા વેરની આગ મારા લોહીથી બુઝાવો.' આખું ટોળું સ્તબ્ધ બની ગયું. કોઈ આગળ આવ્યું નહીં. વસંતરજબની જોડીએ સહુને શાંતિથી વિખેરી નાખ્યા. આગળ ચાલતાં એક ડ્રાઇવરને બીજી કોમના લોકો ઘેરી વળ્યા હતા. એને ખતમ કરવાની તૈયારીમાં હતા ત્યાં આ જોડી પહોંચી ગઈ. સહુને સમજાવ્યા અને ડ્રાઇવરનો જીવ બચાવ્યો. સાંજ પડવા આવી. એવામાં એક ખબર આવી. જમાલપુર બાજુ ઠેરઠેર આગ ચાંપવામાં આવે છે. છડેચોક ખંજરબાજી ચાલી રહી છે. લોકોનાં જાન અને માલ જોખમમાં છે. પીડાતા અને કચડાતા લોકોમાંથી કોઈનો અવાજ આ જોડીના કાને પડ્યો. એમાં દર્દભરી વિનંતી હતી. ‘વસંતરાવ, રજબદાદા, જલદી આવી પહોંચો. કેટલાય નિર્દોષ લોકોના જાન જોખમમાં છે.” વસંતરાવ અને રજબઅલીનો જીવ ઝાલ્યો ન રહ્યો. કોમને ખાતર કદી જિંદગીની પરવા કરી ન હતી. એમના મગજમાં કોમવાદની આગમાં ભડકે બળતાં નિર્દોષ માનવીઓની ચીસના પડઘા પડવા લાગ્યા. આંધળા ઝનૂન હેઠળ માનવતા હણાતી જોવા મળી. એમને જાણે કોઈ સાદ કરી રહ્યું હતું, ‘બચાવો, બચાવો, અમને બચાવો !" આ જુવાનોએ કોંગ્રેસભવનમાંથી ઉઘાડા પગે દોડ લગાવી. જમાલપુરના હુલ્લડથી ઘેરાયેલા વિસ્તારમાં એ બંને ચોતરફ ઘૂમવા લાગ્યા. ઠેરઠેર શાંતિ અને સલામતી સ્થાપવા લાગ્યા. એવામાં ખુન્નસે ભરાયેલું એક ટોળું આવ્યું. એમાં ઝનૂને ભરાયેલા 47 પ્રગટશે ખાખથી પોયણાં પ ક