Page #1
--------------------------------------------------------------------------
________________
વિારાદરી
V RAMANUJ
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
કિશોરકથાઓ બિરાદરી
કુમારપાળ દેસાઈ
પ્રાપ્તિસ્થાન
ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001
ફોન : 079-22144663, 22149660 e-mail : goorjar@yahoo.com.web: gurjarbooksonline.com
ગૂર્જર સાહિત્ય પ્રકાશના 102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હોલ સામે,
100 ફૂટ રોડ, પ્રફ્લાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 - gurjarprakashan@gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આરંભે
કોમી એકતા, ધર્મો વચ્ચે બિરાદરી અને બિનસાંપ્રદાયિકતા એ આપણી ધરતીનો અને ભારતીય સંસ્કૃતિનો અમર સંદેશ છે. જુદાં જુદાં સ્થળોએથી ભારતવર્ષમાં આવેલી ભિન્ન ભિન્ન ધર્મો પાળતી અને ભાષાઓ બોલતી પ્રજાઓ અહીં એક સાથે રહે છે. ક્યારેક એ એકતામાં અલગતા કે વિખવાદ જગાવવા પ્રયત્ન થાય છે. કોઈ માનવી પોતાના સ્વાર્થી હેતુઓને સિદ્ધ કરવા ધર્માધતા કે ધર્મઝનૂન જગાવે છે. એક કોમને ખોટી રીતે ભંભેરીને બીજી કોમ સામે લડવા ઉશ્કેરે છે. એક ધર્મ પાળનાર અન્ય ધર્મીને મારવા ઊભો થાય છે.
ધર્મ એ ઈશ્વરને પામવાનો માર્ગ છે, આથી કોઈ ધર્મ નથી ઊંચો કે કોઈ ધર્મ નથી નીચો. કોઈ કામ નથી ઊંચી કે નથી નીચી. આવી વિશાળ ધર્મભાવના રાખીને એકતા કે ભાઈચારા કાજે, ધર્મ કે સત્ય કાજે, હસતે મુખે શહાદત વહોરી લેનારાઓની આ કથાઓ છે. બીજી કોમ ખાતર બલિદાનની વેદી પર હોમાઈ જનારાઓની આ કથાઓમાં બિરાદરીના મહાન આદર્શનો રણકાર સંભળાય છે.
આ પુસ્તકને ભારત સરકાર તરફથી નવશિક્ષિતો માટેની રાષ્ટ્રવ્યાપી સાહિત્ય-સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું હતું અને સરકાર તરફથી એની મોટી સંખ્યામાં નકલો ખરીદવામાં આવી હતી.
આજે આ પુસ્તક નવસંસ્કરણ પામીને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત થાય છે તે માટે તે સંસ્થાનો અને શ્રી મનુભાઈ શાહનો આભારી છું.
આશા છે કે આ પુસ્તક રાષ્ટ્ર પ્રત્યે ભક્તિ, સિદ્ધાંત માટે સ્નેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવના જગાડશે.
કુમારપાળ દેસાઈ
૧૨-૪-૨૦૧૭ અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
ચેટી ચાંદ
આખા સિંધમાં હાહાકાર વ્યાપી ગયો.
ઝનૂની આરબોએ ઈ. સ. ૭૧૨માં સિંધ દેશ કબજે કર્યો. એમના તલવારના જોર આગળ કુસંપમાં ડૂબેલી પ્રજા તરત હારી ગઈ. આરબોએ મંદિરોનો નાશ કર્યો, દેવ-પ્રતિમાઓ ખંડિત કરી. સિંહાસને બેસીને આરબ બાદશાહ મિરખે હુકમ કર્યો,
“જે બાદશાહનો ધર્મ, એ જ રૈયતનો ધર્મ. જે રૈયત ઇસ્લામનું શરણું લેશે, એના પર બાદશાહની મહેર ઊતરશે.”
સિંધની પ્રજામાં હિંદુ હતા અને મુસલમાન પણ હતા. એમાંથી કેટલાક ડાહ્યા લોકો બાદશાહ મિરખને સમજાવવા ગયા અને કહ્યું,
“ધર્મ એ તલવારની કે બળજબરીની બાબત નથી. એ તો મનની વાત છે. તલવારને જોરે આમાં કામ લેશો, તો પરિણામ સારું નહિ આવે.”
બાદશાહે કહ્યું, “હું મનની વાતમાં માનતો નથી. મારો તો એક જ હુકમ છે. જે ધર્મ બાદશાહનો, એ જ ધર્મ તૈયતનો ! જે મારા હુકમનો અનાદર કરશે એના માટે તલવાર તૈયાર છે.'
બાદશાહે તો હિંદુઓ પર જુલમ વરસાવવા માંડ્યો. તેમને બળજબરીથી મુસલમાન કરવા માંડ્યા. બાદશાહ મિરખને શિખવાડવામાં છે આવ્યું હતું કે આ તો ભારે પુણ્યનું કામ છે ! આનાથી બહિર્ત (સ્વર્ગ) પ્રાપ્ત થાય.
ચેટી ચાંદ ળ
Page #5
--------------------------------------------------------------------------
________________
દેવકીની કૂખે પુત્રરત્નનો જન્મ થયો હતો. એ દિવસ તે વિ. સં. ૧૦0૭નો ચૈત્ર સુદ એકમનો દિવસ. એ પુત્રનું નામ રાખ્યું હતું ઉદયચંદ્ર.
રાજપુત્ર ઉદયચંદ્ર આ કામનું બીડું ઝડપ્યું. એણે આજુબાજુના રાજાઓને હાકલ કરી અને કહ્યું, ‘તલવારનો સામનો તલવારથી થવો જોઈએ.”
ઉદયચંદ્રના પરાક્રમની કેટલીક વાતો ઊડતી-ઊડતી બાદશાહના કાને આવી. બાદશાહે પોતાના વજીરને સાચી બાતમી મેળવવા નસરપુર મોકલ્યો. વજીર તો ઉદયચંદ્રની વીરતા જોઈને સ્તબ્ધ થઈ ગયો. વજીરની વાત સાંભળીને બાદશાહ મિરખની ઊંઘ હરામ થઈ ગઈ.
અત્યાર સુધી નાની-નાની ઠકરાતના ઠાકોરો નિરાશામાં હતા. એ કહેતા કે આપણી સંખ્યા થોડી, એથી આપણાથી શું થાય ?
ઉદયચંદ્રે કહ્યું, “થોડામાંથી જ ઘણા થાય. ટીપે-ટીપે સરોવર ભરાઈ જાય. તમારું મન અન્યાય સહેવા માગતું ન હોય, તો મરવા માટે તૈયાર થઈ જાવ. આપણે તો એકે હજારાં !”
ઠેરઠેરથી ઠાકોરો, ભાયાતો, રાજાઓ પોતપોતાની ફોજ લઈને તૈયાર થઈ ગયા. સહુ આવ્યા કલારકોટ. કલારકોટમાં ઉદયચંદ્ર બધી સેનાનું સંગઠન કર્યું. એણે કહ્યું, ‘સો મીંડાં નકામાં છે. એકડો આગળ જોઈએ. એકડો એટલે એકતા.'
સહુ એક થયા. લશ્કરની ભૂહરચના ગોઠવી. મનમાં નિશ્ચય કર્યો કે કાં આ પાર, કાં પેલે પાર !
બાદશાહ મિરખ તો પરેશાન થઈ ગયો હતો. એણે ઉદયચંદ્રને મારી નાખવાનું કાવતરું રચ્યું. વજીર મોકલીને ઉદયચંદ્રને સિંધની રાજધાની ઠઠ્ઠાનગરમાં આવવાનું નિમંત્રણ મોકલ્યું.
ઉદયચંદ્રને પણ રાજધાની પર જ દળ-કટક લઈ જવાનું હતું. રાજ્યના હિંદુઓ પર બાદશાહની સખ્તાઈ વધતી હતી. જુલમ માઝા 1
ચેટી ચાંદ ]
Page #6
--------------------------------------------------------------------------
________________
તલવારનો ગર્વ હોય, તો એનો સામનો કરવા અમારી તલવારો તૈયાર છે. હવે તમારા જુલમ અને જોહુકમીના દિવસો પૂરા થયા છે. બોલો, સંધિ ગમે છે કે યુદ્ધ ખપે છે ?'
બાદશાહને તો વિચાર કરવાનો હતો જ નહીં. એના ભાડૂતી સો માણસોને ઉદયચંદ્રના પાંચ માણસો પૂરા પડે તેમ હતા. એણે ક્ષમાયાચના સાથે સંધિની માગણી કરી.
રાજપુત્ર ઉદયચંદ્રે કહ્યું, ‘તમે એવી કબૂલાત કરો કે હિંદુઓ પર કોઈ જાતનો જુલમ થશે નહીં. સહુ સંપીને રહે. ભાઈચારો કેળવે. ઈશ્વર અને અલ્લા એક જ છે. હિંદુ કે મુસલમાન એનાં જ સંતાન છે.
* *
&
«
Aિ
જ's
////
SS
છે
/
2
/
EB/
S
રાજપુત્ર ઉદયચંદ્રની ક્ષમા યાચતો બાદશાહ
ચેટી ચાંદ | "
Page #7
--------------------------------------------------------------------------
________________
રાજપુત્ર ઉદયચંદ્રે કહ્યું, “સંપથી, ધર્મથી અને સંગઠનથી સારી રીતે જીવી શકશો. જે પ્રજા પોતાનો ધર્મ પાળે, સંગઠિત રહે, એને કોઈ નમાવી શકતું નથી.’ નદીના ખળખળતા નીરમાં મહાન ઉદયચંદ્ર પ્રવેશ કર્યો.
હરએક પગલે પાણી વધતાં ગયાં અને એ એકાએક અંતર્ધાન થઈ ગયા. સહુએ એમની ખૂબખૂબ સેવા કરી. વરુણનો અવતાર કહીને માન આપ્યું.
હિંદુઓ એમને ‘ઉડરોલાલ' નામથી પૂજવા લાગ્યા. મુસલમાનો એમને ‘જિંદ પીર' નામથી નમવા લાગ્યા. ઉદયચંદ્રને લોકો ‘લાલસાંઈના નામથી ઓળખતા. આજે ચૈત્ર સુદી એકમના દિવસે સિંધમાં આવેલા લાલસાંઈના મંદિરે જઈને હિંદુ અને મુસલમાન સહુ એકસાથે એમની ઉપાસના કરે છે.
આ પવિત્ર દિવસને “ચેટી ચાંદ'ના નામે પાળવામાં આવે છે. સિંધી કોમ તો આ દિવસે મોટો ઉત્સવ ઊજવે છે. હિંદુના દેવ અને મુસલમાનના પીર રાજપુત્ર ઉદયચંદ્ર સહુને એકતાનો વારસો આપી ગયા.
ચેટી ચાંદ u =
Page #8
--------------------------------------------------------------------------
________________
પિતાનાં સંતાન ! હેતથી રહો. પ્રેમથી મળો. પ્રભુ પિતાનો મહિમા ગાઓ. માછલી પાણીને ચાહે, એ રીતે પ્રભુને ચાહો.
આ સંત હિંદના ચારે ધામમાં ફર્યા. દરેક કોમમાં સમજદાર માણસો હોય છે અને એકાદ બે ઝનૂની માનવીઓ પણ હોય છે. શાંતિની લીલી વાડીમાં એ અંગારા ચાંપતા હોય છે. આવા અંગારા આખી લીલીછમ વાડીને બાળી નાખે છે.
આ સંતે હિંદુઓના ચાર ધામની યાત્રા પૂરી કરી. મુસ્લિમોના મક્કા-મદીનાની યાત્રા કરી. એમને મન મંદિર હોય કે મસ્જિદ, બધાં પ્રભુને ભજવાનાં સ્થાનક હતાં.
એક વાર આ સંતે એક મસ્જિદમાં રાતવાસો કર્યો. એના ચોકમાં તેઓ સૂતા. પણ એવી દિશામાં પગ રાખ્યા કે ત્યાંના લોકોને અપમાન લાગ્યું. લોકો ઉશ્કેરાઈ ગયા. એમણે કહ્યું, “અરે મુસાફર ! તું કોણ છે? આવી રીતે પ્રભુના ઘર (કાબા) તરફ પગ રાખીને કેમ સૂતો છે ? તે મોટો અધર્મ આચર્યો છે !”
કોઈએ લાઠી લીધી તો કોઈએ ચાબુક લીધી. સહુ આ નાસ્તિકને સીધો કરવા કંઈ ને કંઈ લઈ આવ્યું. પેલા સંત તો શાંતિથી લાંબા થઈને સૂતા રહ્યા. ન હાલે, ન ચાલે, ન પોતાની ભૂલ સુધારે.
પેલા બધા એમને ઘેરી વળ્યા. બરાબર પીટવાની તૈયારીમાં હતા. સંતે શાંતિથી કહ્યું, ‘ભાઈ, અમે અજાણ્યા પ્રવાસી છીએ. અમારી ભૂલ હોય તો જરૂર સુધારો. તમે મારા પગ એવી દિશામાં મૂકજો કે જ્યાં ખુદાનું ઘર (કાબા) ન હોય.'
સંતના જવાબથી લોકો તાજુબ થઈ ગયા. જવાબ સાવ સાદો હતો, પણ વાત ઘણી ગહન હતી. સહુ મારવાની વાત ભૂલીને સંતની સ્વસ્થતા જોતા ઊભા રહ્યા.
થોડી વારે સંત બોલ્યા, ‘ભાઈ, ઉપર-નીચે, આગળ-પાછળ, ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ક્યાંય પ્રભુ વગરનો ખાલી ખૂણો નથી. મારા માલિકનો સઘળે વાસ છે. અલ્લા-ઈશ્વર એક છે. હિંદુ-મુસ્લિમ 13
હરિ કો ભજે સો હરિકા હોય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
કાજી કહે, “વાહ, તો તો મારી અને તારી માન્યતામાં કંઈ જ ફરક નથી. અને જો એમ જ છે તો મારી સાથે મસ્જિદમાં આવી નમાજ પઢવામાં હરકત નહિ જ હોય.'
ખુદાની બંદગીમાં કોઈ પ્રકારનો વાંધો નથી.”
મહાગુરુ નાનક, નવાબ અને કાજી સાથે નમાજ પઢવા મસ્જિદમાં ગયા. સહુએ ઘૂંટણિયે પડીને અલ્લાની બંદગી કરી, પણ નાનક તો ટટ્ટાર જ ઊભા રહ્યા. બંદગી પૂરી થઈ, ત્યારે રાજ્યના મુખ્ય કાજી નાનક પર ક્રોધે ભરાયા. એમણે કહ્યું, ‘અરે ! હમણાં વાત કરી કે એક પ્રભુને માનું છું, તો એની બંદગી ન કરતાં આમ અક્કડ કેમ ઊભો રહ્યો? વાત એક, વર્તન સાવ જુદું !”
ગુરુ નાનકે શાંતિથી જવાબ આપ્યો, ‘હું તો અંતરમાં પ્રભુની બંદગી કરતો હતો, એ માટે માથું નમાવવાની જરૂર નથી. પણ કાજીસાહેબ, તમે બંદગી વખતે શું વિચાર કરતા હતા ? તમારું મન હમણાં વિયાયેલી ઘોડીના વછેરાનો વિચાર કરી રહ્યું હતું. મનમાં વિચારતા હતા કે રખેને એ કૂદીને પાસેના કૂવામાં ન પડે.”
ગુરુ નાનકની વાત સાવ સાચી હતી. નવાબ અને કાજી ઝંખવાણા પડી ગયા. એ ગુરુ નાનકને નમી પડ્યા અને એમના ભક્ત બન્યા.
દિલ્હીમાં સિકંદર લોદીનું રાજ્ય હતું. એણે મહાગુરુને પકડ્યા ને જેલમાં પૂરી ચક્કી પીસવા આપી. કહે છે કે ચક્કી આપમેળે ગોળ ફરવા લાગી. બાદશાહને પોતાની ભૂલ સમજાઈ.
ગુરુ નાનકે જીવનભર લોકોને નેકદિલી અને એકસંપથી જીવવાનો ઉપદેશ આપ્યો. વિ. સં. ૧૫૯૪ના આસો માસમાં ગુરુ નાનકે દેહ છોડવાની તૈયારી કરી. તેમના ભક્તોને ખબર પડતાં તેમનાં અંતિમ દર્શન માટે તેઓ દૂર દૂરથી દોડી આવ્યા. એ બધાને ગુરુ નાનકે સુંદર ઉપદેશ આપ્યો. એમને એક પ્રભુની બંદગી, સત્સંગ, સ્વદેશરક્ષા અને સ્વધર્મપ્રીતિ વિશે સમજાવ્યું.
હરિ કો ભજે સો હરિકા હોય 2
Page #10
--------------------------------------------------------------------------
________________
અદલ ઈન્સાફ
ગુજરાતના રાજવી જયસિંહ સિદ્ધરાજ શિકારે નીકળ્યા હતા.
એમને હૈયે કાંઈક શાંતિ હતી, પણ રાજસિંહાસન એ સુખનું આસન નથી. એનો તાજ ભલે હીરા-માણેકથી જડેલો હોય, પણ કાંટાળો હોય છે. મદનપાલ જેવા માથાભારે મહાજોદ્ધાને માત કર્યો. બાબરા ભૂતને વશ કર્યો. છેલ્લે ગુજરાતના સૌથી મોટા દુશ્મન સમા અવંતિ પર વિજય મેળવ્યો. લોકો નીતિવાન બન્યા હતા. કોઈ મુસાફરની ચીજ કોઈ ગામમાં ખોવાય તો તે ગામ તેનું મૂલ્ય ભરી આપતું. રસ્તે ખોવાય તો જે ગામની હદની ચોકી ગણાતી હોય તે ગામલોકો ભેગા થઈને નુકસાની આપતા.
જયસિંહ સિદ્ધરાજના ધ્વજમાં કૂકડાનું અને સૂર્યમુખીના ફૂલનું નિશાન હતું. આ બંને પ્રભાતે જાગે એવી રીતે સિદ્ધરાજ પણ હંમેશાં જાગ્રત રહેતો. રાજવી બધી વાતનું ધ્યાન રાખતો. એને માટે શિકાર એ શિક્ષણ જેવી બાબત હતી. પોતાના પ્રદેશની ખેતીનો અને ખેડૂતોનો ખ્યાલ રહે. દૂરની વસ્તીની વાત જાણવા મળે. રાજ્ય કરેલી સુખાકારીનો ખ્યાલ આવે.
સિદ્ધરાજ જયસિંહ પોતાના માનીતા ઘોડા પર ઝડપભેર જઈ ૪ રહ્યો હતો. અશ્વની ગતિ કરતાં સિદ્ધરાજની આંખોની ગતિ બમણી હતી. એની આંખો આ પ્રદેશમાં વેંધા પડેલા દીપડાને ખોળી રહી હતી. ગામલોકો અને માલધારીઓ દીપડાના રંજાડથી તોબાતોબા પોકારી ગયા હતા.
અદલ ઇન્સાફ ] =
Page #11
--------------------------------------------------------------------------
________________
કરીને કાઢી મૂકે !”
મહારાજ જયસિંહ સિદ્ધરાજનાં ભવાં ચડી ગયાં. મોંની રેખાઓ તંગ બની. એમણે ખતીબને પૂછયું કે કઈ વાતનો ન્યાય માગવા આવ્યો છે? જવાબમાં ખતીબે એક કવિતામાં પોતાની વાત કહી :
મેં હું મુસલમાન ખંભાત કા, ખતીબ મેરા નામ, આયા હું અરજ ગુજારને, સુનો ગરીબનવાજ ! સુનો ગરીબનવાજ ! ગુર્જરનાથ અય ગુણવાન, ખંભાત કે મુસલમાન પર, હુઆ જુલ્મ અપાર. શેર બકરી એક ઘાટ પર, પીતે પાની હૈ ખૂબ, ઐસે તેરે રાજમેં, જુલ્મ હુઆ હૈ ખૂબ. મકાન-મસ્જિદ સબ ગયા, રહા નહીં કુછ પાસ,
ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરદાસ.' મહારાજ જયસિંહ સિદ્ધરાજે આ અરજી સાંભળી. એંસી મુસલમાનોની કતલ કરવામાં આવ્યાની કમકમાટીભરી કથા જાણી.
જયસિંહ સિદ્ધરાજ પાછો ફર્યો. રાજમહેલમાં જઈને તમામ મંત્રીને બોલાવ્યા. એટલું જ કહ્યું કે ત્રણ દિવસ મહેલમાં રહેવાનો છું, માટે તમે રાજકાજની વ્યવસ્થા કરજો. મને જરાય બોલાવતા નહીં, એવી સૂચના આપી.
સાચની ખાતરી ન કરે તો સિદ્ધરાજ નહીં.
રાતોરાત ઘડિયાં જોજન સાંઢ લઈને ઊપડ્યા. પાટણથી ખંભાત પાંસઠ કોસ થાય. બે વફાદાર અંગરક્ષક લઈને સિદ્ધરાજ ખંભાત ગયા. ગુનાની તપાસ કરીને ગુનેગારોની ભાળ મેળવી.
ચોથે દિવસે પાટણમાં દરબાર ભરાયો. મહારાજ સિદ્ધરાજ જયસિંહ સિંહાસને બેઠા. ન્યાય માગવા આવનાર ખતીબને હાજર કરવા કહ્યું. ખતીબે ફરી પેલી કવિતા વાંચી સંભળાવી. આ સાંભળી એક દરબારી બોલ્યો, “મહારાજ, આ પરધર્મીની વાત છે, એ તો એ જ લાગના હોય!
અદલ ઇન્સાફ ] =
Page #12
--------------------------------------------------------------------------
________________
આ માટે ખંભાતનું ખારું પાણી લઈને આવ્યો છું.”
મંત્રીશ્વર બોલ્યા, ‘ત્યારે આપ જાતે જ ખંભાત જઈને તપાસ કરી આવ્યા ? આપ પાંસઠ કોસ ઊંટ ઉપર ગયા. આપને થાક ન લાગ્યો ?
સિદ્ધરાજ બોલ્યા, ‘પાંસઠ કોસ જ કેમ ? જવા-આવવાના ૧૩૦ કોસ. પણ આવાં કામ કરતાં જેટલો વિલંબ થાય તેટલો થાક લાગે છે. આમાં તનનો થાક વાગતો નથી.
રાજના અધિકારીઓ બોલ્યા, ‘મહારાજ, અમે શરમ અનુભવીએ છીએ. આપને આપની તપાસમાં શું માલૂમ પડ્યું ?'
‘ખંભાતમાં અંધારપછેડો ઓઢીને ખૂણેખૂણે ફર્યો. દરેક કોમના લોકોને મળ્યો. આમાં ઉદા મહેતાનો કશો હાથ નથી. મૂળ અગ્નિપૂજકો (પારસી) અને મુસ્લિમો વચ્ચે ઝઘડો થયો. આ અગ્નિપૂજકોને તમામ હિંદુ કોમનો સાથ હતો. આથી મુસલમાન પર જુલ્મ થો, મેં પારસી અને બ્રાહ્મણ કોમના આગેવાનોને બોલાવીને દંડ કર્યો છે અને કૂતુબઅલી !'
કુતુબઅલી આગળ આવ્યો અને નમ્યો.
સિદ્ધરાજે કહ્યું, ‘તમારાં મસ્જિદ અને મિનારા રાજના ખર્ચે બંધાવી આપવામાં આવશે. આ માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે. હવે તમારી વસ્તીને કરી હરકત નહીં આવે તેવો બંદોબસ્ત કર્યો છે.
‘અને જગતને જણાવો કે ખુદાની નજ૨માં જેમ હિંદુ-મુસ્લિમ એક છે એમ ગુર્જરેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિંદુ-મુસ્લિમ એક છે.'
કુતુબઅલી મહારાજનો કેટકેટલો આભાર માનતો નીકળ્યો. સૌ સિદ્ધરાજના અદલ ઇન્સાફ પર વારી ગયા.
અદલ ઇન્સાફ ॥ -
Page #13
--------------------------------------------------------------------------
________________
એને જીવતો કે મરેલો હાજર કરવાનું શાહી ફરમાન થતાં જ મંગોલ સરદારના સાથીઓ અને સ્નેહીઓ દૂર ખસી ગયા. બધેથી એને જાકારો મળવા લાગ્યો, માથા સાટે મંગોલ સરદારને રાખવા કોણ તૈયાર થાય?
મંગોલ સરદારને માથે આપત્તિનાં વાદળ ઘેરાયાં હતાં. સુલતાનના સિપાઈઓ તેની ભાળ મેળવવા ચોતરફ ઘૂમી રહ્યા હતા. આવે કપર સમયે મંગોલ સરદારને રણથંભોરના રાજવી હમીરદેવ યાદ આવ્યા. અલ્લાઉદ્દીન જેટલો જ શક્તિશાળી એ રાજવી હતો. માત્ર અંદરઅંદરના કુસંપે એની શક્તિ ઓછી કરી નાખી હતી. આમ છતાં મંગોલ સરદારને શ્રદ્ધા હતી કે વીર રાજપૂત કર્તવ્યમાં પાછી પાની કરવા કરતાં પ્રાણ આપી દેવા બહેતર સમજે છે.
બધેથી હડધૂત થયેલો મંગોલ સરદાર આશરાની આશાએ રણથંભોરના દ્વારે આવીને શરણાગતિ યાચતો ઊભો રહ્યો. દ્વારપાળને એની સ્થિતિ જોઈને દયા આવી. મંગોલ સરદારને પોતાની ઓરડીએ લઈ જઈ આશ્વાસન આપ્યું. રહેવાની બધી સગવડ કરી દીધી.
સુર્ય ધીરેધીરે ક્ષિતિજ પરથી ઉપર આવતો હતો. નગરજનો પ્રભાતના સૂર્યની ઉષ્મા અનુભવતા પ્રાતઃકર્મો કરી રહ્યા હતા. મહારાજ હમીરદેવ પ્રાત:કાળે રાજમહાલયના ઝરૂખે આવતા હતા. સહુની દાદફરિયાદ સાંભળતા.
રણથંભોરના રાજવી હમીરદેવને ખબર પહોંચાડવા દ્વારપાળ એ સમયની રાહ જોતો હતો. એવામાં વળી દરવાજે કોઈ યવનદૂત આવ્યાના સમાચાર મળ્યા. દિલ્હીશ્વર સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીનો એ કાસદ હતો. એ શાહી રુક્કો લાવ્યો હતો. એમાં લખ્યું હતું :
અમારો ગુનેગાર, બળવાખોર મંગોલ સરદાર મીર મહમ્મદ અગર તમારે ત્યાં હોય તો એને જીવતો યા મૂએલો તાબડતોબ અમારે હવાલે કરવો. શહેનશાહી તખ્તને ઇન્સાફ માટે એની સખ્ત જરૂરત છે.”
ખિલજી બાદશાહનો હુકમ અને તે પણ અલ્લાઉદ્દીન જેવા પ્રચંડ મહારથીનો !
રણથંભોરનો રાજવી D તે
Page #14
--------------------------------------------------------------------------
________________
CON
હમ્મીરદેવને વિનંતી કરતો મંગલ સરદાર
હમીરદેવે કહ્યું, ‘હું આવનારી આપત્તિની ભયાનકતા સારી પેઠે જાણું છું, પણ બાદશાહથી ડરીને મારો સામાન્ય ધર્મ ચુકે, તો કાલે મોટો ધર્મ ચૂકતાં વાર નહીં લાગે. ક્ષત્રિય તો ધર્મનો પાલક ! સમરાંગણ એની શક્તિ ! સ્વાર્યને ખાતર હજાર વર્ષ જીવવા કરતાં પરમાર્થને ખાતર દેહના ટુકડે-ટુકડા કરી નાખવામાં જ એના જીવનની ધન્યતા સમાયેલી છે.’
‘પણ મહારાજ, યવનની શરણાગતિ ખાતર આપણે હોમાવાનું ન હોય.' મંત્રીરાજે હમીરદેવને કહ્યું.
‘યવન હોય તેથી શું થયું ? એનામાં જીવ નથી ? એને સુખ-દુઃખ નથી ? ઈશ્વરનું એ સંતાન નથી ? યવન હોય કે આર્ય : શરણાગત તો સહુ સરખા. કાસદ, તારા સુલતાનને કહેજે કે રણથંભોરનો આ રાજવી સ્વપ્નમાં પણ શરણાગતને નહીં સોંપે.’
મંત્રીરાજે વાતને વાળી લેવા વળી એક પાસો નાખ્યો. એણે કહ્યું, ‘મારા દેવ, હજી આફતમાંથી ઊગરવું હોય તો એક ઉપાય છે. કહી દો
રણથંભોરનો રાજ્વી D &
Page #15
--------------------------------------------------------------------------
________________
ચૂકવવાનાં હતાં.
એ ઋણ ચૂકવ્યું મહારાજ હમીરદેવે સમરાંગણમાં વીરગતિ પામીને! અનેક ક્ષત્રિયો એ દિવસે રણક્ષેત્રમાં સદાને માટે સોડ તાણીને સૂતા.
ખિલજી સુલતાને હોઠ પીસીને ક્ષત્રિયોનો સંહાર કર્યો. યુદ્ધ પૂરું થયું. ખિલજી બાદશાહના જયનાદથી આકાશ ગાજી ઊઠ્યું.
કિલ્લામાં આગ ભભૂકી ઊઠી. પ્રાણ કરતાં સતીત્વને વધુ પ્રિય માનનાર શ્રી ક્ષત્રિયાણીઓની ભસ્મનો ઢગ રચાયો.
જખમી મીર મહમ્મદ રણમેદાનમાં તરફડતો પડ્યો હતો. અલ્લાઉદ્દીન ખિલજીના સૈનિકોએ બાગી સરદારને પકડીને સુલતાન પાસે ખડો
કર્યો.
હસતાં-હસતાં ખિલજી બાદશાહે પ્રશ્ન કર્યો : ‘મંગોલ, અગર તને મરતો બચાવું તો, તો તું શું કરે ?'
જખમી મીર મંગોલ સરદાર ક્ષણ વાર પોતાનું દર્દ વીસરી ગયો, અને બધી શક્તિ એકઠી કરીને બોલ્યો,
‘મને મરતો બચાવે તો હું શું કરું? બાદશાહ, સાચા ઈમાનથી જવાબ આપું કે ?'
| ‘બેલાશક.’ આનંદથી મોટી મોટી આંખો નચાવતાં બાદશાહે કહ્યું.
‘બાદશાહ, જો ખરેખર તું મને બચાવે તો, ઈમાનથી કહું છું કે, તારી કલ કરી મહારાજ હમીરદેવના પુત્રને તારા તખ્ત પર બેસાડું!”
‘શાબાશ ! જેવી તારી બગાવત, એવી જ છે તારી બેઅદબી !' ?
હસતો-હસતો ખિલજી બાદશાહ ચાલ્યો ગયો. મંગોલ સરદારને રણમેદાન પરથી કિલ્લાના દરવાજાના મેદાન પર લાવવામાં આવ્યો.
કિલ્લાના ઊંચા બુરજ પરથી એક પ્રચંડ હાસ્ય સંભળાયું. ખિલજી 27
રણથંભોરનો રાજવી તે
Page #16
--------------------------------------------------------------------------
________________
જાનફેસાની
//
‘થંભાવો. તમારી પાલખી થંભાવી, સુબાસાહેબ.' રોજાના ઊંચા મિનારાની જેમ બે હાથ ઊંચા કરીને મજૂરપ્રવૃત્તિના એક આગેવાને પોકાર કર્યો.
સામેથી જવાબ મળ્યો. નહીં થંભે, પાલખી નહીં થંભે.'
ખા અમીદખાનની શાખી પાલખી આગળ હથિયારધારી સિપાઈઓ હતા. પાછળ પચાસ દંડેબાજ સિપાઈઓ હતા. પાલખીની સાથે સૂબાના મિત્રોની હાર હતી. સાંજે મોટી મહેફિલ હતી. આથી બહુ જ્યાફત (મિજબાની)ના મીઠા સ્વપ્નમાં ડૂબેલા હતા.
પેલા માનવીએ ફરી પોકાર કર્યો, ‘પાલખી રોકવી જ પડશે. પાલખીમાં બેસનારનું કામ પ્રજાની પરેશાની સાંભળવાનું છે. પાલખી એ તો પ્રજાએ આપ નામદારને આપેલો મરતબો છે.
અરે ! આવી સુફિયાણી સલાહ આપનાર શું છે કોણ ?’ 'પચાસ હજાર કામદારોનો આગેવાન. મારું નામ છે શેખ અબુબકર.’ થોડે દૂર પાંચ હજાર મજૂરોનું ટોળું ઊભું હતું.
પાલખીમાંથી સૂબાનો અવાજ આવ્યો, ‘શેખ ! પાલખી પળવાર પણ થોભી શકે તેમ નથી. હું નમાજ પઢવા નીકળ્યો છું. એમાં વિલંબ ન ચાલે.’
જાનફેસાની D R
Page #17
--------------------------------------------------------------------------
________________
અમે કામદાર છીએ. કામ અમારો ખુદા છે. રાજ એની ફરજ અદા કરીને અમને કામ આપે અને રોજી-રોટી આપે.”
શેખ, છોટા ભૃહ ઔર બડી બાત ! રાજ પોતાની ફરજ સારી રીતે સમજે છે. રૈયતની રોજી-રોટીની એને પૂરી ફિકર છે, પણ તમે તો આલમગીરી શાસન સામે બંડ જગાવવા માગો છો.” સૂબાએ શેખ અબુબકરને સકંજામાં લેવા ચાલ ખેલી. પહેલાં ધર્મને નામે ફોસલાવવા પ્રયત્ન કર્યો, પછી રાજની શેહ બતાવીને દબાવવા પ્રયાસ કર્યો.
શેખ અબુબકર સહેજે ડગ્યો નહીં. એણે કહ્યું, ‘અમારે કામદારોને શાસન સામે બળવો પોકારવો નથી. અમે કોઈનું રાજ ચાહતા નથી. અમારે તો રોટી સાથે નિસ્બત છે. કામદારોને કોઈ પદની પડી નથી. અમને તો પેટ ભરવાની ફિકર છે. તમે સુબા છો. રાજના પ્રતિનિધિ છો. તમારી નીતિએ પ્રજાની રોજી-રોટીની કેવી તબાહી સર્જી છે, તેની મારે જાણ કરવી છે.'
પાલખીમાં બેઠાબેઠા ઠંડે કલેજે સૂબાએ જવાબ આપ્યો, ‘મને હાલની રાજનીતિમાં કશું ખોટું દેખાતું નથી. રાજ કદી રૈયતની તબાહી કરે નહીં. એને તો રૈયતની તરક્કીમાં રસ છે.'
એક તરફ સત્તાનો દોર હતો. બીજી તરફ ભૂખની ભડકતી આગ હતી !
શેખ અબુબકરે પોતાની અરજ પેશ કરી, “સૂબાસાહેબ, તમારી રાજનીતિને કારણે અમારી રોટી ટળી છે. તમે દિલ્હીની મોરલી પર નાચનારા છો. અમદાવાદના આબાદ વેપારનો નાશ કરનારાં પગલાંને તમે પડકાર્યો નહીં, બલકે એની પૂજા કરી. મોટા હિંદુ વેપારીઓને અધર્મી ગણીને કચડવામાં ધર્મસેવા માની.'
- સુબાએ મોટી મૂછો પર હાથ ફેરવતાં કહ્યું, “અરે ! એ વેપારીઓ લુચ્ચાઈ કરતા હશે, કામદારો કામચોરી કરતા હશે. એમની બેજવાબદારીનો આ બરાબર બદલો હશે.”
શેખે તરત જવાબ આપ્યો, “ઓહ ! બેજવાબદારી તો ઘણી છે. 31
જાનફેસાની u =
Page #18
--------------------------------------------------------------------------
________________
સુબાએ અબુબકરને આગેવાની છોડાવવા લાલચ આપતાં કહ્યું,
‘શેખ, લોકોના ચાળે બહુ ન ચડો. એ બધા તો આપમતલબી છે. મતલબ હશે ત્યાં સુધી પીઠ થાબડશે. મતલબ પૂરો થયે એ જ લોકો પીઠ પર ખંજરના ઘા કરતાં નહીં અચકાય. નોકરી જોઈતી હોય તો અરજી પેશ કરો. સારી જગા અપાવીશ.'
શેખે જવાબ આપ્યો,
‘સુબાસાહેબ, હું કામદારોનો પ્રતિનિધિ છું. એમનાં છોકરાં ભૂખે તરફડતાં હોય અને હું તખ્ત તાઊસની નોકરીમાં એશઆરામ ભોગવું, એ કદી ન બને. જરા નજર તો કરો ! કામદારો કામના અભાવે ભીખ માગે છે. કસબીઓ ચીંથરેહાલ બન્યા છે. અમદાવાદનો ઉદ્યોગ દૂઝતી ગાય છે, એ ગાયને વસૂકાવી ન નાખો !”
સૂબાએ ગુસ્સે થઈને દમ માર્યો,
ઓહ, નમાજનો સમય છે. ઈદનો તહેવાર છે. એ સમયે આવી ગુસ્તાખી !'
‘સૂબાસાહેબ, ઈદનો તહેવાર સહુનો છે. તમે ખાશો અને બીજા શું ભૂખ્યા રહેશે ?”
સુબાએ ફૂટ પડાવવાની તક ઝડપી, એ બોલ્યો,
અરે ! આજે ઈદને દિવસે તમામ ઇસ્લામીઓને મારે ત્યાં જમવાનું ઈજન છે.”
અબુબકરના સાથીઓએ સાફ ઇન્કાર કરતાં કહ્યું,
‘શું અમારા હિંદુ બિરાદરો ભૂખ્યા રહેશે અને અમે જમણ જમીશું? હરગિજ નહીં.”
‘શેખ, સત્તા સામે તું બંડ જગાવે છે. યાદ રાખજે ! સામે આલમગીર ઔરંગઝેબ છે. તારે ખૂબ સહન કરવું પડશે.' સૂબાએ વાઘનખ બહાર કાઢ્યા.
જાનફેસાની ] =.
Page #19
--------------------------------------------------------------------------
________________
એની મુક્તિના માનમાં સૂબાએ પોતે મિજલસ ગોઠવી. પુરાણી દુશ્માનવટ ભૂલીને દોસ્તી માટે હાથ લંબાવતો હોવાનો સુબાએ દંભ કર્યો. પોતાના હાથે જ શેખ અબુબકરને મીઠાઈ પીરસી. મુખમાં રામ અને બગલમાં છૂરી જેવો ઘાટ ઘડ્યો.
શેખે સૂબાના હાથની મીઠાઈ ખાધી. એ મીઠાઈમાં ઝેર હતું. શેખ અબુબકરને તરત ખ્યાલ આવી ગયો. એ ઊઠ્યો અને સૂબા અમીદખાન સાથે હાથ મિલાવતાં કહ્યું,
સૂબાસાહેબ, હવે હું મારા ઘેર જાઉં છું કે જ્યાં બેકારી અને ભૂખમરાનું દર્દ નથી. પણ યાદ રાખજો કે કામદારોની રોજી-રોટી ઝૂંટવનારનું આસન કદી સલામત રહ્યું નથી. ખુદા આ નહીં સાંખે.”
શેખ અબુબકર મિજલસ છોડીને બહાર નીકળ્યો. આજે અમદાવાદમાં જ્યાં મજૂર મહાજનનું મકાન છે ત્યાં સુધી પહોંચતાં પહોંચતાં શેખનું પ્રાણપંખેરું ઊડી ગયું.
ઈ. સ. ૧૯૮૨ની આખરનો એ સમય.
એ દિવસે મજૂરપ્રવૃત્તિના એક મુસ્લિમ આગેવાને હિંદુ કામદારો માટે જાનફેસાની કરીને ઇતિહાસ સર્જ્યો.
જાનફેસાની 0 .
Page #20
--------------------------------------------------------------------------
________________
પરદેશી સરકાર સમજતી હતી કે અંદરોઅંદર લડશે તો આપણી સામે કોઈ નહીં લડે. બેને એક થવા ન દેવા. એક થાય એમાં નુકસાન છે.
એકાએક હુલ્લડ ફાટી નીકળ્યું.
મુસલમાન કહે ઃ અમારી મસ્જિદ હિંદુઓ નાપાક કરી ગયા. અમે પૂરેપૂરો બદલો લઈશું.
હિંદુ કહે : અમારું મંદિર ભ્રષ્ટ કર્યું, અમે એમને ભરી પીશું.
બંને જણા દીવાના બની ગયા. છરી, ચપ્પાં, તલવાર, કટારી લઈને નીકળી પડયા. બાળક જોવાનું નહી, સ્ત્રી જોવાની નહીં. જુવાનવૃદ્ધ જોવાનાં નહીં, જે હાય પડ્યું તે.
એ તો ચપ્પ લઈને છરો હુલાવ્યો જ છે !
શાહજહાંપુર ગામ. ગામની બજારોમાં મોટાંમોટાં ટોળાં ઘૂમવા લાગ્યાં, આગ ચાંપવા લાગ્યાં. તોફાન કરવા લાગ્યાં.
સામે આર્યસમાજનું મંદિર.
હિંદુઓનો અશે.
મુસલમાન ટોળાએ નક્કી કર્યું કે આ મંદિર લૂંટવું ને તોડી નાખવું. અંદર હોય એને મારી નાખવાં.
ધાએ ભયંકર કિકિયારી કરી અને હલ્લો કર્યો.
ચોકીદારે મંદિરનાં બારણાં બંધ ક્યાં.
ઝનૂન ભયંકર છે, માણસને વરુ બનાવે છે.
એમાંય ધાર્મિક ઝનૂન ! ન પૂછો વાત. માણસ હેવાન બની જાય.
ટોળાએ લાઠીઓ વીંઝી. કુહાડા લીધા. બારણાં તોડવા લાગ્યા. ઘાસલેટ લાવ્યા. બારણાં પર છાંટવું, દીવાસળી ચાંપવાની વાર છે. ત્યાં તો
રામકિશનની જોડી ને
Page #21
--------------------------------------------------------------------------
________________
ટોળાને રોકતો અશફાક
અશફાકે કહ્યું, “હું કટ્ટર મુસલમાન છું, પણ આ મંદિરની એકેએક ઈંટ મને પ્યારી છે. આપણી મા સારી, બીજાની મા ખરાબ, એમ માનવું એ એક ભૂલ છે. મારે માટે મસ્જિદ-મંદિર બંને ઇજ્જતને યોગ્ય છે. તમારે તોફાન કરવાં હોય તો બીજે જાઓ. આ પવિત્ર સ્થાન તરફ એક કદમ પણ બઢાવશો મા !'
ટોળાએ જોયું કે અશફાક મરણિયો બન્યો છે. એના હાધમાં રિવૉલ્વર છે. આગળ વધવામાં જાનનું જોખમ છે.
ટોળું પાછું વળ્યું.
હુલ્લડ શાંત ન થયું ત્યાં સુધી અશફાક ત્યાં જ ઊભો રહ્યો.
રામ-કિશનની જોડી n
39
Page #22
--------------------------------------------------------------------------
________________
મરજીવો
પ્રતાપ’ નામનું દૈનિક પત્ર. એના તંત્રીનું નામ ગણેશ શંકર વિદ્યાર્થી. એમની કલમમાંથી દેશભક્તિની આગ ઝરતી હતી. એમની જબાનના જાદુ પર એ સમયે આખોય ઉત્તરપ્રદેશ ડોલતો હતો. એમણે પોતાની લેખિનીથી ભારતના ભૂતકાળના ગૌરવની સહુને પહેચાન કરાવી.
આજ સહુને સમજાવનારી કલમ થંભી ગઈ હતી.
ચાળીસ વર્ષના યુવાન ગણેશશંકર વિદ્યાર્થીના મુખ પર ઘેરી ચિંતા ફરી વળી હતી.
આજ સુધી જે પ્રજામાં દેશભક્તિ અને ભાઈચારાના સંસ્કાર સીંચ્યા, એ જ તાણાવાણાની જેમ ગૂંથાયેલી પ્રજા પરસ્પર માટે શત્રુભાવ ધરી રહી હતી. કાનપુર શહેરમાં ઠેરઠેર લોહી રેડાવા લાગ્યાં હતાં. લોહીનો નશો એવો છે કે એ લોહી વિના શાંત થતો નથી.
રાણા પ્રતાપની વીરગાથાઓ ગાનાર વિદ્યાર્થીજીનું મન વિચારે ચડ્યું. હવે કરવું શું ? આ આગ ઠારવી કઈ રીતે ?
એમને રાણા પ્રતાપના જીવનની એક કથા યાદ આવી.
એક વખત રાણા પ્રતાપ અને એમના ભાઈ શક્તિસિંહ વચ્ચે વિવાદ થયો. એમાંથી મોટો વિખવાદ થયો. વાત છેક એકબીજાને
મરજીવો
Page #23
--------------------------------------------------------------------------
________________
ભયંકર મહોલ્લામાં વિદ્યાર્થી અને તેમના સાથીઓ
સાચવ્યાં. પગમાં જોડા નહીં, હાથમાં લાકડી નહીં, પોલીસનું કોઈ રક્ષણ લીધું નહીં. ખાદીનું પૂરતું અને ખાદીની ધોતી પહેરીને ઘૂમતા વિદ્યાર્થીજી ઠેરઠેર વેરની આગ ઠારવા લાગ્યા.
સાંજે થાકીપાકીને ઘેર પાછા ફર્યા. થાક એવો લાગ્યો હતો કે અઠવાડિયું આરામ લેવો પડે.
વિદ્યાર્થીજીના સાથીઓને થયું કે ભલે થાક મોડો ઊતરે, પણ કાગડો ઉડાડવા જતાં હીરો ન ખોઈ બેસીએ તો સારું !
ન
રાત વીતી ગઈ. રાતભરના આરામે મુઠ્ઠીભર હાડકાંના માનવીને તાજામાજા કરી દીધો. શહેરમાં ગુંડાતત્ત્વોએ વિદ્યાર્થીજીની સેવા જુદી રીતે વર્ણવવાની શરૂ કરી. 'એ તો હાડોહાડ હિંદુ છે. હિંદુ મુસલમાનનો થયો નથી.'
વિદ્યાર્થીજીએ ફરી કમર કરી. સ્વયંસેવકો બોલાવ્યા. એમાં થોડા મુસલમાન હતા. થોડા હિંદુ હતા. જે હતા તે તન અને મનથી સાચા હતા. તેઓએ વિદ્યાર્થીજીને કહ્યું,
મરજીવો જ્ઞજ
Page #24
--------------------------------------------------------------------------
________________
સમજ ક્યાં હોય ?
વિદ્યાર્થીજીએ કહ્યું, “મને ઘસડો નહીં, હું નાસી જવાનો નથી. મારું મોત તમારા વેરની પ્યાસ બુઝાવતું હોય તો હું તૈયાર છું.”
ટોળું બેફામ હતું. હિંદુ સ્વયંસેવકોએ કમ્મર કરી. એક સ્વયંસેવકે વિદ્યાર્થીજીને આડે પોતાના દેહની દીવાલ ધરી. એક ક્ષણમાં એ કતલ થયો.
વિદ્યાર્થીજીનું પણ એ કોમી વેદી પર બલિદાન અપાઈ ગયું.
ઈ. સ. ૧૯૩૧ની ૨૪મી માર્ચનો એ ગોઝારો દિવસ. એ દિવસે ભાગ્યે જ કોઈ એવી આંખો હશે કે જેણે આંસુ સાર્યા નહીં હોય.
કોમી એકતા ખાતર પોતાના દેહનું એ જ રીતે બલિદાન આપનારા મહાત્મા ગાંધીજીએ ગણેશશંકર વિદ્યાર્થીજીની શહાદતને એ સમયે અંજલિ આપતાં કહ્યું,
‘ગણેશ શંકરનું મૃત્યુ એવું થયું છે કે એ ઈર્ષાનો વિષય બન્યું છે. એમનું બલિદાન બંને કોમોને જોડવા માટે સિમેંટનું કામ કરશે. એમણે વીરતાનું કામ કર્યું છે.'
મરજીવો પે ૨
Page #25
--------------------------------------------------------------------------
________________ જરા જોઈ આવો. મુક્કો ઉગામનાર સામે લંબાવેલો મિત્રતાનો હાથ સદા પાછો પડે છે. હવે તો કોઈ પરધર્મીને જીવતો જવા દેવો નથી.’ વસંતરાવે કહ્યું, ‘ભાઈઓ, આ અંદરની આગ બંનેને ભરખી જશે. આવી હિંસા બંને કોમની ખરાબી કરશે.” વસંતરાવ પાસે ઊભા રહેલા રજબઅલી આગળ આવ્યા. અહિંસાના તે આશક હતા. હિંસા સામે અહિંસાનું શસ્ત્ર અપનાવતાં એમણે કહ્યું, ‘બિરાદરો ! હું મુસલમાન છું. મને મારી નાખો. તમારા વેરની આગ મારા લોહીથી બુઝાવો.' આખું ટોળું સ્તબ્ધ બની ગયું. કોઈ આગળ આવ્યું નહીં. વસંતરજબની જોડીએ સહુને શાંતિથી વિખેરી નાખ્યા. આગળ ચાલતાં એક ડ્રાઇવરને બીજી કોમના લોકો ઘેરી વળ્યા હતા. એને ખતમ કરવાની તૈયારીમાં હતા ત્યાં આ જોડી પહોંચી ગઈ. સહુને સમજાવ્યા અને ડ્રાઇવરનો જીવ બચાવ્યો. સાંજ પડવા આવી. એવામાં એક ખબર આવી. જમાલપુર બાજુ ઠેરઠેર આગ ચાંપવામાં આવે છે. છડેચોક ખંજરબાજી ચાલી રહી છે. લોકોનાં જાન અને માલ જોખમમાં છે. પીડાતા અને કચડાતા લોકોમાંથી કોઈનો અવાજ આ જોડીના કાને પડ્યો. એમાં દર્દભરી વિનંતી હતી. ‘વસંતરાવ, રજબદાદા, જલદી આવી પહોંચો. કેટલાય નિર્દોષ લોકોના જાન જોખમમાં છે.” વસંતરાવ અને રજબઅલીનો જીવ ઝાલ્યો ન રહ્યો. કોમને ખાતર કદી જિંદગીની પરવા કરી ન હતી. એમના મગજમાં કોમવાદની આગમાં ભડકે બળતાં નિર્દોષ માનવીઓની ચીસના પડઘા પડવા લાગ્યા. આંધળા ઝનૂન હેઠળ માનવતા હણાતી જોવા મળી. એમને જાણે કોઈ સાદ કરી રહ્યું હતું, ‘બચાવો, બચાવો, અમને બચાવો !" આ જુવાનોએ કોંગ્રેસભવનમાંથી ઉઘાડા પગે દોડ લગાવી. જમાલપુરના હુલ્લડથી ઘેરાયેલા વિસ્તારમાં એ બંને ચોતરફ ઘૂમવા લાગ્યા. ઠેરઠેર શાંતિ અને સલામતી સ્થાપવા લાગ્યા. એવામાં ખુન્નસે ભરાયેલું એક ટોળું આવ્યું. એમાં ઝનૂને ભરાયેલા 47 પ્રગટશે ખાખથી પોયણાં પ ક