________________
જાનફેસાની
//
‘થંભાવો. તમારી પાલખી થંભાવી, સુબાસાહેબ.' રોજાના ઊંચા મિનારાની જેમ બે હાથ ઊંચા કરીને મજૂરપ્રવૃત્તિના એક આગેવાને પોકાર કર્યો.
સામેથી જવાબ મળ્યો. નહીં થંભે, પાલખી નહીં થંભે.'
ખા અમીદખાનની શાખી પાલખી આગળ હથિયારધારી સિપાઈઓ હતા. પાછળ પચાસ દંડેબાજ સિપાઈઓ હતા. પાલખીની સાથે સૂબાના મિત્રોની હાર હતી. સાંજે મોટી મહેફિલ હતી. આથી બહુ જ્યાફત (મિજબાની)ના મીઠા સ્વપ્નમાં ડૂબેલા હતા.
પેલા માનવીએ ફરી પોકાર કર્યો, ‘પાલખી રોકવી જ પડશે. પાલખીમાં બેસનારનું કામ પ્રજાની પરેશાની સાંભળવાનું છે. પાલખી એ તો પ્રજાએ આપ નામદારને આપેલો મરતબો છે.
અરે ! આવી સુફિયાણી સલાહ આપનાર શું છે કોણ ?’ 'પચાસ હજાર કામદારોનો આગેવાન. મારું નામ છે શેખ અબુબકર.’ થોડે દૂર પાંચ હજાર મજૂરોનું ટોળું ઊભું હતું.
પાલખીમાંથી સૂબાનો અવાજ આવ્યો, ‘શેખ ! પાલખી પળવાર પણ થોભી શકે તેમ નથી. હું નમાજ પઢવા નીકળ્યો છું. એમાં વિલંબ ન ચાલે.’
જાનફેસાની D R