________________
કાજી કહે, “વાહ, તો તો મારી અને તારી માન્યતામાં કંઈ જ ફરક નથી. અને જો એમ જ છે તો મારી સાથે મસ્જિદમાં આવી નમાજ પઢવામાં હરકત નહિ જ હોય.'
ખુદાની બંદગીમાં કોઈ પ્રકારનો વાંધો નથી.”
મહાગુરુ નાનક, નવાબ અને કાજી સાથે નમાજ પઢવા મસ્જિદમાં ગયા. સહુએ ઘૂંટણિયે પડીને અલ્લાની બંદગી કરી, પણ નાનક તો ટટ્ટાર જ ઊભા રહ્યા. બંદગી પૂરી થઈ, ત્યારે રાજ્યના મુખ્ય કાજી નાનક પર ક્રોધે ભરાયા. એમણે કહ્યું, ‘અરે ! હમણાં વાત કરી કે એક પ્રભુને માનું છું, તો એની બંદગી ન કરતાં આમ અક્કડ કેમ ઊભો રહ્યો? વાત એક, વર્તન સાવ જુદું !”
ગુરુ નાનકે શાંતિથી જવાબ આપ્યો, ‘હું તો અંતરમાં પ્રભુની બંદગી કરતો હતો, એ માટે માથું નમાવવાની જરૂર નથી. પણ કાજીસાહેબ, તમે બંદગી વખતે શું વિચાર કરતા હતા ? તમારું મન હમણાં વિયાયેલી ઘોડીના વછેરાનો વિચાર કરી રહ્યું હતું. મનમાં વિચારતા હતા કે રખેને એ કૂદીને પાસેના કૂવામાં ન પડે.”
ગુરુ નાનકની વાત સાવ સાચી હતી. નવાબ અને કાજી ઝંખવાણા પડી ગયા. એ ગુરુ નાનકને નમી પડ્યા અને એમના ભક્ત બન્યા.
દિલ્હીમાં સિકંદર લોદીનું રાજ્ય હતું. એણે મહાગુરુને પકડ્યા ને જેલમાં પૂરી ચક્કી પીસવા આપી. કહે છે કે ચક્કી આપમેળે ગોળ ફરવા લાગી. બાદશાહને પોતાની ભૂલ સમજાઈ.
ગુરુ નાનકે જીવનભર લોકોને નેકદિલી અને એકસંપથી જીવવાનો ઉપદેશ આપ્યો. વિ. સં. ૧૫૯૪ના આસો માસમાં ગુરુ નાનકે દેહ છોડવાની તૈયારી કરી. તેમના ભક્તોને ખબર પડતાં તેમનાં અંતિમ દર્શન માટે તેઓ દૂર દૂરથી દોડી આવ્યા. એ બધાને ગુરુ નાનકે સુંદર ઉપદેશ આપ્યો. એમને એક પ્રભુની બંદગી, સત્સંગ, સ્વદેશરક્ષા અને સ્વધર્મપ્રીતિ વિશે સમજાવ્યું.
હરિ કો ભજે સો હરિકા હોય 2