________________
પિતાનાં સંતાન ! હેતથી રહો. પ્રેમથી મળો. પ્રભુ પિતાનો મહિમા ગાઓ. માછલી પાણીને ચાહે, એ રીતે પ્રભુને ચાહો.
આ સંત હિંદના ચારે ધામમાં ફર્યા. દરેક કોમમાં સમજદાર માણસો હોય છે અને એકાદ બે ઝનૂની માનવીઓ પણ હોય છે. શાંતિની લીલી વાડીમાં એ અંગારા ચાંપતા હોય છે. આવા અંગારા આખી લીલીછમ વાડીને બાળી નાખે છે.
આ સંતે હિંદુઓના ચાર ધામની યાત્રા પૂરી કરી. મુસ્લિમોના મક્કા-મદીનાની યાત્રા કરી. એમને મન મંદિર હોય કે મસ્જિદ, બધાં પ્રભુને ભજવાનાં સ્થાનક હતાં.
એક વાર આ સંતે એક મસ્જિદમાં રાતવાસો કર્યો. એના ચોકમાં તેઓ સૂતા. પણ એવી દિશામાં પગ રાખ્યા કે ત્યાંના લોકોને અપમાન લાગ્યું. લોકો ઉશ્કેરાઈ ગયા. એમણે કહ્યું, “અરે મુસાફર ! તું કોણ છે? આવી રીતે પ્રભુના ઘર (કાબા) તરફ પગ રાખીને કેમ સૂતો છે ? તે મોટો અધર્મ આચર્યો છે !”
કોઈએ લાઠી લીધી તો કોઈએ ચાબુક લીધી. સહુ આ નાસ્તિકને સીધો કરવા કંઈ ને કંઈ લઈ આવ્યું. પેલા સંત તો શાંતિથી લાંબા થઈને સૂતા રહ્યા. ન હાલે, ન ચાલે, ન પોતાની ભૂલ સુધારે.
પેલા બધા એમને ઘેરી વળ્યા. બરાબર પીટવાની તૈયારીમાં હતા. સંતે શાંતિથી કહ્યું, ‘ભાઈ, અમે અજાણ્યા પ્રવાસી છીએ. અમારી ભૂલ હોય તો જરૂર સુધારો. તમે મારા પગ એવી દિશામાં મૂકજો કે જ્યાં ખુદાનું ઘર (કાબા) ન હોય.'
સંતના જવાબથી લોકો તાજુબ થઈ ગયા. જવાબ સાવ સાદો હતો, પણ વાત ઘણી ગહન હતી. સહુ મારવાની વાત ભૂલીને સંતની સ્વસ્થતા જોતા ઊભા રહ્યા.
થોડી વારે સંત બોલ્યા, ‘ભાઈ, ઉપર-નીચે, આગળ-પાછળ, ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ક્યાંય પ્રભુ વગરનો ખાલી ખૂણો નથી. મારા માલિકનો સઘળે વાસ છે. અલ્લા-ઈશ્વર એક છે. હિંદુ-મુસ્લિમ 13
હરિ કો ભજે સો હરિકા હોય છે.