Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ ભયંકર મહોલ્લામાં વિદ્યાર્થી અને તેમના સાથીઓ સાચવ્યાં. પગમાં જોડા નહીં, હાથમાં લાકડી નહીં, પોલીસનું કોઈ રક્ષણ લીધું નહીં. ખાદીનું પૂરતું અને ખાદીની ધોતી પહેરીને ઘૂમતા વિદ્યાર્થીજી ઠેરઠેર વેરની આગ ઠારવા લાગ્યા. સાંજે થાકીપાકીને ઘેર પાછા ફર્યા. થાક એવો લાગ્યો હતો કે અઠવાડિયું આરામ લેવો પડે. વિદ્યાર્થીજીના સાથીઓને થયું કે ભલે થાક મોડો ઊતરે, પણ કાગડો ઉડાડવા જતાં હીરો ન ખોઈ બેસીએ તો સારું ! ન રાત વીતી ગઈ. રાતભરના આરામે મુઠ્ઠીભર હાડકાંના માનવીને તાજામાજા કરી દીધો. શહેરમાં ગુંડાતત્ત્વોએ વિદ્યાર્થીજીની સેવા જુદી રીતે વર્ણવવાની શરૂ કરી. 'એ તો હાડોહાડ હિંદુ છે. હિંદુ મુસલમાનનો થયો નથી.' વિદ્યાર્થીજીએ ફરી કમર કરી. સ્વયંસેવકો બોલાવ્યા. એમાં થોડા મુસલમાન હતા. થોડા હિંદુ હતા. જે હતા તે તન અને મનથી સાચા હતા. તેઓએ વિદ્યાર્થીજીને કહ્યું, મરજીવો જ્ઞજ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25