Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ મરજીવો પ્રતાપ’ નામનું દૈનિક પત્ર. એના તંત્રીનું નામ ગણેશ શંકર વિદ્યાર્થી. એમની કલમમાંથી દેશભક્તિની આગ ઝરતી હતી. એમની જબાનના જાદુ પર એ સમયે આખોય ઉત્તરપ્રદેશ ડોલતો હતો. એમણે પોતાની લેખિનીથી ભારતના ભૂતકાળના ગૌરવની સહુને પહેચાન કરાવી. આજ સહુને સમજાવનારી કલમ થંભી ગઈ હતી. ચાળીસ વર્ષના યુવાન ગણેશશંકર વિદ્યાર્થીના મુખ પર ઘેરી ચિંતા ફરી વળી હતી. આજ સુધી જે પ્રજામાં દેશભક્તિ અને ભાઈચારાના સંસ્કાર સીંચ્યા, એ જ તાણાવાણાની જેમ ગૂંથાયેલી પ્રજા પરસ્પર માટે શત્રુભાવ ધરી રહી હતી. કાનપુર શહેરમાં ઠેરઠેર લોહી રેડાવા લાગ્યાં હતાં. લોહીનો નશો એવો છે કે એ લોહી વિના શાંત થતો નથી. રાણા પ્રતાપની વીરગાથાઓ ગાનાર વિદ્યાર્થીજીનું મન વિચારે ચડ્યું. હવે કરવું શું ? આ આગ ઠારવી કઈ રીતે ? એમને રાણા પ્રતાપના જીવનની એક કથા યાદ આવી. એક વખત રાણા પ્રતાપ અને એમના ભાઈ શક્તિસિંહ વચ્ચે વિવાદ થયો. એમાંથી મોટો વિખવાદ થયો. વાત છેક એકબીજાને મરજીવો

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25