Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ પરદેશી સરકાર સમજતી હતી કે અંદરોઅંદર લડશે તો આપણી સામે કોઈ નહીં લડે. બેને એક થવા ન દેવા. એક થાય એમાં નુકસાન છે. એકાએક હુલ્લડ ફાટી નીકળ્યું. મુસલમાન કહે ઃ અમારી મસ્જિદ હિંદુઓ નાપાક કરી ગયા. અમે પૂરેપૂરો બદલો લઈશું. હિંદુ કહે : અમારું મંદિર ભ્રષ્ટ કર્યું, અમે એમને ભરી પીશું. બંને જણા દીવાના બની ગયા. છરી, ચપ્પાં, તલવાર, કટારી લઈને નીકળી પડયા. બાળક જોવાનું નહી, સ્ત્રી જોવાની નહીં. જુવાનવૃદ્ધ જોવાનાં નહીં, જે હાય પડ્યું તે. એ તો ચપ્પ લઈને છરો હુલાવ્યો જ છે ! શાહજહાંપુર ગામ. ગામની બજારોમાં મોટાંમોટાં ટોળાં ઘૂમવા લાગ્યાં, આગ ચાંપવા લાગ્યાં. તોફાન કરવા લાગ્યાં. સામે આર્યસમાજનું મંદિર. હિંદુઓનો અશે. મુસલમાન ટોળાએ નક્કી કર્યું કે આ મંદિર લૂંટવું ને તોડી નાખવું. અંદર હોય એને મારી નાખવાં. ધાએ ભયંકર કિકિયારી કરી અને હલ્લો કર્યો. ચોકીદારે મંદિરનાં બારણાં બંધ ક્યાં. ઝનૂન ભયંકર છે, માણસને વરુ બનાવે છે. એમાંય ધાર્મિક ઝનૂન ! ન પૂછો વાત. માણસ હેવાન બની જાય. ટોળાએ લાઠીઓ વીંઝી. કુહાડા લીધા. બારણાં તોડવા લાગ્યા. ઘાસલેટ લાવ્યા. બારણાં પર છાંટવું, દીવાસળી ચાંપવાની વાર છે. ત્યાં તો રામકિશનની જોડી ને

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25