Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ એની મુક્તિના માનમાં સૂબાએ પોતે મિજલસ ગોઠવી. પુરાણી દુશ્માનવટ ભૂલીને દોસ્તી માટે હાથ લંબાવતો હોવાનો સુબાએ દંભ કર્યો. પોતાના હાથે જ શેખ અબુબકરને મીઠાઈ પીરસી. મુખમાં રામ અને બગલમાં છૂરી જેવો ઘાટ ઘડ્યો. શેખે સૂબાના હાથની મીઠાઈ ખાધી. એ મીઠાઈમાં ઝેર હતું. શેખ અબુબકરને તરત ખ્યાલ આવી ગયો. એ ઊઠ્યો અને સૂબા અમીદખાન સાથે હાથ મિલાવતાં કહ્યું, સૂબાસાહેબ, હવે હું મારા ઘેર જાઉં છું કે જ્યાં બેકારી અને ભૂખમરાનું દર્દ નથી. પણ યાદ રાખજો કે કામદારોની રોજી-રોટી ઝૂંટવનારનું આસન કદી સલામત રહ્યું નથી. ખુદા આ નહીં સાંખે.” શેખ અબુબકર મિજલસ છોડીને બહાર નીકળ્યો. આજે અમદાવાદમાં જ્યાં મજૂર મહાજનનું મકાન છે ત્યાં સુધી પહોંચતાં પહોંચતાં શેખનું પ્રાણપંખેરું ઊડી ગયું. ઈ. સ. ૧૯૮૨ની આખરનો એ સમય. એ દિવસે મજૂરપ્રવૃત્તિના એક મુસ્લિમ આગેવાને હિંદુ કામદારો માટે જાનફેસાની કરીને ઇતિહાસ સર્જ્યો. જાનફેસાની 0 .

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25