Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ ટોળાને રોકતો અશફાક અશફાકે કહ્યું, “હું કટ્ટર મુસલમાન છું, પણ આ મંદિરની એકેએક ઈંટ મને પ્યારી છે. આપણી મા સારી, બીજાની મા ખરાબ, એમ માનવું એ એક ભૂલ છે. મારે માટે મસ્જિદ-મંદિર બંને ઇજ્જતને યોગ્ય છે. તમારે તોફાન કરવાં હોય તો બીજે જાઓ. આ પવિત્ર સ્થાન તરફ એક કદમ પણ બઢાવશો મા !' ટોળાએ જોયું કે અશફાક મરણિયો બન્યો છે. એના હાધમાં રિવૉલ્વર છે. આગળ વધવામાં જાનનું જોખમ છે. ટોળું પાછું વળ્યું. હુલ્લડ શાંત ન થયું ત્યાં સુધી અશફાક ત્યાં જ ઊભો રહ્યો. રામ-કિશનની જોડી n 39

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25