________________
અદલ ઈન્સાફ
ગુજરાતના રાજવી જયસિંહ સિદ્ધરાજ શિકારે નીકળ્યા હતા.
એમને હૈયે કાંઈક શાંતિ હતી, પણ રાજસિંહાસન એ સુખનું આસન નથી. એનો તાજ ભલે હીરા-માણેકથી જડેલો હોય, પણ કાંટાળો હોય છે. મદનપાલ જેવા માથાભારે મહાજોદ્ધાને માત કર્યો. બાબરા ભૂતને વશ કર્યો. છેલ્લે ગુજરાતના સૌથી મોટા દુશ્મન સમા અવંતિ પર વિજય મેળવ્યો. લોકો નીતિવાન બન્યા હતા. કોઈ મુસાફરની ચીજ કોઈ ગામમાં ખોવાય તો તે ગામ તેનું મૂલ્ય ભરી આપતું. રસ્તે ખોવાય તો જે ગામની હદની ચોકી ગણાતી હોય તે ગામલોકો ભેગા થઈને નુકસાની આપતા.
જયસિંહ સિદ્ધરાજના ધ્વજમાં કૂકડાનું અને સૂર્યમુખીના ફૂલનું નિશાન હતું. આ બંને પ્રભાતે જાગે એવી રીતે સિદ્ધરાજ પણ હંમેશાં જાગ્રત રહેતો. રાજવી બધી વાતનું ધ્યાન રાખતો. એને માટે શિકાર એ શિક્ષણ જેવી બાબત હતી. પોતાના પ્રદેશની ખેતીનો અને ખેડૂતોનો ખ્યાલ રહે. દૂરની વસ્તીની વાત જાણવા મળે. રાજ્ય કરેલી સુખાકારીનો ખ્યાલ આવે.
સિદ્ધરાજ જયસિંહ પોતાના માનીતા ઘોડા પર ઝડપભેર જઈ ૪ રહ્યો હતો. અશ્વની ગતિ કરતાં સિદ્ધરાજની આંખોની ગતિ બમણી હતી. એની આંખો આ પ્રદેશમાં વેંધા પડેલા દીપડાને ખોળી રહી હતી. ગામલોકો અને માલધારીઓ દીપડાના રંજાડથી તોબાતોબા પોકારી ગયા હતા.
અદલ ઇન્સાફ ] =