Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ એને જીવતો કે મરેલો હાજર કરવાનું શાહી ફરમાન થતાં જ મંગોલ સરદારના સાથીઓ અને સ્નેહીઓ દૂર ખસી ગયા. બધેથી એને જાકારો મળવા લાગ્યો, માથા સાટે મંગોલ સરદારને રાખવા કોણ તૈયાર થાય? મંગોલ સરદારને માથે આપત્તિનાં વાદળ ઘેરાયાં હતાં. સુલતાનના સિપાઈઓ તેની ભાળ મેળવવા ચોતરફ ઘૂમી રહ્યા હતા. આવે કપર સમયે મંગોલ સરદારને રણથંભોરના રાજવી હમીરદેવ યાદ આવ્યા. અલ્લાઉદ્દીન જેટલો જ શક્તિશાળી એ રાજવી હતો. માત્ર અંદરઅંદરના કુસંપે એની શક્તિ ઓછી કરી નાખી હતી. આમ છતાં મંગોલ સરદારને શ્રદ્ધા હતી કે વીર રાજપૂત કર્તવ્યમાં પાછી પાની કરવા કરતાં પ્રાણ આપી દેવા બહેતર સમજે છે. બધેથી હડધૂત થયેલો મંગોલ સરદાર આશરાની આશાએ રણથંભોરના દ્વારે આવીને શરણાગતિ યાચતો ઊભો રહ્યો. દ્વારપાળને એની સ્થિતિ જોઈને દયા આવી. મંગોલ સરદારને પોતાની ઓરડીએ લઈ જઈ આશ્વાસન આપ્યું. રહેવાની બધી સગવડ કરી દીધી. સુર્ય ધીરેધીરે ક્ષિતિજ પરથી ઉપર આવતો હતો. નગરજનો પ્રભાતના સૂર્યની ઉષ્મા અનુભવતા પ્રાતઃકર્મો કરી રહ્યા હતા. મહારાજ હમીરદેવ પ્રાત:કાળે રાજમહાલયના ઝરૂખે આવતા હતા. સહુની દાદફરિયાદ સાંભળતા. રણથંભોરના રાજવી હમીરદેવને ખબર પહોંચાડવા દ્વારપાળ એ સમયની રાહ જોતો હતો. એવામાં વળી દરવાજે કોઈ યવનદૂત આવ્યાના સમાચાર મળ્યા. દિલ્હીશ્વર સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીનો એ કાસદ હતો. એ શાહી રુક્કો લાવ્યો હતો. એમાં લખ્યું હતું : અમારો ગુનેગાર, બળવાખોર મંગોલ સરદાર મીર મહમ્મદ અગર તમારે ત્યાં હોય તો એને જીવતો યા મૂએલો તાબડતોબ અમારે હવાલે કરવો. શહેનશાહી તખ્તને ઇન્સાફ માટે એની સખ્ત જરૂરત છે.” ખિલજી બાદશાહનો હુકમ અને તે પણ અલ્લાઉદ્દીન જેવા પ્રચંડ મહારથીનો ! રણથંભોરનો રાજવી D તે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25