Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ચૂકવવાનાં હતાં. એ ઋણ ચૂકવ્યું મહારાજ હમીરદેવે સમરાંગણમાં વીરગતિ પામીને! અનેક ક્ષત્રિયો એ દિવસે રણક્ષેત્રમાં સદાને માટે સોડ તાણીને સૂતા. ખિલજી સુલતાને હોઠ પીસીને ક્ષત્રિયોનો સંહાર કર્યો. યુદ્ધ પૂરું થયું. ખિલજી બાદશાહના જયનાદથી આકાશ ગાજી ઊઠ્યું. કિલ્લામાં આગ ભભૂકી ઊઠી. પ્રાણ કરતાં સતીત્વને વધુ પ્રિય માનનાર શ્રી ક્ષત્રિયાણીઓની ભસ્મનો ઢગ રચાયો. જખમી મીર મહમ્મદ રણમેદાનમાં તરફડતો પડ્યો હતો. અલ્લાઉદ્દીન ખિલજીના સૈનિકોએ બાગી સરદારને પકડીને સુલતાન પાસે ખડો કર્યો. હસતાં-હસતાં ખિલજી બાદશાહે પ્રશ્ન કર્યો : ‘મંગોલ, અગર તને મરતો બચાવું તો, તો તું શું કરે ?' જખમી મીર મંગોલ સરદાર ક્ષણ વાર પોતાનું દર્દ વીસરી ગયો, અને બધી શક્તિ એકઠી કરીને બોલ્યો, ‘મને મરતો બચાવે તો હું શું કરું? બાદશાહ, સાચા ઈમાનથી જવાબ આપું કે ?' | ‘બેલાશક.’ આનંદથી મોટી મોટી આંખો નચાવતાં બાદશાહે કહ્યું. ‘બાદશાહ, જો ખરેખર તું મને બચાવે તો, ઈમાનથી કહું છું કે, તારી કલ કરી મહારાજ હમીરદેવના પુત્રને તારા તખ્ત પર બેસાડું!” ‘શાબાશ ! જેવી તારી બગાવત, એવી જ છે તારી બેઅદબી !' ? હસતો-હસતો ખિલજી બાદશાહ ચાલ્યો ગયો. મંગોલ સરદારને રણમેદાન પરથી કિલ્લાના દરવાજાના મેદાન પર લાવવામાં આવ્યો. કિલ્લાના ઊંચા બુરજ પરથી એક પ્રચંડ હાસ્ય સંભળાયું. ખિલજી 27 રણથંભોરનો રાજવી તે

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25