Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ આ માટે ખંભાતનું ખારું પાણી લઈને આવ્યો છું.” મંત્રીશ્વર બોલ્યા, ‘ત્યારે આપ જાતે જ ખંભાત જઈને તપાસ કરી આવ્યા ? આપ પાંસઠ કોસ ઊંટ ઉપર ગયા. આપને થાક ન લાગ્યો ? સિદ્ધરાજ બોલ્યા, ‘પાંસઠ કોસ જ કેમ ? જવા-આવવાના ૧૩૦ કોસ. પણ આવાં કામ કરતાં જેટલો વિલંબ થાય તેટલો થાક લાગે છે. આમાં તનનો થાક વાગતો નથી. રાજના અધિકારીઓ બોલ્યા, ‘મહારાજ, અમે શરમ અનુભવીએ છીએ. આપને આપની તપાસમાં શું માલૂમ પડ્યું ?' ‘ખંભાતમાં અંધારપછેડો ઓઢીને ખૂણેખૂણે ફર્યો. દરેક કોમના લોકોને મળ્યો. આમાં ઉદા મહેતાનો કશો હાથ નથી. મૂળ અગ્નિપૂજકો (પારસી) અને મુસ્લિમો વચ્ચે ઝઘડો થયો. આ અગ્નિપૂજકોને તમામ હિંદુ કોમનો સાથ હતો. આથી મુસલમાન પર જુલ્મ થો, મેં પારસી અને બ્રાહ્મણ કોમના આગેવાનોને બોલાવીને દંડ કર્યો છે અને કૂતુબઅલી !' કુતુબઅલી આગળ આવ્યો અને નમ્યો. સિદ્ધરાજે કહ્યું, ‘તમારાં મસ્જિદ અને મિનારા રાજના ખર્ચે બંધાવી આપવામાં આવશે. આ માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે. હવે તમારી વસ્તીને કરી હરકત નહીં આવે તેવો બંદોબસ્ત કર્યો છે. ‘અને જગતને જણાવો કે ખુદાની નજ૨માં જેમ હિંદુ-મુસ્લિમ એક છે એમ ગુર્જરેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિંદુ-મુસ્લિમ એક છે.' કુતુબઅલી મહારાજનો કેટકેટલો આભાર માનતો નીકળ્યો. સૌ સિદ્ધરાજના અદલ ઇન્સાફ પર વારી ગયા. અદલ ઇન્સાફ ॥ -

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25