Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
કરીને કાઢી મૂકે !”
મહારાજ જયસિંહ સિદ્ધરાજનાં ભવાં ચડી ગયાં. મોંની રેખાઓ તંગ બની. એમણે ખતીબને પૂછયું કે કઈ વાતનો ન્યાય માગવા આવ્યો છે? જવાબમાં ખતીબે એક કવિતામાં પોતાની વાત કહી :
મેં હું મુસલમાન ખંભાત કા, ખતીબ મેરા નામ, આયા હું અરજ ગુજારને, સુનો ગરીબનવાજ ! સુનો ગરીબનવાજ ! ગુર્જરનાથ અય ગુણવાન, ખંભાત કે મુસલમાન પર, હુઆ જુલ્મ અપાર. શેર બકરી એક ઘાટ પર, પીતે પાની હૈ ખૂબ, ઐસે તેરે રાજમેં, જુલ્મ હુઆ હૈ ખૂબ. મકાન-મસ્જિદ સબ ગયા, રહા નહીં કુછ પાસ,
ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરદાસ.' મહારાજ જયસિંહ સિદ્ધરાજે આ અરજી સાંભળી. એંસી મુસલમાનોની કતલ કરવામાં આવ્યાની કમકમાટીભરી કથા જાણી.
જયસિંહ સિદ્ધરાજ પાછો ફર્યો. રાજમહેલમાં જઈને તમામ મંત્રીને બોલાવ્યા. એટલું જ કહ્યું કે ત્રણ દિવસ મહેલમાં રહેવાનો છું, માટે તમે રાજકાજની વ્યવસ્થા કરજો. મને જરાય બોલાવતા નહીં, એવી સૂચના આપી.
સાચની ખાતરી ન કરે તો સિદ્ધરાજ નહીં.
રાતોરાત ઘડિયાં જોજન સાંઢ લઈને ઊપડ્યા. પાટણથી ખંભાત પાંસઠ કોસ થાય. બે વફાદાર અંગરક્ષક લઈને સિદ્ધરાજ ખંભાત ગયા. ગુનાની તપાસ કરીને ગુનેગારોની ભાળ મેળવી.
ચોથે દિવસે પાટણમાં દરબાર ભરાયો. મહારાજ સિદ્ધરાજ જયસિંહ સિંહાસને બેઠા. ન્યાય માગવા આવનાર ખતીબને હાજર કરવા કહ્યું. ખતીબે ફરી પેલી કવિતા વાંચી સંભળાવી. આ સાંભળી એક દરબારી બોલ્યો, “મહારાજ, આ પરધર્મીની વાત છે, એ તો એ જ લાગના હોય!
અદલ ઇન્સાફ ] =

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25