Book Title: Bhramcharya Uttaradh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ કે પરપુરુષગમનનો સવાશે નિષેધ છે. અણહક્કના વિષયસેવનથી ઠેઠ નર્કગતિનો અધિકારી થઈ જાય. કારણ કે વકીલ ગુનો કરે તો તે ભયંકર દંડને પાત્ર ઠરે છે, તેમ “સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી ‘મહાત્મા’ બનેલો તે અણહક્કના વિષયસેવનથી નર્કગતિને પણ પાત્ર બને છે. વખતે એ દોષ થઈ જાય તો તેનું ‘જ્ઞાની પુરુષ' પાસે પ્રત્યક્ષમાં આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થાય તો જોખમદારી કંઈક હલકી થાય ને છૂટી જવાય. એ દોષ પછી મનથી કે દ્રષ્ટિથી પણ થઈ જાય તો ય તે ના જ ચલાવી લેવાય, છતાં તેમ બને તો “જ્ઞાની પુરુષે આપેલ “શુટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ થવું આવશ્યક છે અને જોડે જોડે તે દોષ થયો માટે અંતરથી પશ્ચાત્તાપપૂર્વક ખેદ, ખેદ ને ખેદ વર્તવો ઘટે ! ૬. વિષય બંધ ત્યાં ડખાડખી બંધ પત્ની સાથેના કલેશમય, કકળાટમય વ્યવહારનું મૂળ કારણ વિષય જ છે. એમાં સ્ત્રી એ પુરુષને વશ નથી કરતી, પુરુષની વિષય લોલુપતા જ પુરુષને પરવશ બનાવે છે. સ્ત્રી સાથેનો વીતરાગી વ્યવહાર ત્યારે જ શક્ય બને કે જ્યારે પુરુષ વિષયાસક્તિમાંથી છૂટે છે ! ખરો પુરુષ તો ક્યારે ય સ્ત્રી પાસે વિષયની યાચના ના કરે. જે પુરુષ સ્ત્રી પાસે વિષયની યાચના કરે તો તેનો વક્કર સ્ત્રી પાસે ક્યારેય ના પડે. સંસાર વ્યવહારની ગરજ કરતાં વિષયની ગરજ પુરુષને અબળા બનાવી દે છે. એક વિષય કાજે સ્ત્રી પાસે અબળા થઈ જવું, તેનાં કરતાં વિષયને જ પૂળો ના મૂકી દઈએ ?! એમાં પછી અહંકારે કરીને પણ એ વિષયમાંથી છૂટાય. એ અહંકારથી ભલે કર્મ બંધાય, પણ તે સર્વોપાધિમાંથી છોડાવનારો હોવાથી પરભવમાં જબરજસ્ત વૈભવ અપાવનારું પુણ્યકર્મ તરીકે ફલિત થાય છે. અને એવો અહંકાર કરેલો હોય તો તે અહંકાર કે તેના પરિણામથી છૂટી શકાય છે, પણ વિષયમોહ કે તેના પરિણામથી છૂટવું અતિ અતિ દુષ્કર છે ! માટે એક ફેરો અહંકાર કરી નાખવો કે ‘ગમે તે ભોગે ગમે તે થાય, પણ વિષય-વિષને તો નહીં જ અડું તો ય તેનો ઉકેલ આવી જાય અથવા તો જેને ‘વિષયની પરવશતાથી છૂટવું છે, તે પોતાના હૃદયનો ગૂંચવાડો ‘જ્ઞાની પુરુષ' પાસે ઠાલવી દે, તો ‘જ્ઞાની પુરુષ' સ્વ-પર હિતકારી માર્ગદર્શન આપી આત્યંતિક કલ્યાણ સધાવે છે ! વિષય એ આકર્ષણમાંથી જન્મે છે અને આકર્ષણ પછી નિયમથી વિકર્ષણ થાય જ, ને તેમાં પછી વેર બંધાય. વેરના ‘ફાઉન્ડેશન” પર આ સંસાર ઊભો રહ્યો છે, ટકી રહ્યો છે ! તેમાં આ વિષયનું વેર અત્યંત ઝેરીલું હોય છે, અનંતકાળ બગાડી નાખે તેવું ભયંકર છે ! ૭. વિષય એ પાશવતા જ ! પહેલાંના વખતમાં, આજથી સિત્તેર-એંસી વર્ષ પહેલાં સેકડે પાંચસાત ટકા લોકો વિષયમાં બગડતા. અણહક્કમાં તો રાંડેલી ખોળી કાઢે. બીજું નહીં. પંદર વરસ સુધી તો બધી છોકરી તરફ બહેનની જ દ્રષ્ટિ હોય. દસ-અગિયાર વર્ષના હોય ત્યાં સુધી શેરીમાં ય દિગંબરી થઈને ફરતા ! મા-બાપની કોઈ જાતની સિક્રસી ત્રણ વર્ષના છોકરાએ ય ના જોઈ હોય કદિ ! બાપ મેડે ને માં નીચે સુવે. એક બેડરૂમ કે ડબલબેડ જેવું કંઈ હતું જ નહીં ત્યારે ! ત્યારે તો કહેવત હતી કે જે પુરુષ આખી રાત સ્ત્રી જોડે સૂઈ જાય એ આવતા ભવે સ્ત્રી થઈ જાય !!! એનાં પર્યાયો અડે ! એક વરસ દિવસ જો અખતરો કરો, સંગથી જુદાપણાનો, તો સુંદર પ્રગતિ થઈ જાય ! વિષય કેવી વસ્તુ છે ? કપટવાળી. રાત્રે અંધારામાં થાય. સૂર્યની હાજરીમાં કરે તો હાર્ટફેઈલ ને બ્લડપ્રેશર થઈ જાય. આખા બ્રહ્માંડને ધ્રુજાવે એવું મનુષ્યપણું, છતાં વિષયમાં લપટાઈને જાનવર જેવો બની ગયો છે ! ઘણાં બ્રહ્મચર્યનો વિરોધ કરે છે ને કહે છે કે અબ્રહ્મચર્ય એ તો કુદરતી છે, એમાં ખોટું શું છે ? બ્રહ્મચર્ય પાળવું એ અકુદરતી છે ? ના, બ્રહ્મચર્ય કુદરતી છે. આ જાનવરો ય બ્રહ્મચર્ય જ પાળતા હોય છે. તેમને અબ્રહ્મચર્ય અમુક સિઝન પૂરતું જ, પંદર-વીસ દિવસ જ હોય વરસમાં. પછી કશું જ ના હોય. એક જણે પૂજ્ય દાદાશ્રીને પૂછયું કે બ્રહ્મચર્ય વ્યાપી જશે તો મનુષ્યોની વસ્તી ઘટે જશે જગતમાં. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, ‘સંતતિ નિયમનોનાં આટલા બધા ઓપરેશનનો થાય છે તો ય વસ્તી વધે જ જાય છે ! જાનવરો ય વિષય કરે છે પણ તે કુદરતી છે. સિઝનલ જ છે અને 15Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 164