Book Title: Bhramcharya Uttaradh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ ઉપોદ્ધાત ડૉ. નીરુબહેન અમીત ખંડ : ૧ પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ... ૧. વિષય નહીં, પણ નિડરતાં એ વિષય ? જગતના તમામ બ્રહ્મચર્યના ઉપદેશકોએ વિષયને જ વિષ કહ્યું. જ્યારે “અક્રમ વિજ્ઞાને’ ‘વિષયો વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે, માટે વિષયોથી ડરો' એમ કહ્યું !! ‘વિષયનો મને વાંધો નથી, હું ફાવે તેમ વતું’ એ નીડરતા જ વિષ છે ! વિષયથી ડરનારો-વિષયસેવનમાં ખેદ, ખેદ ને ખેદ કરનારો એ દોષથી છૂટી જાય છે. અર્થાત્ હક્કના વિષયની ‘જ્ઞાની પુરુષ' છૂટ તો નથી જ મૂકી, વિષય ભલે વિષ નથી પણ વિષયમાં નીડરતા તો ના જ હોવી ઘટે. કારણ કે નીડરતાને જ ‘જ્ઞાની પુરુષ' વિષ કહ્યું છે ! અને વિષયમાં નીડર તો ઠેઠ સુધી નથી જ થવાનું. ‘જ્ઞાની પુરુષ' હક્કના વિષય માટે શું કહેવા માગે છે કે એ ‘દવા’ મીઠી છે, માટે રોજ રોજ ના પીવાય, એ ‘દવા સ્વરૂપ છે અને તે ‘તાવ” આવે - બેમાંથી એકને નહીં પણ બન્નેને તાવ આવે, ને તે અસહ્ય થઈ પડે તો જ ‘દવા' પીવાય, નહીં તો મીઠી છે માટે પી પી કરે તો એ દવા જ પોઈઝન થઈ જશે. એમાં પછી ‘ડૉકટર’ જવાબદાર નથી ! વળી પોલીસવાળો પકડીને લઈ જાય ને ચાર દહાડા ભૂખ્યા રાખી દંડા મારીને માંસાહાર કરાવે, તે વખતે જે રીતે પરાણે-નાછૂટકે ચીઢપૂર્વક માંસાહાર કરે, તેવી રીતે વિષયસેવન થવું જોઈએ. નહીં તો વિષય મીઠાશની માન્યતા એવી ફરી વળે કે જાગૃતિ-ધ્યાન-શાન બધું ઊડી જાય ને બહુ પુણ્યયોગે ગૃહસ્થાવસ્થામાં મળેલ મોક્ષમાર્ગીય વિજ્ઞાનને પણ ધક્કો મારી દે ! ૨. દ્રષ્ટિ દોષતાં જોખમો ! ઓપન બજારમાં બધા કેટલાં સોદા કરી નાખે ? સાંજે પચ્ચે વીસપચીસ સોદા થઈ જ ગયા હોય ! અને લગ્નમાં ગયા હોય આમ તો ? જોવાથી જ સોદા પડી જાય ! જ્ઞાન હોય તો શુદ્ધાત્મા જુએ, એટલે સોદા ના પડે. આકર્ષણવાળું દેખે એટલે દ્રષ્ટિ ખેંચાઈ જ જાય. આ તો આંખના જ ચમકારા છે ને ? આંખ દેખે ને ચિત્ત ચોંટે ! આમાં કોનો ગુનો ? આંખનો ? મનનો ? કે આપણો ? ગુનો ‘આપણો’ જ ! આમાં આંખનો શું દોષ ? એમાં મરચું નાખવાથી દ્રષ્ટિ ખેંચાવાની બંધ થાય ? મન ગમે તેવું બતાડે પણ આપણે સહી ના કરીએ તો ? આ તો પાડાને વાંકે પખાલીને ડામ ? દ્રષ્ટિ જરાક ખેંચાય તો તેનું આખો દિવસ પ્રતિક્રમણ કર કર કરવું પડે ! વ્યવહારમાં સ્ત્રી-પુરુષ એકબીજાને માન આપે તેનો વાંધો નહીં, પણ દ્રષ્ટિ નીચી રાખીને વાત કરવી. કારણ કે માનમાં તો તરત જ દ્રષ્ટિ બગડે. કેટલાંકને માનની ગાંઠના આધારે વિષય હોય છે અને કેટલાંકને વિષયના આધારે ય માનની ગાંઠ હોય છે ! એટલે એનો આધાર નિરાધાર થાય કે પેલું ઊડ્યું. જેનો આધાર વિષય છે, તેનું માન જતાં વિષય જાય ને જેનો આધાર માન છે, તેનું માન જતાં વિષય જાય ! આજકાલ માનેલા ભાઈ-બહેન કે કઝીન્સ વચ્ચે વિષય બહુ ચાલે છે. માટે ત્યાં ચેતવું. સ્ત્રી-પુરુષ વચ્ચે બિલકુલ લપ્પન છપ્પન નહીં રાખવાની ! ગમે તેટલું શુદ્ધાત્મા ભાવે જોવાય, પણ દ્રષ્ટિ તો ના જ મંડાવી જોઈએ ! બે શબ્દ મીઠાં કોઈ બોલે કે દ્રષ્ટિ સ્લિપ થયા વગર ના રહે. વ્યવહારમાં સાધારણ માન ચલાવી લેવાય પણ જરાક વિશેષ વધારે પડતું આપવા માંડે ત્યાં સ્લિપ થયા વગર રહે જ નહીં. જેની જોડે દ્રષ્ટિ બગડે ત્યાં બીજા ભવે જવું જ પડે. પછી હરિજનવાસ હોય તો ય ! અત્યારે તો ઠેર ઠેર દ્રષ્ટિ બગડે છે ! આનાં પરિણામની ખબર નથી એટલે લોકો ભયંકર ખોટ ખાઈ જ જાય છે. આપણે સઅપ ને મેકઅપ કરી કરીને કોઈને આકર્ષીએ, એમાં આપણી જ જવાબદારી. એટલે વીતરાગોએ કહ્યું આપણાથી સામાને આપણા નિમિત્તે મોહ ના થઈ જાય, દુઃખી ના થાય, તેની જાગૃતિ આપણે રાખવી પડે. તેથી લોચ કરવાનું તીર્થંકરોએ અપનાવેલું. આજ કાલ રૂપ જPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 164