Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ અનુભવનું પ્રમાણ અક્રમ વિજ્ઞાન પામનારા પરિણીતોએ સિદ્ધ કર્યું છે. પરિણીતો પણ મોક્ષમાર્ગને પામી આત્યંતિક કલ્યાણ સાધી શકે છે. ‘ગૃહસ્થાશ્રમમાં મોક્ષ !!!” એ વિરોધાત્મક ભાસિત કરનારું લાગે, છતાં સૈદ્ધાંતિક વિજ્ઞાન દ્વારા પરિણીતો પણ માર્ગને પામ્યા છે, એવી હકીકત પ્રમાણભૂત સાકાર બની છે. અર્થાત્ ‘ગૃહસ્થતા મોક્ષમાર્ગમાં બાધક નથી ! (?!)” એનું પ્રમાણ તો હશેને ? એ પ્રમાણને પ્રકાશિત કરનારી વાણી ઉત્તરાર્થના ખંડ : ૧માં આવરી લેવાઈ છે. ‘જ્ઞાની પુરુષ' થકી ‘સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ થયેલાં પરિણીતો કાજે કે જે વિષય-વિકાર પરિણામ અને આત્મપરિણામના સાંધા પર જાગૃતિના પુરુષાર્થમાં છે એમને, જ્ઞાની પુરુષની વિજ્ઞાનમય વાણીથી વિષયનાં જોખમો સામે સતત જાગૃતિ, વિષય સામે ખેદ, ખેદ ને ખેદ, તેમજ પ્રતિક્રમણ રૂપી પુરુષાર્થ, આકર્ષણના ઓવારેથી ડૂળ્યા વિણ બહાર નીકળી જવાની જાગૃતિ આપતી સમજના સિદ્ધાંતો કે જેમાં ‘આત્માનું સૂક્ષ્મતમ સ્વરૂપ, તેનો અકર્તા-અભોક્તા સ્વભાવ' તેમજ ‘વિકાર પરિણામ કોનું? વિષયનો ભોક્તા કોણ ? ને ભોગવ્યાનું માથે લઈ લેનાર કોણ ?” એ સર્વ રહસ્યોનો ફોડ કે જે ક્યાંય ખુલ્લો થયો નથી, તે અત્રે સાદી, સરળ ને સોંસરવી ઊતરી જાય તેવી શૈલીમાં રજૂ થયો છે. કે જે સમજની સહેજ પણ શરતચૂકે સોનાની કટારસમ બની બેસે, તેનાં જોખમો તેમજ નિર્ભયતા પ્રગટ કરતી વાણી અત્રે ઉત્તરાર્થના ખંડ : રમાં પ્રસ્તુત થાય છે. સર્વ સંયોગોથી અપ્રતિબદ્ધપણે વિચરતા, મહામુક્તદશા માણતા જ્ઞાની પુરુષે કેવું વિજ્ઞાન નિહાળ્યું !! જગતના લોકોએ મીઠી માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલવવાથી વિષય સંબંધી સર્વે અવળી માન્યતાઓ મૂકાય ને મહામુક્તદશાનું મૂળ કારણ સ્વરૂપ એવાં ‘ભાવ બ્રહ્મચર્યનું વાસ્તવિક સ્વરૂપ સમજના ઊંડાણે ફીટ થાય, વિષયમુક્તિ કાજે કરવાપણાની સર્વ ભ્રાંતિ તૂટે તેમજ જ્ઞાની પુરુષે પોતે જે જોયો છે, જાણ્યો છે ને અનુભવ્યો છે, એ ‘વૈજ્ઞાનિક અક્રમ માર્ગ’નું બ્રહ્મચર્ય સંબંધીનું અદ્ભત રહસ્ય આ ગ્રંથમાં વિસ્ફોટતાને પામ્યું છે ! આ સંસારના મૂળને જડમૂળથી ઉખેડનારું, આત્માની અનંત સમાધિમાં રમણતા કરાવનારું નિગ્રંથ-વીતરાગદશાને પમાડનારું, વીતરાગોએ પ્રાપ્ત કરી અન્યોને બોધેલું એ અખંડ ત્રિયોગી શુદ્ધ બ્રહ્મચર્ય નિચે મોક્ષ પમાડનારું જ છે ! આવા દુષમકાળે “અક્રમ વિજ્ઞાન’ની ઉપલબ્ધિ થયે આજીવનપણે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય સચવાઈ ગયું, તેને એકાવતારી પદ નિશ્ચ કરીને પ્રાપ્ત થાય તેમ છે ! અંતમાં, આવા દુષમકાળમાં કે જ્યાં સમગ્ર જગતમાં વાતાવરણ જ વિષયાગ્નિનું ફેલાઈ ગયું છે, તેવા સંજોગોમાં બ્રહ્મચર્ય સંબંધી ‘પ્રગટ વિજ્ઞાનને સ્પર્શનિ નીકળેલી ‘જ્ઞાની પુરુષ'ની અદ્ભુત વાણીને સંકલિત કરી વિષય-મોહથી છૂટી બ્રહ્મચર્યની સાધનામાં રહી, અખંડ શુદ્ધ બ્રહ્મચર્યના પોલનાર્થે સુજ્ઞવાચકના હાથમાં આ ‘સમજથી પ્રાપ્ત બહ્મચર્યગ્રંથ સ્વરૂપે મૂકવામાં આવે છે. વિષય જોખમોથી છૂટવા માટે, છતાં ગૃહસ્થતામાં રહી સર્વ વ્યવહાર નિર્ભયતાથી પૂરો કરવા કાજે તેમજ મોક્ષમાર્ગ નિરંતરાયપણે વર્તાય, તે માટે ‘જેમ છે તેમ’ વાસ્તવિકતા રજૂ કરવા જતાં સોનાની કટાર સ્વરૂપે કહેવામાં આવેલી ‘સમજ'ને અલ્પ પણ વિપરીતતા ભણી ન લઈ જતાં, સમ્યક્ પ્રકારે જ ઉપયોગ કરાય એવી પ્રત્યેક સુજ્ઞ વાચકને અત્યંત ભાવપૂર્વકની વિનંતી ! ‘જ્ઞાની પુરુષ'ની તાત્ત્વિક-નિશ્ચય-વાણી તો ત્રિકાળ સત્ય અવિરોધાભાસ સૈદ્ધાંતિક જ નીકળતી હોય; જ્યારે વ્યવહાર વાણી નિમિત્તાધીન, સંજોગાધીન તેમજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવાધીનપણે રહેલી હોય, તેથી તે વાણીમાં સુજ્ઞ વાચકને ક્યાંય ભાસિત ભૂમ્સ ક્ષતિરૂપે વંચાય તો તે સંકલનાની જ ખામી હોઈ શકે, પણ તેને ક્ષમ્ય ગણી મોક્ષમાર્ગે યથાયોગ્ય પૂર્ણાહુતિ કાજે આ મહાગ્રંથનું ઉપયોગપૂર્વક આરાધન કરે એ જ અભ્યર્થના ! ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 164