Book Title: Bhramcharya Uttaradh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ સંપાદકીય પાંચ જ વિષયો છતાં ય તેની પકડ કેવીક તે અવગાઢ કે અનંતકાળથી એનો આરો જ નથી આવતો ?! કારણ કે પ્રત્યેક વિષયના અનંત અનંત પર્યાયો પાછાં ! એ પ્રત્યેક પર્યાયમાંથી મુક્ત થાય ત્યારે વિષયમાંથી છૂટે ને મોક્ષ થાય. પણ વિષય, ‘આત્મજ્ઞાન’ વિના સવાશે નિર્મળ થાય જ શી રીતે ? ને ‘આત્મજ્ઞાનની પ્રાપ્તિ સર્વકાળ સુલભ ક્યાંથી હોય ? પછી અનંતકાળ વહી જાય તો ય આનો ‘એન્ડ’ આવે ખરો ?! એ તો પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ' ભેટે અને તેમના થકી સંપ્રાપ્ત ‘આત્મજ્ઞાને' કરીને જ આ વિષય-ઘડભાંજનો અંત આવે ! જે વિષયને જીતવા પ્રાચીન કાળના ઋષિમુનિઓ ઘોર તપશ્ચર્યા કરતાં-છતાં જે દુષ્કર બનતું હતું, તે બ્રહ્મચર્ય આજે આ કાળમાં અદ્ભુત ‘અક્રમ વિજ્ઞાન' દ્વારા શીવ્રતાએ સહજ સાધ્ય બને છે !!! આ “અક્રમ વિજ્ઞાન' એક એવું અજાયબ વિજ્ઞાન છે કે જે મોક્ષમાર્ગમાં પરિણીતાને પણ ‘એમિટ’ કરે છે. એટલું જ નહીં પણ એ માર્ગમાં ઠેઠ પૂર્ણાહુતિ સુધી પહોંચાડે છે ! હા, પરણેલાઓએ માત્ર ‘આ’ વિજ્ઞાન ‘જેમ છે તેમ સમજી લેવાનું રહે છે ! તમામ શાસ્ત્રોએ, તમામ જ્ઞાની પુરુષોએ મોક્ષમાર્ગમાં વિચરવા-આત્મસ્વરૂપની અનુભૂતિના દ્વારે પહોંચવા તથા જગતનાં સર્વ બંધનોથી મુક્ત થવા કાજે “સર્વ સંગ પરિત્યાગ’ની અનિવાર્યતા સૂચવી, પણ આ ‘અક્રમ વિજ્ઞાન' એક નવો જ અભિગમ સજર્યો છે કે સ્ત્રીનો સંગ-પ્રસંગ હોવા છતાં પણ અસંગ આત્મઅનુભવ કરી શકાય તેમ છે ! પરિણીતો પણ પુરુષાર્થ ને પરાક્રમ દ્વારા મોક્ષમાર્ગે જાગૃતિની પરાકાષ્ટાએ આ ‘અક્રમ વિજ્ઞાન'ની ઊંડી સમજ થકી પહોંચી શકે તેમ છે ! વિરલાઓ જ સિદ્ધિ સિદ્ધ કરી શકે, એવું હોવા છતાં આ કાળમાં કેટલાંય પરિણીતો પ્રગટ ‘જ્ઞાની પુરુષ' પરમ પૂજ્ય દાદાશ્રીના સત્સંગ ને સાન્નિધ્યથી ‘સમજ' પામી આત્માના સ્પષ્ટવેદનની અનુભૂતિ પ્રાપ્ત કરવાના પંથે પ્રયાણ કરી રહ્યાં છે ! સંસારમાં લક્ષ્મી-સ્ત્રી-પુત્રાદિ સાથેના સર્વ વ્યવહારો પૂર્વવત્ રહે છતાં આત્મજ્ઞાનમાં રહી આત્માના અસ્પષ્ટવેદનમાંથી સ્પષ્ટવેદન તરફનો પુરુષાર્થ ‘પ્રત્યેક સ્વરૂપ જ્ઞાની’ને ઇચ્છવા યોગ્ય છે ! અને આ ‘અક્રમ વિજ્ઞાન' દ્વારા તે મહાન સિદ્ધિ સાધ્ય થાય તેમ છે. એવો આ સીધો સાદો ને સરળ અક્રમ માર્ગ જેને મહા મહા પુણ્યોદયે પ્રાપ્ત થયો હોય, તેણે તો આ એક અવતાર પૂર્ણાહુતિ કરી લેવા માટે જ કાઢવો ઘટે. અન્યથા એંસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગ તો શું પણ રીલેટિવ ધર્મ પણ જ્યાં રૂંધાઈ જવાનો છે, ત્યાં મોક્ષની આશા તે કેટલીક રખાય ?! સ્ત્રી પરિગ્રહ ને સ્ત્રી પરિષહ હોય છતાં પણ તેનાથી અપરિગ્રહી ને પરિષહમુક્ત બની શકાય એ અર્થે પરમ પૂજ્ય દાદાશ્રીએ સહેલી, સરળ ને સર્વસાધ્ય દિશા દેખાડી છે. એ ‘દિશા’ને ‘ફોલો’ કરનારને માટે એ દિશાના પ્રત્યેક ‘માઈલ સ્ટોન'ને પ્રસ્તુત પ્રકાશન દ્વારા સ્પષ્ટ કરી દેખાડ્યા છે કે જેથી મોક્ષપથિક ક્યાંય ભૂલો ના પડે ! પ્રગટ ‘જ્ઞાની પુરુષ'નું ‘અક્રમ વિજ્ઞાન' વિષયને છોડી દો એમ કહેતું નથી, પરંતુ નિર્વિકાર-અનાસક્ત સ્વભાવી આત્મસ્વરૂપ પ્રત્યેની દ્રષ્ટિ પ્રાપ્ત થયે પરિણામે ‘પોતાને' વિષયથી વિરક્ત બનાવી દઈ સ્વભાવ દશામાં રમણતા કરાવનારું બને છે ! ટૂંકો ને ટચ, સહેલો ને અતિ અતિ અતિ સરળ માર્ગ આવાં દુષમકાળના જીવોને માટે છેલ્લી તારક ‘લિફટ' આ કાળને વિશે ‘જ્ઞાની પુરુષ'ના સાન્નિધ્ય ઉદયમાં આવી છે. અનંત વાર વિષય-કીચડમાં અલ્પસુખની લાલચે લબદાયો, ખરડાયો ને ઊંડો ગરક્યો છતાં એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી એ ય એક અજાયબી (!) છે ને ! જે ખરેખર આ કીચડમાંથી બહાર નીકળવા માગે છે, પણ માર્ગ નહીં મળવાને કારણે પરાણે ફસાઈ પડ્યાં છે ! તેવાંઓ કે જેમને છૂટવાની જ એકમેવ ઝંખના છે, તેમને તો ‘જ્ઞાની પુરુષ'નું આ ‘દર્શન’ નવી જ દ્રષ્ટિ આપી સર્વ ફસામણમાંથી છોડાવનારું બની જાય છે ! મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓમાં તદન અસંગતાનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 164