Book Title: Bhini Kshanono Vaibhav Sachitra Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan Trust View full book textPage 8
________________ Boeseseseseseoeseseseseseos A લાગણીધેલું વિવશ હૈયું હરખથી ભીંજાતું ગુંજી ઉઠવાનું : "વાત વિસામો જિનથી અધિકો, ઉત્તમ કોણ ગણીશ ?” ઈ સંસાર સ્વાર્થસાર છે. આમ છતાં તે અસર તો નથી જ. સંસાર જો સાવ અસાર હોત, તો તેમાં રહેનારા ) તે આપણને પરમકરુણાવંત ભગવંત કેવી રીતે પ્રાપ્ત થાત ! ભગવંતની પ્રાપ્તિ - એ પણ ઉપલબ્ધિ તો સંસારની જ છે. છે અને સંસાર થકી જ છે, એ તથ્યને ઉવેખવું આપણને ન પાલવે. 0) સંસાર અસાર નથી, હરગીઝ નહિ, અસાર તો છે એ સંસાર પ્રત્યેની આપણી આસકિત, મૂઢતા અને ) છ વ્યાકુળતા. આ ત્રણ તત્ત્વોને તારવી લઈએ તો સંસાર જેવી શિક્ષાપ્રદ બીજી કોઈ સ્થિતિ નહિ જડે. આ તત્ત્વોને જીવનમાંથી અને મનમાંથી નાબૂદ કરવાનો રામબાણ ઈલાજ છે : ભકિત. ભકિતનો ઉદય થાય છે છે વ્યાકુળ હૈયામાં, અને પછી તે જ્યારે શબ્દોનાં વાઘા સજીને પ્રગટ થાય છે ત્યારે તેનું નામ સ્તવન, ભજન, N. પદ, સ્તોત્ર - ગમે તે - છપાતું હોય છે. સાર એક જ કે હૃદયમાં ઊગેલી ભકિતની અભિવ્યકિત માટે શબ્દો એ . અનુપમ માધ્યમ છે. - વ્યાકુળતાથી ભીની ક્ષણો જીવનમાં વારંવાર આવી છે. કદાચ એવી જ ક્ષણો આ સ્તવનોના શબ્દોમાં કેદ થઈ છે. ગઈ હોય તો ના નહિ. એ ભીની ક્ષણોનો વૈભવ આ ક્ષણે હૃદયને આર્ટ્સ અને અવશ બનાવી મૂકે છે. | શબ્દાંકિત થયેલા આ ભાવોને સ્વરાંકિત કરવાનું શ્રેય જેમને ફાળે જાય છે તેમનું નામ યાદ આવતાં હૈયું ) A કૃતજ્ઞતાના ભાવથી છલકાઈ જાય છે. એ સજ્જનનું નામ છેઃ સ્વ. સંગીતકાર ઘનશ્યામભાઈ દલપતરામ વ્યાસ છે 6 (ખંભાત). સંગીતની, વિશેષતઃ જૈન પૂજાસંગીતની દુનિયાનું આ એક મોટું અને છતાં મહદ્અંશે અણજાણ છે રહેલું નામ છે, એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી. આ સજ્જને આ સ્તવનોના રાગ બાંધ્યા છે, એ રાગોમાં છે % સ્વરાંકન કરીને ગાઈ બતાવ્યાં છે, અને એના આધારે જ અહીં તે તે રાગોનાં નામો છાપ્યાં છે. () ఈ యందు Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 84