Book Title: Bhini Kshanono Vaibhav Sachitra
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ‘તેમાં કશું ખોટું નથી' જૂની રંગભૂમિના નામાંકિત નાટ્યકાર અને કવિ ડાહ્યાભાઈ ધોળશાએ જીવનની, અંતરને વલોવી દેતી પળોમાં આ પંક્તિઓ ગાઈ હતી : "જો જ'ન્નમમાં રાજ જગતનું, વાત-વિસામો ન ટળશો, ડા'પણ-દરિયો વાત-વિસામો, માણેક-મિત્ર કર્યાં મળશો ?** પ્રત્યેક સહૃદય વ્યકિતને પોતાનું હૈયું ઠલવી શકાય તેવો અને પોતાની વાત સોંપી શકાય તેવો એક વિસામો મળે તેવી આકાંક્ષા હોય છે. પૈસા મૂકવા માટે બેંકો છે; જોખમ સાચવવા માટે લૉકર્સ પણ મળે, પણ જીવનની ગોપનીય વાતોને અને હૈયાના અણદીઠ ભાવોને સોંપવા માટેની જગ્યા-વિસામો-મળવો આ સંસારમાં વિકટ છે. કદીક મળી જાય તો તેની માવજત તો તેથીય કઠિન છે. લાગણીભીનું હૈયું, પોતાની ક્ષમતા અને રુચિ મુજબ, પોતાનો વાતવિસામો કયાંકથી ને કયાંકથી ખોળી જ લેતું હોય છે. પરંતુ, આ દુનિયા બડી ખેપાની છે; ખેપાની એટલે જ શાણી. એને વિસામો બનતાંય આવડે છે, અને ગરજ સર્વે ખસી જતાંય એટલું જ આવડે છે. જ્ઞાનીઓ કદાચ તેથી જ એને ‘સ્વાર્થી સંસાર' તરીકે પિછાને છે. વાત ખોટી પણ નથી. સંસાર, સંસારના સંબંધો, સંબંધીઓ અને વિસામાઓ – વાસ્તવમાં કાચી માટીના ભીંતડાં જ જણાય છે. અને કાચી ભીંતે ટેકો લઈ ઊભનારની દશા કેવી માઠી થાય તે કાંઈ આપણને અજાણ્યું નથી જ. કદાચ એટલે જ, સમજદાર આદમી દુન્યવી વિસામાના રવાડે ચડવાનું માંડી વાળી ચિરસ્થાયી અને આશરે આવનારને કદાપિ છેહ ન દે તેવા વિસામાની શોધમાં ખોવાઈ જતો હોય છે. એની ઉત્કંઠાભીની શોધના નિષ્કર્ષરૂપે એને જે ચીજ મળી આવે છે, તેનું નામ છે : "ભકતવત્સલ ભગવંત”. એ ભગવંત સાંપડતાં જ એનું an Coucation International For Private & Personal Use Only www.ainelibrar

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84